Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત

અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થનારી આ બસનું એક મુસાફર દીઠ ભાડું ફક્ત 50 રૂપિયા જ રાખવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં મુસાફરો આ સુવિધાનો લાભ લઇ શકે. આજે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ સેવાને ફ્લેગઓફ કરી હતી.

Ahmedabad : AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ, એરપોર્ટ પર ઓટો-ટેક્સી ચાલકોની મનમાની સામે મુસાફરોને રાહત
Ahmedabad: AMC launches BRTS flight project, relieves passengers against arbitrariness of auto-taxi drivers at airports
Follow Us:
Dipen Padhiyar
| Edited By: | Updated on: Oct 18, 2021 | 6:22 PM

AMC દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ કર્યો, એરપોર્ટથી મુસાફરોને 50 રૂપિયામાં મળશે એસી બસની સુવિધા

અમદાવાદ એરપોર્ટ પર રીક્ષા ચાલકો અને ટેક્સી ચાલકો દ્વારા મુસાફરો પાસેથી થતી લૂંટ બંધ થશે. હવાઈ માર્ગે મુસાફરી કરનારા મુસાફરને ટ્રાન્સપોર્ટેશનની સારી સુવિધા મળી રહે તે ઉદ્દેશથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા BRTS ઉડાન પ્રોજેકટ શરૂ કરવામાં આવ્યો છે. જેના અંતર્ગત અમદાવાદ એરપોર્ટથી ઇસ્કોન સુધી BRTS શટલ સેવાનો ફરીથી પ્રારંભ કરવામાં આવ્યો છે. એરપોર્ટથી ઓપરેટ થનારી આ બસ સેવામાં હાઈ એન્ડ એસી કલાસ તેમજ સીસીટીવી કેમેરાથી સજ્જ રહેશે. જેથી મુસાફરોની સુરક્ષા અને સલામતી પણ જળવાઈ રહેશે. આ BRTS બસ અમદાવાદ એરપોર્ટથી આરટીઓ, રાણીપ, મેમનગર, વાળીનાથ ચોક, સોલા રોડ, જયમંગલ, પ્રગતિનગર, અખબારનગર, શિવરંજની, જોધપુર, ઈસરો, સ્ટારબજાર અને ઇસ્કોન સુધીના સ્ટેશનો આવરી લેશે.

એરપોર્ટથી શરૂ થયેલી આ સેવા અંતર્ગત મુસાફરોને 15 થી 30 મિનિટના અંતરે BRTS બસ મળી રહેશે. જેનાથી અમદાવાદ એરપોર્ટ પર આવનારા મુસાફરોને ટ્રાન્સપોર્ટેશન માટે મુશ્કેલી નહિ પડે. મહત્વનું છે કે અમદાવાદ એરપોર્ટ પર ઓલા-ઉબેર અને ટેક્સી તથા હોતી સર્વિસના ડ્રાઈવરોની મનમાનીના કારણે મુસાફરો પરેશાન હતા. ઓટો અને ટેક્સી ડ્રાઇવરો દ્વારા મુસાફરો પાસેથી મનફાવે તેમ ભાડાં ઉઘરાવી લૂંટ ચલાવવામાં આવતી હતી. જેની અનેક ફરિયાદો એરપોર્ટને મળી હતી. જેને કારણે અદાણી ઓથોરિટી દ્વારા મુસાફરોની ફરિયાદ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પત્ર લખી જાણ કરવામાં આવી હતી અને ત્યારબાદ AMC દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

અમદાવાદ એરપોર્ટથી ઓપરેટ થનારી આ બસનું એક મુસાફર દીઠ ભાડું ફક્ત 50 રૂપિયા જ રાખવામાં આવ્યું છે. જેથી મોટી સંખ્યામાં મુસાફરો આ સુવિધાનો લાભ લઇ શકે. આજે મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ સેવાને ફ્લેગઓફ કરી હતી. અગાઉ કર્ણાવતી ક્લબથી એરપોર્ટ સુધી બીઆરટીએસની શટલ સેવા શરૂ કરવામાં આવી હતી. પરંતુ આ સેવા ખોટ કરતા બંધ કરી દેવામાં આવી હતી. ત્રણ વર્ષ બાદ ફરીથી આ સેવાનો પ્રારંભ થયો છે.

મુસાફરો મળી રહે તે માટે આગમન ગેટની બહાર બીઆરટીએસ ડેસ્ક શરૂ કરવામાં આવ્યું છે. મુસાફરોને પ્રસ્થાન સમયે ડ્રોપ ઓફ અને આગમન સમયે પિક અપની સુવિધા આપવામા આવશે. આગામી દિવસોમાં પૂર્વ અમદાવાદને એરપોર્ટ સુધી જોડતો રૂટ પણ શરૂ કરવામાં આવશે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">