AHMEDABAD : પ્રથમવાર જગન્નાથ મંદિરના પરિસરમાં યોજાઈ અમદાવાદ પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ

Ahmedabad Police Crime Conference : અમદાવાદ શહેરને આગામી દિવસોમાં કઈ રીતે સુરક્ષિત બનાવી શકાય તેમજ સમયની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

AHMEDABAD : પ્રથમવાર જગન્નાથ મંદિરના પરિસરમાં યોજાઈ અમદાવાદ પોલીસની ક્રાઈમ કોન્ફરન્સ
AHMEDABAD: Ahmedabad Police Crime Conference held for the first time in the premises of Jagannath Temple
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jul 28, 2021 | 6:24 AM

AHMEDABAD: અમદાવાદ પોલીસ (Ahmedabad Police)કમિશ્નર સંજય શ્રીવાસ્તવના અધ્યક્ષસ્થાને મેરેથોન ક્રાઇમ કોન્ફરન્સ યોજાઇ. ગુજરાતમાં અમદાવાદ શહેર ઈ-ગુજકોપમાં પાછળ હોવાથી ઈ ગુજકોપને લઈને ચર્ચાઓ કરવામાં આવી હતી.. સાથોસાથ ગુનેગારીને ડામવા માટે ચર્ચાઓ કરવામાં આવી હતી.

શહેર પોલીસ કમિશનરનો ચાર્જ સંભાળ્યા બાદ સંજય શ્રીવાસ્તવે બીજી વાર ક્રાઈમ કોંફેરેન્સ (Ahmedabad Police Crime Conference) નું આયોજન કર્યું હતું..અત્યાર સુધીની પહેલી એવી ક્રાઈમ કોંફેરેન્સ છે જે જગન્નાથ મંદિર પરિસરના હોલમાં યોજાઈ હતી. અમદાવાદ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ સતત વધી રહ્યું છે ત્યારે તેને કઈ રીતે અટકાવી શકાય તેવા મુદ્દાઓ પર ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ચર્ચા કરી હતી.

ગુજરાત રાજ્યમાં અન્ય શહેરોની સરખામણીએ ઈ-ગુજકોપની કામગીરી બાબતે અમદાવાદ શહેર પોલીસ સૌથી પાછળ જોવા મળતા તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી. કારણકે બીજા શહેરની વસ્તી અને ગુનાનું પ્રમાણ અમદાવાદમાં વધુ હોવાથી ઇ-ગુજકોપની કામગીરી પેન્ડિંગ હોવાથી પોલીસ કમિશ્નર ઇ-ગુજકોપ વધું સારી કામગીરી કરવા ભાર મુકાયો હતો.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

ક્રાઈમ કોંફેરેન્સમાં પોક્સોની કેટકીક બાબતોમાં ક્યાં પ્રકારે કડક કાર્યવાહી થઈ શકે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.તે સિવાય મહિલા સુરક્ષા, સાયબર ક્રાઈમ, નાર્કોટિક્સ સહિત મહિલાઓ અને બાળકોની સુરક્ષા સહિતના મુદ્દાઓની ગંભીરતા અંગે અધિકારીઓને માર્ગદર્શન અને સૂચન આપવામાં આવ્યા હતા.

હાલમાં જ વસ્ત્રાપુર જેવા પોષ વિસ્તારમાં 2 કરોડની લૂંટની ઘટના બની છે આજ રીતે ધોળા દિવસે બની રહેલ ગંભીર ગુનાઓ વધી રહ્યાં છે જેને અટકાવવા માટે ખાસ ચર્ચા કરવામાં આવી ત્યારે શહેરમાં કાયદો વ્યવસ્થા કઈ રીતે જાળવવામાં આવે તે અંગે પણ સમીક્ષા કરવામાં આવી હતી..સાથે જ અત્યાર સુધી શહેરમાં નોંધાયેલા ગુનાઓમાંથી કેટલા ગુના ડિટેક્ટ અને અનડિટેકટ છે તેની ચર્ચા કરાઇ હતી.

ઉલ્લેખનીય છે કે સવારે 10 વાગ્યે શરુ થયેલી ક્રાઇમ કોન્ફરન્સ રાત્રે 10 વાગ્યા સુધી મેરોથૉન કોન્ફરન્સ ચાલી હતી.અમદાવાદ શહેરને આગામી દિવસોમાં કઈ રીતે સુરક્ષિત બનાવી શકાય તેમજ સમયની સાથે ટેકનોલોજીનો ઉપયોગ કરીને વધુમાં વધુ ગુનાનો ભેદ કઈ રીતે ઉકેલી શકાય તે અંગે ચર્ચા કરવામાં આવી હતી.

આ પણ વાંચો : AHMEDABAD : નારોલમાં વેપારી પર પાંચ લાખની ખંડણી ઉઘરાવવા કર્યું ફાયરિંગ, આરોપીઓ સીસીટીવીમાં કેદ

આ પણ વાંચો : Ahmedabad : ગુજરાત યુનિવર્સિટીનો મોટો છબરડો, બીએ સેમેસ્ટર-6ની પરીક્ષામાં ગડબડ

Latest News Updates

રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
દાંતાના હડાદ ગામમાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો પ્રચંડ પ્રચાર
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
અમદાવાદ: ચૂંટણીમાં કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા એક્શન પ્લાન
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
બનાસ કર્મચારીઓને નફ્ફટ કહેવા પર શંકર ચૌધરીએ કર્યો પલટવાર-Video
g clip-path="url(#clip0_868_265)">