Ahmedabad : સુભાષબ્રિજ અને નહેરુબ્રિજના સમારકામ બાદ 81 વર્ષ જુના ગાંધીબ્રિજનું સમારકામ કરાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 ઓગસ્ટ રવિવારથી ગાંધી બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવશે. જેમાં એક મહિનો બ્રિજના સમારકામની કામગીરી ચાલશે. જે કામગીરી બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ રહેશે. 80 લાખના ખર્ચે સમારકામ કરવામાં આવશે.

Ahmedabad : સુભાષબ્રિજ અને નહેરુબ્રિજના સમારકામ બાદ 81 વર્ષ જુના ગાંધીબ્રિજનું સમારકામ કરાશે
Ahmedabad: 81-year-old Gandhi Bridge
Follow Us:
Darshal Raval
| Edited By: | Updated on: Aug 06, 2021 | 11:49 PM

Ahmedabad : શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તાર ને જોડતા સાબરમતી નદી પર 9 બ્રિજ આવેલા છે. જે બ્રિજ હવે ધીમે ધીમેં જુના થઈ રહ્યા છે. જેની સાથે બ્રિજના સમારકામની માંગ ઉઠી છે. જે માંગ સાથે amc અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને છેલ્લા એક વર્ષથી સાબરમતી નદી પરના બ્રિજના એક બાદ એક સમારકામ શરૂ કર્યું છે.

જેમાં પહેલા સુભાસબ્રિજ બાદમાં નહેરુબ્રિજનું સમારકામ કરાયું. અને હજુ નહેરુબ્રિજનું સમારકામ પૂર્ણ થયું અને ફાઇનલ ટચિંગનું કામ બાકી છે તેવામાં amc એ ગાંધીબ્રિજના સમારકામ કરવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 8 ઓગસ્ટ રવિવારથી ગાંધી બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવશે. જેમાં એક મહિનો બ્રિજના સમારકામની કામગીરી ચાલશે. જે કામગીરી બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ રહેશે. 80 લાખના ખર્ચે સમારકામ કરવામાં આવશે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

જેમાં 40 જેટલા જોઈન્ટ એક્સપાંસન બદલવામાં આવશે. બ્રિજની મજબૂતાઈ વધે તે માટે એક્સપાંસન બદલવામાં આવતા હોય છે. જેથી બ્રિજની આવડદા પણ વધુ વધે.

મહત્વનું છે કે ગાંધીબ્રિજ ઇન્કમટેક્ષ અને દિલ્હી દરવાજાને જોડતો બ્રિજ છે જ્યાં દિવસના લાખો લોકો પસાર થાય. ત્યારે સ્વાભાવિક છે કે કામગીરી શરૂ થતાં વાહન ચાલકોને હાલાકી પડે. જેને જોતા બ્રિજનું કામ બ્રિજ પરનો એક તરફનો રસ્તો બંધ રાખી અને રમેક તરફનો રસ્તો ચાલુ રાખી કામગીરી કરવામાં આવશે.

જેથી વાહન ચાલકોને વધુ હાલાકી ન પડે.

પણ એક તરફનો રસ્તો બંધ રહેતા હાલાકી સર્જાઈ શકે છે. કેમ કે સુભાસબ્રિજ અને નહેરુબ્રિજની કામગીરી સમયે પણ લોકોને હાલાકી પડી હતી. ત્યારે ગાંધીબ્રિજની કામગીરીને લઈને સમસ્યાને પહોંચી વળવા amc અને પોલીસ વિભાગે તૈયાર રહેવું પડશે અને વ્યવસ્થા પણ કરવી પડશે જેથી હાલાકી વગર કામગીરી કરી શકાય.

આ પણ વાંચો : DANG : ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા મોન્સૂન ફેસ્ટિવલ 2021ની શરૂઆત, કોવિડ ગાઇડલાઇનનું ચુસ્ત પાલન

આ પણ વાંચો : Maharashtra: BMCની ચૂંટણી પહેલા BJP-MNSનું થઈ શકે છે ગઠબંધન, ચંદ્રકાંત પાટીલ અને રાજઠાકરેની મુલાકાત બાદ અટકળો તેજ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">