Ahmedabad: માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં સતત વધારો, વધુ 31 સોસાયટી અને એપાર્ટમેન્ટનો થયો ઉમેરો

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ ચરમસીમાએ પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 8,900થી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદ (Ahmedabad)માં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે.

| Updated on: Apr 16, 2021 | 11:21 PM

રાજ્યમાં કોરોના વાઈરસ (Corona Virus)ના કેસ ચરમસીમાએ પહોંચ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોના વાઈરસના 8,900થી વધારે કેસ નોંધાયા છે. અમદાવાદ (Ahmedabad)માં પણ કોરોના વાઈરસના કેસ સતત વધી રહ્યા છે. ત્યારે શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોન (micro-containment zones)માં સતત ફેરફાર નોંધાઈ રહ્યા છે, 430 વિસ્તારમાંથી 19 વિસ્તારને દૂર કરવામાં આવ્યા છે. જ્યારે વધુ 31 સોસાયટી અને એપાર્ટમેન્ટનો ઉમેરો થયો છે. તેની સાથે જ શહેરમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનનો આંકડો 442 પર પહોંચ્યો છે. શહેરના માઈક્રો કન્ટેઈન્મેન્ટમાં સૌથી વધુ મણિનગર, વસ્ત્રાલ, ભાઈપુરા, ચાંદલોડિયા અને જોધપુરના સૌથી વધુ મકાન અને લોકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અમદાવાદમાં 2,842 અને સુરતમાં 1,522 કેસ

રાજ્યમાં આજે 16 એપ્રિલે મહાનગરો નોંધાયેલા કોરોના વાઈરસના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2,842, સુરતમાં 1,522, રાજકોટમાં 707, વડોદરામાં 429, જામનગરમાં 192, ભાવનગરમાં 112, ગાંધીનગરમાં 67 અને જુનાગઢમાં 74 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2,800 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

એક્ટીવ કેસ વધીને 49,737 થયા

રાજ્યમાં કોરોના વાઈરસના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. 15 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 44,298 એક્ટીવ કેસ હતા, જે આજે 16 એપ્રિલે વધીને 49,737 થયા છે. જેમાં 283 દર્દીઓ વેન્ટીલેટર પર છે જ્યારે 49,454 લોકોની સારવાર ચાલી રહી છે.

HRCTનો મહત્તમ ચાર્જ રૂ.3000 કરાયો

રાજ્યમાં હાલ કોરોના સંક્રમણ વધી રહ્યું છે તો બીજી બાજુ રાજ્ય સરકાર કોરોના સંક્રમણ વચ્ચે એક બાદ એક મહત્વપૂર્ણ નિર્ણયો લઈ રહી છે. સરકારે હવે HRCT ટેસ્ટનો મહત્તમ ચાર્જ નક્કી કરી દીધો છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ આ મહત્વની જાહેરાત કરતા કહ્યું છે કે કોરોનાના દર્દીઓને રાહત આપતા રાજ્ય સરકારે HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કર્યો છે. ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT THORAXના ટેસ્ટનો મહત્તમ ભાવ રૂ.3,000 નક્કી કર્યો છે. આજથી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.

આ પણ વાંચો: Bengal Elections : સર્વપક્ષીય બેઠક બાદ ચૂંટણીપંચે જાહેર કરી ગાઈડલાઈન, પ્રચારના નવા નિયમો જાહેર કર્યા

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">