VIDEO: ભાજપ પ્રદેશ પ્રમુખ આજથી ઉત્તર ગુજરાતના પ્રવાસે, મા અંબાના દર્શન કરીને પ્રવાસની કરશે શરૂઆત
સૌરાષ્ટ્ર બાદ હવે આજથી સી.આર.પાટીલ ઉત્તર ગુજરાત ધમરોળશે. પાટીલ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી પોતાના ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે. અને પ્રવાસ દરમિયાન તમામ કાર્યકરોની સમસ્યા, મુંઝવણ અને ફરિયાદો સાંભળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતનમાં સફળ પ્રવાસ ખેડીને હવે પાટીલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના ગઢમાં પ્રવાસ ખેડશે. સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ એક અલગ જ […]

સૌરાષ્ટ્ર બાદ હવે આજથી સી.આર.પાટીલ ઉત્તર ગુજરાત ધમરોળશે. પાટીલ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરી પોતાના ઉત્તર ગુજરાતના પ્રવાસની શરૂઆત કરશે. અને પ્રવાસ દરમિયાન તમામ કાર્યકરોની સમસ્યા, મુંઝવણ અને ફરિયાદો સાંભળશે. મુખ્યપ્રધાન વિજય રૂપાણીના વતનમાં સફળ પ્રવાસ ખેડીને હવે પાટીલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલના ગઢમાં પ્રવાસ ખેડશે. સી.આર.પાટીલ પ્રદેશ પ્રમુખ બન્યા બાદ એક અલગ જ સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહ્યા છે. ત્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીલનો આ પ્રવાસ પાર્ટીને કેટલો ફાયદો કરાવી શકે તે જોવું રસપ્રદ બનશે. જો કે સૌરાષ્ટ્ર પ્રવાસ દરમિયાન થયેલી ભુલોનું પુનરાવર્તન ઉત્તર ગુજરાતના પ્રવાસ દરમિયાન ન થાય તેનું ખાસ ધ્યાન રખાશે. સાથે જ સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તે માટે ખાસ તકેદારી રાખવામાં આવશે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
