AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સુરત: નવજાત બાળકી મળી આવતા સિવિલ હોસ્પિટલના સ્ટાફે ખુશી ખુશી રમાડી

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા વડ નીચેથી એક બેગ મળી આવી હતી. જેમાંથી એક નવજાત બાળકી મળી આવતા લોકો ચોકી ઉઠ્યા હતા. બપોરે સખત ગરમીમાં એક રાહદારીને બાળકીના રડવાનો અવાજ સંભળાતો હતો. જેથી બેગ ખોલીને તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી. બેગમાંથી થાળી-વાટકા પણ મળી આવ્યા હતા. ત્યારબાદ […]

સુરત: નવજાત બાળકી મળી આવતા સિવિલ હોસ્પિટલના સ્ટાફે ખુશી ખુશી રમાડી
Baldev Suthar
| Edited By: | Updated on: Mar 27, 2019 | 2:21 PM
Share

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસેના સાંઈ પૂજન એપાર્ટમેન્ટની બાજુમાં આવેલા વડ નીચેથી એક બેગ મળી આવી હતી. જેમાંથી એક નવજાત બાળકી મળી આવતા લોકો ચોકી ઉઠ્યા હતા.

બપોરે સખત ગરમીમાં એક રાહદારીને બાળકીના રડવાનો અવાજ સંભળાતો હતો. જેથી બેગ ખોલીને તપાસ કરતા નવજાત બાળકી મળી આવી હતી. બેગમાંથી થાળી-વાટકા પણ મળી આવ્યા હતા. ત્યારબાદ 108ને જાણ કરવામાં આવતા તે નવજાત બાળકીને સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે.

સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં પાર્થ ફાર્મ પાસે બાળકી મળી આવતા લોકોએ તાત્કાલિક 108ની જાણ કરીને 108ના EMT અલ્પેશ બિઢોણ અને પાયલોટ ઉદય દવેને ઘટનાની જાણ થતા ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને બાળકીની પ્રાથમિક તપાસ કરતા તંદુરસ્ત હોવાનું જણાવ્યુ હતુ. તે દરમિયાન બેગની તપાસ કરતા 108 સાયણ લોકેશનની ગાડીની દર્દીની માહિતી ભરેલી સ્લીપ મળી આવી હતી. જેમાં દર્દીનું નામ નિશા આર. સોલંકી લખેલુ હતું.

22 માર્ચના રોજ જીવનરક્ષા હોસ્પિટલથી 108 સાયણની ગાડીમાં સગર્ભાને લઈને સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવી હોવાનો ઉલ્લેખ સ્લીપમાં કરવામાં આવ્યો હતો. જેથી આ મહિલાએ બાળકી તરછોડી હોવાની પ્રબળ શક્યતાઓ રહેલી છે. ત્યારબાદ 108 દ્વારા બાળકીને તાત્કાલિક સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. જ્યાં માં વગરની બાળકીને જોવા સિવિલ સ્ટાફ ઉમટી પડ્યો હતો અને ખુશખુશી બાળકીને રમાડી રહ્યો હતો.

હાલ બાળકીને સિવિલ હોસ્પિટલમાં લાવવમાં આવી છે અને સિવિલ હોસ્પિટલનો સ્ટાફ બાળકીની સંભાળ રાખી રહ્યો છે. ઘટનાની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ સિવિલ હોસ્પિટલ દોડી આવી હતી અને સ્લીપના આધારે માતાને શોધવાની તપાસ હાથ ધરી છે. જો કે, લોકોમાં નિષ્ઠુર માતા-પિતા સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
ગોંડલમાં પાઇપલાઇન વારંવાર તૂટતા તંત્ર સામે લોકોનો રોષ !
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
લખનઉ ઘટનાના પડઘા સુરતમાં પડ્યા,ટ્યુશન ક્લાસથી હોસ્પિટલ સુધી સઘન ચેકિંગ
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સાપુતારામાં આહલાદક વાતાવરણ, પહાડો પર ધુમ્મસની ચાદર, જુઓ Video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
સચિવને 1 લાખનો દંડ! હાઇકોર્ટની લાલ આંખ, Watch video
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
ચૈતર વસાવાને ભરૂચ કોર્ટનું તેડું!
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
આજનું રાશિફળ: ખર્ચ વચ્ચે મળશે સારા સમાચાર, પ્રમોશન અને નફાના યોગ
g clip-path="url(#clip0_868_265)">