AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આને કહેવાય ખરૂ યુથ, નાની ઉંમરમાં શિક્ષણનાં પાયાની મજબૂતીમાં લાગ્યા, 51 બાળકીઓને પોકેટ મની બચાવીને ભણાવી રહ્યા છે

શિક્ષક કોઈપણ રૂપમાં હોઈ શકે આ વાતને સુરતના એક કોલેજીયન વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સાર્થક કરવામાં આવી છે. આ ગ્રુપ અનાથ બાળકીને પોકેટ મની બચાવીને તેમની શાળાની ફી ભરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ સમયસર તેમને જીવનજરૂરી વસ્તુઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપીને એક શિક્ષકની ફરજ પણ બજાવી રહ્યા છે. એક સાચો શિક્ષક ક્યારેય કોઈ સીમામાં […]

આને કહેવાય ખરૂ યુથ, નાની ઉંમરમાં શિક્ષણનાં પાયાની મજબૂતીમાં લાગ્યા, 51 બાળકીઓને પોકેટ મની બચાવીને ભણાવી રહ્યા છે
https://tv9gujarati.in/aane-kehvay-khar…hanavi-rahya-che/
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 19, 2020 | 12:36 PM
Share

શિક્ષક કોઈપણ રૂપમાં હોઈ શકે આ વાતને સુરતના એક કોલેજીયન વિદ્યાર્થીઓના ગ્રુપ દ્વારા સાર્થક કરવામાં આવી છે. આ ગ્રુપ અનાથ બાળકીને પોકેટ મની બચાવીને તેમની શાળાની ફી ભરી રહ્યા છે. એટલું જ નહીં તેઓ સમયસર તેમને જીવનજરૂરી વસ્તુઓ તેમજ જરૂરી માર્ગદર્શન આપીને એક શિક્ષકની ફરજ પણ બજાવી રહ્યા છે.

એક સાચો શિક્ષક ક્યારેય કોઈ સીમામાં બંધાઈ શકે નહીં એ વાતને રાંદેરના ફ્રેન્ડ્સ ગ્રુપ મોરાભાગળ ચેરીટેબલ ટ્રસ્ટએ સાકાર કરી છે. ગ્રુપમાં ૧૩ સભ્યો છે જેમાંથી ૧૧ સભ્યો માત્ર ૨૫ વર્ષથી ઓછી ઉંમર ધરાવે છે અને અન્ય બે સભ્યો ૪૦ વર્ષના છે. મહત્વની વાત એ છે કે ૨૫ વર્ષથી નાની વયના કોલેજીયન વિદ્યાર્થીઓ પોતાની પોકેટ મની બચાવે છે અને પિતા ન હોય અથવા બંને ન હોય તેવી બાળકીઓને શાળાની ફી ભરી રહ્યા છે.

એમ જોવા જઈએ તો તેઓ તેમના માતા-પિતાની પણ ગરજ સારી રહ્યા છે અને જીવન જરૂરી માર્ગદર્શન આપીને એક શિક્ષકની પણ ગરજ સારી રહ્યા છે. ગ્રુપના સભ્યો શાળાએ તેમજ બાળકીઓના રહેઠાણે જઈને ખાતરી કરે છે અને ત્યારબાદ જે તે શાળાની ફી તેઓ પોતે ભરે છે. દર વર્ષે આ ગ્રુપ ડાયરો કરે છે અને તેમાંથી થતી આવકને આજ બાળકીઓના  ભવિષ્ય માટે વાપરી રહ્યા છે.

૨૩ વર્ષીય જુહીલ લાડ ગ્રુપમાં સૌથી નાનો છે. તે તેની ઇચ્છાથી આ ગ્રુપમાં જોડાયો છે અને તેની પોકેટમની બચાવીને ફી ભરે છે. આ કામ તે આત્મસંતોષ મેળવવા માટે કરે છે. નર્સરીથી દસ ધોરણ સુધીની ફી તેઓ ભરે છે અને અત્યાર સુધી 51 હિન્દુ બાળકીઓની ફી તેઓએ ચૂકવી છે તેમજ તેમના ભવિષ્ય માટે જરૂરી માર્ગદર્શન પણ આપ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
g clip-path="url(#clip0_868_265)">