રાજકોટમાં કોરોનાના નવા સ્ટ્રેનની આશંકા, બ્રિટનથી પરત ફરેલા યુવકના ટેસ્ટ સેમ્પલ પૂના મોકલાયા

  • Tv9 Webdesk18
  • Published On - 13:06 PM, 2 Jan 2021
A young man from Britain was tested in Rajkot on suspicion of a new strain of corona
ફાઇલ ફોટો

રાજકોટમાં કોરોનાનાં નવા સ્ટ્રેનની આશંકા વ્યક્ત કરાઇ છે. બ્રિટનથી આવેલા એક યુવાન અને પરિવારના સભ્યોના આ અંગે ટેસ્ટ કરાયા છે. અને તેમના સેમ્પલ પૂનાની લેબોરેટરીમાં તપાસ અર્થે મોકલાયા છે. હાલ જયારે બ્રિટનમાં કોરોનાનાં નવા સ્ટ્રેનથી હાહાકાર મચ્યો છે. ત્યારે બ્રિટનથી પરત ફરેલા આ યુવાન અને પરિવારને હોમ કવોરન્ટાઇન કરાયા છે. ત્યારે પૂનાથી આવેલા સેમ્પલમાં શું ખુલાસા થાય છે તે જોવું રહ્યું.