ઉતર ગુજરાતના ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુમાં ફુકાયો તેજીનો પવન

ઉતર ગુજરાતના ઉનાવા માર્કેટયાર્ડમાં, ગત વર્ષે તમાકુના ( Tobacco ) ભાવ ૨૦ કિલોના ૧૨૦૦ રૂપિયા હતા. જયારે ચાલુ વર્ષે તમાકુના ભાવમાં તેજી હોવાથી તમાકુના ભાવ 20 કિલોના ૧૭૦૦ રૂપિયા બોલાઈ રહ્યા છે.

નાણાંકીય વર્ષ 2020-2021ના હિસાબોને અંતિમ રૂપ આપવાનું હોવાથી પાંચ દિવસ સુધી માર્કેટયાર્ડ બંધ રહ્યાં બાદ ખુલેલા ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની  Tobacco વિક્રમી આવક નોંધાઈ છે. ઉનાવા માર્કેટયાર્ડમાં એક જ દિવસમાં તમાકુની 80 હજાર બોરીની વેચાણ અર્થે આવક થવા પામી છે. આ વર્ષે તમાકુનુ સારુ વાવેતર કરવામાં આવ્યુ હતું, ચોમાસુ પણ સારુ રહેતા તમાકુનુ ઉત્પાદન પણ નોંધપાત્ર થયુ હતુ. તમાકુના સારા પાકના કારણે ચાલુ વર્ષે આવક વધુ હોવા છતાં તમાકુ બજારમાં તમાકુના ભાવમાં તેજીનો પવન ફૂંકાયો છે.

ઉત્તર ગુજરાતમાં તમાકુનુી લે વેચ માટે સૌથી મોટું બજાર ઊંઝા તાલુકાના ઉનાવામાં આવેલું છે. ઉનાવા માર્કેટયાર્ડમાં દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ તમાકુની આવક નોધપાત્ર વધી છે. તમાકુની આવક વધવાનું કારણ સારા વરસાદ બાદ ખેડૂતોએ કરેલા તમાકુનું મોટી માત્રા કરેલ વાવેતર માનવામાં આવી રહ્યું છે.

તમાકુનું મોટી માત્રામાં કરાયેલા વાવેતરને કારણે આ વર્ષે તમાકુના પાકનો સારો ઉતારો આવ્યો છે.  તમાકુના સારા પાકથી મહેસાણા જીલ્લામાં સૌથી મોટા તમાકુ માર્કેટયાર્ડ ઉનાવામાં તમાકુના ભાવા તેજીનો પવન ફૂંકાયો છે. માર્ચ આખરના હિસાબોના કારણે છેલ્લા પાંચ દિવસથી ઉનાવા માર્કેટયાર્ડમાં તમામ પ્રકારના વેપાર ધંધા બંધ હતા. પાંચ દિવસના મિની વેકેશન બાદ ઉનાવા માર્કેટયાર્ડ શરુ થતાની સાથે જ ૮૦,૦૦૦ તમાકુ બોરીની આવક નોધાઇ છે.

એક તરફ તમાકુ બજારમાં તમાકુની આવક વધી હોવા છતાં તમાકુ બજારમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. ગત વર્ષે તમાકુના ભાવ ૨૦ કિલોના ૧૨૦૦ રૂપિયા હતા. જયારે હાલમાં તમાકુમાં તેજી હોવાથી તમાકુના ભાવ રૂપિયા ૧૭૦૦ રૂપિયા નોધાયો છે. આમ, ગત વર્ષના તમાકુના ભાવમાં ચાલુ સાલે રૂપિયા ૫૦૦ નો માતબર વધારો નોધાતા તમાકુ બજારમાં તેજીનો પવન ફૂંકાયો છે.

 

Click on your DTH Provider to Add TV9 Gujarati