આઈસીયુમાં શોર્ટ સર્કિટને કારણે શ્રેય હોસ્પિટલમાં લાગી આગ, ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટના
શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગનું કારણ આઈસીયુમાં (ICU) શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડના કાચ તોડીને ઘુમાડો બહાર કાઢીને આગને કાબુમાં લેવાઈ હતી. બિલ્ડીગમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટના છે. શા માટે આ બાબતે ગંભીરતા ના લેવાઈ તેવા પ્રશ્નો તંત્ર સામે ઉઠાવાઈ રહ્યાં છે. ફાયર સેફ્ટીના જરૂરી સાધનો કે સવલતો ના […]

શ્રેય હોસ્પિટલમાં લાગેલી આગનું કારણ આઈસીયુમાં (ICU) શોર્ટ સર્કિટ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે. હોસ્પિટલના આઈસીયુ વોર્ડના કાચ તોડીને ઘુમાડો બહાર કાઢીને આગને કાબુમાં લેવાઈ હતી. બિલ્ડીગમાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટના છે. શા માટે આ બાબતે ગંભીરતા ના લેવાઈ તેવા પ્રશ્નો તંત્ર સામે ઉઠાવાઈ રહ્યાં છે. ફાયર સેફ્ટીના જરૂરી સાધનો કે સવલતો ના હોવા છતા શા માટે શ્રેય હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં તબદીલ કરાઈ તે સૌથી મોટો સવાલ છે.

મધ્યરાત્રીના 3 વાગે લાગેલી આગને કાબુમાં લેવા ફરજના ભાગરૂપે પહોચેલા ફાયરબ્રિગેડના 35થી 40 જેટલા કર્મચારીઓને કોવીડનું સંક્રમણ લાગવાનો ભય ઊભો થયો છે. જો કોઈ કર્મચારી કોરોના સંક્રમીત થાય તો જવાબદાર કોણ એ પણ મોટો સવાલ છે. આ મામલે કોઈને જવાબદાર ઠેરવીને તેમના પર દોષનો ટોપલો નાખી દેવાશે. તેમની સામે કાયદેસરના પગલા પણ લેવાશે, પરંતુ જે લોકો મૃત્યુ પામ્યા તેમના પરિવારજનોનું શુ ? સરકારી તંત્ર માટે કહેવાય છે કે આગ લાગે ત્યારે જ કુવો ખોદે છે. હવે સમગ્ર રાજ્યમાં ઠેર ઠેર ફાયર સેફ્ટીના મુદ્દે તપાસ કરવાનો દેખાડો કરાશે. શા માટે પહેલાથી જ ફાયર સેફ્ટી અંગે કોઈ ચોકસાઈ ના દાખવવામાં આવી. શ્રેય હોસ્પિટલના ભોયરામાં પણ કેન્ટીન ચાલે છે તે પણ નિયમોને કોરાણે મુકીને ચલાવવામાં આવતી હોવાનું કહેવાય છે. આવી જ બેદરકારી માટે હોસ્પિટલના સંચાલક જેટલા જવાબદાર છે એટલા જ જવાબદાર ફાયર સેફ્ટીની સુવિધાની ચકાસણી કર્યા વિના જ કોવિડ હોસ્પિટલ તરીકે જાહેર કરનારાની પણ હોવી જોઈએ. એક સમયે માત્ર વધુને વધુ કોવિડના દર્દીઓ માટે બેડની વ્યવસ્થા કરવામાં લાગેલા તંત્રે ગંભીર બેદરકારી દાખવી હોવાનો આ ઉતમ નમુનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
