Breaking News : સુરતમાંથી ઝડપાયુ રુપિયા 21 લાખથી વધુના વિદેશી દારૂ ભરેલું કન્ટેનર, ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે ત્રણ લોકોની કરી ધરપકડ
ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યુ હતુ.

સુરતના ઓલપાડના કરમલા ગામની સીમમાંથી દારુનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે. ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે બાતમીના આધારે દરોડા પાડ્યા હતા. ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ઝડપી પાડ્યુ હતુ. આ કન્ટેનરમાંથી રૂપિયા 21 લાખથી વધુનો વિદેશી દારૂ ઝડપાયો હતો. હાલ કન્ટેનરના ડ્રાઇવર સહિત ૩ની ધરપકડ કરવામાં આવી છે. તો 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવી છે.
સુરત શહેરમાં વિદેશી દારૂ ઘુસાડવા માટે બુટલેગરો એક-બે કે 100 જેટલી બોટલ નહીં પણ આખે આખુ ટેન્કર જ ઉપયોગ કરી રહ્યા હતા. જોકે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમની આ અંગેની માહિતી પહેલેથી જ મળી ગઇ હતી. ત્યારે બાતમીના આધારે ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે સુરતના ઓલપાડના કરમલા ગામમાં દરોડા પાડ્યા હતા. આ સ્થળ પર પહોંચતા ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમ ચોંકી ઉઠી હતી. કારણકે આ સ્થળેથી વિદેશી દારુ ભરેલી આખે આખુ ટેન્કર ઝડપાયુ હતુ.
મળતી માહિતી પ્રમાણે આ ટેન્કરમાં રુપિયા 21 લાખથી પણ વધુનો વિદેશી દારુ ભરેલો જથ્થો હતો. ગાંધીનગર સ્ટેટ વિજીલન્સની ટીમે આ રેડ દરમિયાન કન્ટેનરના ડ્રાઇવર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો અન્ય કેટલાક લોકો ફરાર થઇ ગયા હતા. ત્યારે 5 લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..