AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગાંધીનગરમાં પ્લોટિંગ સ્કીમના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ

ગાંધીનગરમાં પ્લોટિંગ સ્કીમના નામે એક મોટુ કૌભાંડ સામે આવ્યું છે જેમાં 9 હજાર જેટલા સભાસદો સાથે ઠગાઇ કરવામાં આવી છે. આ કૌભાંડના આંકડાની વાત કરીએ તો તે 120 કરોડ રૂપિયા છે. ગાંધીનગરના પેથાપુર પોલીસે લોકોની ફરિયાદની સામે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે. અશોક પટેલ અને પ્રવીણ પાંસરિયાને પોલીસે ઝડપી પાડ્યા […]

ગાંધીનગરમાં પ્લોટિંગ સ્કીમના નામે કરોડો રૂપિયાનું કૌભાંડ
Bhavesh Bhatti
| Edited By: | Updated on: May 19, 2019 | 2:49 PM
Share

ગાંધીનગરમાં પ્લોટિંગ સ્કીમના નામે એક મોટુ કૌભાંડ સામે આવ્યું છે જેમાં 9 હજાર જેટલા સભાસદો સાથે ઠગાઇ કરવામાં આવી છે. આ કૌભાંડના આંકડાની વાત કરીએ તો તે 120 કરોડ રૂપિયા છે.

ગાંધીનગરના પેથાપુર પોલીસે લોકોની ફરિયાદની સામે પાંચ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી બે શખ્સોની ધરપકડ કરી છે. અશોક પટેલ અને પ્રવીણ પાંસરિયાને પોલીસે ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં કુલ પાંચે શખ્સોએ ટાઉનશીપ ઉભી કરવાના નામે 9 હજાર સભાસદો બનાવી તેમની પાસેથી 120 કરોડ રૂપિયા ઉઘરાવ્યા હતા.

પુન્દ્રાસણ તથા કોલવડા ગામની સીમમાં જમીનો ખરીદી પ્લોટિંગના નામે રૂપિયા પડાવ્યા હતા. આ સમગ્ર મામલે હવે કેટલા લોકો પોતે આ કૌભાંડમાં ફસાયા છે અને તેમાંથી કેટલા લોકો સામે આવી ફરિયાદ કરે છે તે જોવાનું રહેશે.

આ પણ વાંચો: રોકાણકારો પર કેવી રીતે થશે એગ્ઝિટ પોલના પરિણામોની અસર ?

g clip-path="url(#clip0_868_265)">