Breaking News : સુરેન્દ્રનગરના લીંબડી-રાજકોટ હાઇવે પર અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં 4 વ્યક્તિના મોત
ભયંકર અકસ્માતને કારણે મૃતદેહો ગાડીમાં ફસાઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે.
સુરેન્દ્રનગરમાં લીંબડી-રાજકોટ હાઇવે પર ગંભીર અકસ્માત થયો છે. ટ્રક અને કાર વચ્ચે ટક્કર થતા 4 વ્યક્તિના ઘટના સ્થળ પર જ મોત થઇ ગયા છે. આયા ગામના પાટિયા પાસે ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો. ભયંકર અકસ્માતને કારણે મૃતદેહો ગાડીમાં ફસાઇ ગયા હોવાની માહિતી સામે આવી છે. અકસ્માતને કારણે હાઇવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.
Four died in fatal accident between car and truck near Limbdi- #Rajkot highway#Gujarat #TV9News pic.twitter.com/tr77xTKF0i
— Tv9 Gujarati (@tv9gujarati) February 7, 2023
આજે વહેલી સવારે સુરેન્દ્રનગરમાં ધુમ્મસભર્યુ વાતાવરણ હતુ. જેના કારણે લીંબડી-રાજકોટ હાઇવે પર એક ટ્રકની પાછળ ઇકો કાર ઘુસી ગઇ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે જ ચાર લોકોના મોત થયા છે. અકસ્માત એટલો બધો ગંભીર હતો કે જે ચાર લોકોના મોત થયા હતા તે ચારેયના મૃતદેહ ગાડીમાં જ ફસાયેલા રહ્યા હતા. જે પછી ક્રેનની મદદથી મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યુ છે કે આ પરિવાર મોડાસા પાસેના ઓલ્વા ગામના રહેવાસી હતો. આ પરિવાર ઠાકોર સમાજનો હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. પરિવારના એક સભ્યનું વાલ્વનું ઓપરેશન કરાવેલુ હતુ અને તેઓ દવા લેવા મોડાસા જતા હતા. જે દરમિયાન અકસ્માત સર્જાયો હતો. અત્યારે તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યુ છે.
(વિથ ઇનપુટ-સાજીદ બેલીમ, સુરેન્દ્રનગર)