અમદાવાદ: હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કમિટીની તપાસ, જમાલપુરની શિફા હોસ્પિટલમાં કરી તપાસ

અમદાવાદ: હોસ્પિટલોમાં ફાયર સેફ્ટી ઓડિટ કમિટીની તપાસ, જમાલપુરની શિફા હોસ્પિટલમાં કરી તપાસ

અમદાવાદના જમાલપુરની શિફા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ઓડિટ કમિટીએ તપાસ કરી. આ કમિટીએ 10 દિવસમાં 75 હોસ્પિટલનું ઈન્સપેક્શન કર્યું છે, જેમાં 20 ટકા હોસ્પિટલમાં ક્ષતિ મળી આવી છે. શિફા હોસ્પિટલ કોમર્શિયલ બિલ્ડિંગમાં હોવાથી દુકાનો અને બેંક સાથે છે. આ બિલ્ડિંગમાં એક લિફ્ટ હોવાથી લોકોની આવન-જાવનથી સંક્રમણ વધવાનો ખતરો છે. આ ઉપરાંત ખુલ્લા ઈલેક્ટ્રીક વાયરોથી શોટ સર્કિટની […]

Bhavesh Bhatti

|

Dec 17, 2020 | 8:49 PM

અમદાવાદના જમાલપુરની શિફા હોસ્પિટલમાં ફાયર સેફ્ટી ઓડિટ કમિટીએ તપાસ કરી. આ કમિટીએ 10 દિવસમાં 75 હોસ્પિટલનું ઈન્સપેક્શન કર્યું છે, જેમાં 20 ટકા હોસ્પિટલમાં ક્ષતિ મળી આવી છે. શિફા હોસ્પિટલ કોમર્શિયલ બિલ્ડિંગમાં હોવાથી દુકાનો અને બેંક સાથે છે. આ બિલ્ડિંગમાં એક લિફ્ટ હોવાથી લોકોની આવન-જાવનથી સંક્રમણ વધવાનો ખતરો છે. આ ઉપરાંત ખુલ્લા ઈલેક્ટ્રીક વાયરોથી શોટ સર્કિટની ભીતિ વ્યક્ત કરાઈ છે, તો બેઝમેન્ટમાં રહેલી ફાયર સેફ્ટીની પણ ચકાસણી કરવામાં આવી. અમદાવાદમાં હવે 10 જેટલી હોસ્પિટલનું જ ઈન્સપેક્શન બાકી છે. આ ફાયર સેફ્ટી કમિટીએ વીડિયો કોલિંગ મારફતે કોવિડના ICU વોર્ડનું પણ નીરિક્ષણ કર્યું હતું. આ કમિટી તમામ હોસ્પિટલની મુલાકાત બાદ એક અહેવાલ તૈયાર કરશે.

આ પણ વાંચો: પોપ્યુલર બિલ્ડર કેસના આરોપી રમણ અને દશરથ પટેલ વચ્ચે કોર્ટ પ્રાંગણમાં થઈ મારામારી

 

 

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati