સ્ટેટ શોટગન શૂટીગ ચેમ્પિયનશીપમાં ઝળક્યો 12 વર્ષનો માનવરાજ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ નામે કર્યા

હવે આ જુનિયર શૂટર ઓક્ટોબરમાં પંજાબના પટિયાલા ખાતે આયોજિત થનારી પ્રી-નેશનલ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે.

સ્ટેટ શોટગન શૂટીગ ચેમ્પિયનશીપમાં ઝળક્યો 12 વર્ષનો માનવરાજ, ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ નામે કર્યા
Manavraj Chudasama
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 10, 2021 | 9:23 AM

ભરૂચ જિલ્લા પોલીસવડા SP રાજેન્દ્રસિંહ ચુડાસમાના 12 વર્ષીય પુત્ર માનવરાજસિંહે 40 મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પિયનશિપમાં વિવિધ કેટેગરીમાં ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ઓક્ટોબરમાં  પટિયાલામાં આયોજિત જુનિયર શૂટર પ્રિ-નેશનલ શોટગન શૂટિંગમાં ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.

ગાંધીનગરના વલાદ ખાતે તાજેતરમાં ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્સ એકેડેમીમાં 40મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપ યોજાઈ હતી. જેમાં ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચૂડાસમાના સુપુત્ર માનવરાજસિંહે ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધમાં જુનિયર ટીમ કેટેગરીમાં ગોલ્ડ મેડલ, ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત જુનિયર કેટેગરીમાં સિલ્વર મેડલ અને ડબલ ટ્રેપ શોટગન શૂટિંગ સ્પર્ધાની વ્યકિતગત સિનિયર કેટેગરીમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.

માનવરાજ ચુડાસમા જુનિયર શૂટર ગુજરાત તરફથી પ્રિ નેશનલ કક્ષાએ રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે હવે આ જુનિયર શૂટર ઓક્ટોબરમાં પંજાબના પટિયાલા ખાતે આયોજિત થનારી પ્રી-નેશનલ શોટગન શૂટિંગ સ્પર્ધામાં ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. ભરૂચ SP ના પુત્ર જુનિયર શૂટર માનવરાજસિંહ આવનાર સમયમાં ગુજરાત રાજ્ય વતી પ્રિ નેશનલ અને ત્યાર બાદ ક્વાલિફાઈ થયેથી નેશનલ કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

ક્રાઉન શૂટિંગ સ્પોર્ટ્સ એકેડેમી, વલાદ ખાતે રમાયેલી 40મી ગુજરાત સ્ટેટ શોટગન શૂટિંગ ચેમ્પયનશિપમાં સિનિયર પુરુષ તથા મહિલા તેમજ જુનિયર પુરુષ અને કેટેગરીમાં સિંગલટ્રેપ , ડબલ ટ્રેપ અને સ્કીટ શોટગન શૂટિંગ સ્પર્ધમાં 150 થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં માનવરાજ ચુડાસમા 12 વર્ષ અને 9 મહિના સૌથી નાની ઉંમર લના યંગેસ્ટ શૂટર હતા.

ઉલ્લેખનીય છે કે, ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચૂડાસમાના ધર્મપત્નિ વંદનાબાએ પણ પતિના માર્ગદર્શન તેમજ જાત મહેનત અને મજબુત મનોબળ હેઠળ 2 વર્ષમાં જ જિલ્લા સ્તરેથી લઈ રાષ્ટ્રીય કક્ષા સુધી શૂટીંગ સ્પર્ધામાં 24 ગોલ્ડ , સિલ્વર તેમજ બોન્ઝ મેડલ મેળવી મહિલા શકિતને ઉજાગર કરવા સાથે જિલ્લાનું નામ રાષ્ટ્રીય સ્તરે ઝળકાવ્યુ છે.

Bharuch SP Rajendrasinh Chudasama With Wife Vandanaba and son Manavraj

DSP રાજેન્દ્રસિંહ ચુડાસમાના ધર્મપત્ની વંદનાબા પણ 2 વર્ષમાં સ્ટેટ અને નેશનલ લેવલે શૂટિંગમાં 24 મેડલ મેળવી ચુક્યા છે જિલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ વંદનાબા ચૂડાસમાએ બે વર્ષથી રાયફલ શૂટીગમા સ્વમહેનત અને મજબુત મનોબળ સાથે અનેક સિધ્ધિઓ સર કરી છે . શોર્ટગન , એરપીસ્તલ , સ્પોર્ટસપીસ્તલ ( 22 કેલીબર ) શૂટરમાં વંદનાબા ચૂડાસમાએ જિલ્લાથી રાષ્ટ્રીય સ્તરની વિવિધ સ્પર્ધાઓમાં પોતાનો ડંકો વગાડયો છે . વિવિધ ઈવેન્ટસમાં ડીસ્ટ્રીકટ , સ્ટેટ અને નેશનલ લેવલ તેમજ ખેલ મહાકુંભમાં તેઓ એ 2 વર્ષની પ્રેક્ટિસમાં જ મેડલો હાંસલ કર્યા છે.

આ પણ વાંચો :  Bharuch : પાનોલી સ્થિત Jal Aqua International કંપનીમાં લાગી ભીષણ આગ , કરોડોના નુકશાનનો અંદાજ

આ પણ વાંચો : BHARUCH : મહિલા રેલવે ટ્રેક ક્રોસ કરી રહી હતી અને અચાનક આવી ટ્રેન, પછી શુ થયુ ? જુઓ દિલધડક વિડીયો

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">