ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત

ગુજરાતમાં આજે કોરોનાના નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. આજે રાજયમાં કોરોનાના નવા કુલ 11, 176 કેસો સામે આવ્યા છે. આ સાથે કોરોનામાં મૃત્યઆંક 5 નોંધાયા છે.

ગુજરાતમાં કોરોનાના રેકોર્ડ બ્રેક 11 હજાર 176 કેસ નોંધાયા, 5ના મોત
11 thousand 176 new cases of corona were reported in Gujarat, 5 deaths
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 13, 2022 | 8:37 PM

ગુજરાતમાં (Gujarat) આજે (13-01-2022) કોરોનાના (corona) નવા રેકોર્ડ બ્રેક કેસ નોંધાયા છે. આજે રાજયમાં કોરોનાના નવા કુલ 11, 176 કેસો સામે આવ્યા છે. આ સાથે કોરોનામાં મૃત્યુઆંક (Death) 5 નોંધાયા છે.

ગુજરાતમાં સતત કોરોનાના કેસનો રાફડો ફાટી રહ્યો છે. અને કોરોના કેસનો આંકડો 11 હજારને પાર પહોંચી ગયો છે. પાછલા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના 11,176 નવા કેસ નોંધાયા. તો કોરોનાના કારણે પાંચ દર્દીઓનાં મોત થયા છે. તેમજ 4285 દર્દી ડિસ્ચાર્જ થયા છે. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 3663 કેસ. તો સુરત કોર્પોરેશનમાં 2690 કેસ નોંધાયા છે. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં 950 કેસ. રાજકોટ કોર્પોરેશનમાં 440 કેસો નોંધાયા છે. ગાંધીનગરમાં એક જ દિવસમાં 319 કેસ સામે આવ્યા.

રાજ્યના અન્ય શહેરોની વાત કરીએ તો વલસાડમાં 337, ભરૂચમાં 308, સુરત ગ્રામ્યમાં 243, ભાવનગરમાં 198, જામનગરમાં 170, નવસારીમાં 155 કેસ નોંધાયા. ઉપરાંત ગાંધીગર ગ્રામ્યમાં 134, રાજકોટ ગ્રામ્યમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103, ખેડામાં 101, વડોદરા ગ્રામ્યમાં 97 દર્દીઓ મળ્યા. બીજી તરફ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા વધીને 50,612 પર પહોંચી છે. જે પૈકી 50,548 દર્દી સ્ટેબલ અને 64 દર્દી વેન્ટિલેટર પર સારવાર હેઠળ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 8.36 લાખથી વધુ લોકો કોરોના મુક્ત થયા છે. અને રાજ્યમાં મોતનો આંક વધીને 10,142 પર પહોંચી ગયો છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ રોજ નવા રેકોર્ડ બનાવી લોકો અને તંત્રની ચિંતા વધારી રહ્યો છે. અમદાવાદ શહેરમાં 3 હજાર 673 નવા કેસ નોંધાયા. અને કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું છે. જ્યારે 1818 દર્દીઓને સારવાર બાદ રજા આપવામાં આવી. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો 81 નવા કેસ સામે આવ્યા. જ્યારે 31 કોરોના દર્દી સારવાર બાદ સ્વસ્થ પણ થયા.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

સુરત શહેર અને જિલ્લામાં પણ કોરોનાનો ગ્રાફ ચિંતાજનક રીતે વધી રહ્યો છે. સુરત શહેરમાં 2690 નવા કેસ સામે આવ્યા. અને 1 દર્દીનું મોત થયું છે. જ્યારે 910 દર્દીઓને સારવાર બાદ સ્વસ્થ થયા. સુરત જિલ્લામાં 243 નવા કેસ સામે આવ્યા. જ્યારે 102 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે.

વડોદરામાં આજે 1,047 પોઝિટિવ કેસ નોંધાયા, બનાસકાંઠામાં નવા 75 પોઝીટીવ કેસ નોંધાયા, સૌથી વધુ પાલનપુરમાં 37 પોઝિટિવ કેસ નોંધાયા, નર્મદા જિલ્લામાં આજે 19 પોઝિટિવ કેસ નોંધાયા, સાબરકાંઠા આજે કોરોનાના 51 પોઝિટિવ કેસ નોંધાયા, હિંમતનગરમાં 32 અને ઇડરમાં 13 નવા કેસ નોંધાયા, મહીસાગર જિલ્લામાં નવા 28 પોઝિટિવ કેસ નોંધાયા, દાહોદ જિલ્લામાં નવા 39 પોઝિટિવ કેસ નોંધાયા છે.

આ પણ વાંચો : ગૃહરાજય પ્રધાન હર્ષ સંઘવી કોરોના સંક્રમિત

આ પણ વાંચો : Surat : ત્રીજી લહેરમાં માત્ર 13 દિવસમાં જ કોરોનાના કેસ 150થી 2500 સુધી પહોંચ્યા, આજ બપોર સુધી 980 કેસ નોંધાયા

Latest News Updates

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
સુરતમાં ભર ઉનાળે વરસાદ વરસ્યો
g clip-path="url(#clip0_868_265)">