Digital Gold તેની ચમક ગુમાવી રહ્યું છે ? વાર્ષિક વેચાણમાં ઘટાડાના મળી રહ્યા છે સંકેત
રિપોર્ટ અનુસાર ડિજિટલ ગોલ્ડ પ્લેયર્સ હવે તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ત્રીજા અને ચોથા ટાયરના શહેરોમાં જ્વેલર્સ, ફિનટેક કંપનીઓ અને મની રેમિટન્સ કંપનીઓ સાથે જોડાણ કરવા વિચારી રહ્યા છે જે અંદાજે 4,000 કરોડ રૂપિયાનો છે.
સ્ટોક બ્રોકર્સ(Stock Broker)પાસેથી ડિજિટલ ગોલ્ડ(Digital Gold) ખરીદવા પર મેર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI) દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે નાણાકીય વર્ષ 22 માં ડિજિટલ ગોલ્ડના વેચાણમાં 5% નો ઘટાડો જોવા મળી શકે છે. આ અંકુશ 10 સપ્ટેમ્બરથી અમલમાં છે. સ્ટોક બ્રોકર ડિજિટલ ગોલ્ડ બિઝનેસમાં લગભગ 8-9% હિસ્સો ધરાવે છે અને નાણાકીય વર્ષ 22 માં ડિજિટલ ગોલ્ડ બિઝનેસ 5% ઘટે તેવી શક્યતા છે તેમ એક મીડિયાએ સેફગોલ્ડના મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ માથુરના નિવેદન સાથે ટાંક્યું હતું. સેફગોલ્ડ બજારમાં ત્રણ ડિજિટલ ગોલ્ડ પ્લેયર્સ પૈકી એક છે. MMTC PAMP અને Augmont અન્ય બે છે.
ટાયર III, IV શહેરોમાં વિસ્તરણ કરવાની યોજના છે રિપોર્ટ અનુસાર ડિજિટલ ગોલ્ડ પ્લેયર્સ હવે તેમના વ્યવસાયને વિસ્તૃત કરવા માટે ત્રીજા અને ચોથા ટાયરના શહેરોમાં જ્વેલર્સ, ફિનટેક કંપનીઓ અને મની રેમિટન્સ કંપનીઓ સાથે જોડાણ કરવા વિચારી રહ્યા છે જે અંદાજે 4,000 કરોડ રૂપિયાનો છે.
દરમિયાન ઘણા જ્વેલર્સે ફેસ્ટિવલ સીઝન પહેલા પોતાની ડિજિટલ ગોલ્ડ સ્કીમ શરૂ કરી છે. કોવિડ -19 ની બીજી લહેર બાદ ડિજિટલ ગોલ્ડ ગ્રાહકોમાં આકર્ષણ મેળવી રહ્યું છે. સેફગોલ્ડે આ તહેવારોની સિઝનમાં ડિજિટલ ગોલ્ડ વેચવા માટે Tanishq અને Caratlane સાથે હાથ મિલાવ્યા છે. માથુરે વધુમાં કહ્યું કે તેઓએ 200 નાના જ્વેલર્સ, ફિનટેક કંપનીઓ, મની રેમિટન્સ કંપનીઓ સાથે ટાયર 2 અને ટાયર 3 શહેરોમાં તેમની ડિજિટલ ગોલ્ડ પ્રોડક્ટ્સ માટે જોડાણ કર્યું છે.
ડિજિટલ ગોલ્ડ અંગે અનુમાન ઓગમોન્ટ ગોલ્ડટેકના રિસર્ચ હેડ રેનિશા કે ચૈનાનીએ જણાવ્યું હતું કે માર્કેટ રેગ્યુલેટર કોઈ નવા પ્રતિબંધ સાથે આવ્યા નથી. સંબંધિત નિયમને ટાંકીને તેમણે કહ્યું કે તે હાલના નિયમોનું પુનરાવર્તન છે તે એક વૃદ્ધિ દેખાડતી પ્રોડક્ટ છે તેમ ” તેમણે રિપોર્ટમાં જણાવ્યું હતું.
NSE એ સ્ટોક બ્રોકરો દ્વારા DIGITAL GOLD ના થતા વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો છે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) એ તેના સભ્યોને 10 સપ્ટેમ્બરથી તેના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડનું વેચાણ બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ સૂચના સ્ટોક બ્રોકરને પણ આપવામાં આવી છે. NSE એ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર SEBI ના નિવેદન બાદ આ સૂચના આપી છે. સેબીએ કહ્યું છે કે કેટલાક સભ્યો તેમના ગ્રાહકોને ડિજિટલ ગોલ્ડ ખરીદવા અને વેચવા માટે પ્લેટફોર્મ આપી રહ્યા છે જ્યારે તે નિયમોની વિરુદ્ધ છે.
સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) એ 3 ઓગસ્ટના રોજ એક પત્ર જારી કર્યો હતો. પત્રમાં કહેવામાં આવ્યું હતું કે શેરબ્રોકરના પ્લેટફોર્મ પર ડિજિટલ ગોલ્ડની ખરીદી અને વેચાણ સિક્યોરિટીઝ કોન્ટ્રાક્ટ્સ (રેગ્યુલેશન્સ) રૂલ્સ, 1957 (SCRR) ની વિરુદ્ધ છે. સ્ટોક સાથે સંકળાયેલા સભ્યોને આવી પ્રવૃત્તિઓ ટાળવા સૂચના આપવામાં આવી હતી. SCRR નો નિયમ આવી કોઈપણ પ્રવૃત્તિમાં સામેલ થવાની મનાઈ કરે છે. તે સ્ટોકના કોઈપણ કર્મચારી માટે પણ પ્રતિબંધિત છે.
આ પણ વાંચો : જો તમારો CIBIL SCORE 700 થી વધુ છે તો LIC હોમ લોનમાં આપશે મોટી રાહત, આ રીતે જાણો તમારી સ્થિતિ
આ પણ વાંચો : NSE એ સ્ટોક બ્રોકરો દ્વારા DIGITAL GOLD ના થતા વેચાણ ઉપર પ્રતિબંધ લગાવાયો , જાણો શું કરાયો આદેશ