Gold Price Today : દિવાળી પહેલા સોનાનો ચળકાટ વધ્યો, જાણો અમદાવાદમાં 1 તોલા સોનાનો શું છે ભાવ?

ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) ને સપ્ટેમ્બરમાં 446 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને દેશમાં મજબૂત માંગને કારણે રોકાણનો આ પ્રવાહ ચાલુ રહેવાની ધારણા છે.

Gold Price Today : દિવાળી પહેલા સોનાનો ચળકાટ વધ્યો, જાણો અમદાવાદમાં 1 તોલા સોનાનો શું છે ભાવ?
Symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 11:31 AM

તહેવારોની સિઝનમાં સોનું ચમકવા લાગ્યું છે. સકારાત્મક વૈશ્વિક સંકેતોએ ગુરુવારે સોનાના ભાવમાં વધારો કર્યો છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બર વાયદાના સોનાના ભાવ ગુરુવારે 47,580.00 પ્રતિ 10 ગ્રામ સુધી ઉપલા સ્તરે દેખાયા હતા. દરમિયાન ડિસેમ્બરમાં ડિલિવરી માટે ચાંદી 137 રૂપિયા પ્રતિ કિલો વધી હતી. વૈશ્વિક સ્તરે પીળી ધાતુના ભાવમાં વધારો થયો છે.

સ્પોટ ગોલ્ડ 0.2 ટકા વધીને 1,784.96 ડોલર પ્રતિ ઔંસ થયું હતું. યુએસ ગોલ્ડ વાયદો થોડો ઘટીને 1,784.60 ડોલર પર બંધ થયો છે. વૈશ્વિક શેરબજારોમાં ઉછાળાની અસર સોનાના ભાવ પર પડી હતી. ક્રિપ્ટોકરન્સી બિટકોઇનમાં ઉછાળાએ ચાંદીની તુલનામાં સોનાની કામગીરીને નબળી બનાવી છે.

સોનામાં તેજીનું કારણ HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો થયો હોવા છતાં નબળા ડોલરે સોનાના ભાવમાં વધારો કર્યો છે. મોંઘવારીની ચિંતા અને ચીનની એવરગ્રાન્ડ દેવાની કટોકટી અંગે નવી ચિંતાએ સોનાના ભાવને ઉપર ધકેલી દીધા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

સતત બીજા મહિને ગોલ્ડ ઇટીએફમાં રોકાણ વધ્યું ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ETFs) ને સપ્ટેમ્બરમાં 446 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું છે. તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને દેશમાં મજબૂત માંગને કારણે રોકાણનો આ પ્રવાહ ચાલુ રહેવાની ધારણા છે. જેના કારણે ગયા મહિને ગોલ્ડ ઇટીએફમાં રૂ 24 કરોડનું ચોખ્ખું રોકાણ થયું હતું. એસોસિયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (AMFI) ના ડેટા મુજબ, રોકાણકારોએ જુલાઈમાં ગોલ્ડ ઈટીએફમાંથી ચોખ્ખા 61.5 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા.

ગોલ્ડ ઇટીએફ કેટેગરીમાં અત્યાર સુધીમાં રૂ 3,515 કરોડનું રોકાણ પ્રાપ્ત થયું છે. જુલાઈ એકમાત્ર મહિનો છે જ્યારે ઉપાડ કરવામાં આવ્યો છે. તાજા પ્રવાહથી આ કેટેગરીમાં ફોલિયોની સંખ્યા 14 ટકા વધીને સપ્ટેમ્બરમાં 24.6 લાખ થઈ છે જે ઓગસ્ટમાં 21.46 લાખ હતી. આ વર્ષે અત્યાર સુધી ફોલિયોની સંખ્યામાં 56 ટકાનો વધારો થયો છે. બજારના નિષ્ણાતોનું કહેવું છે કે તહેવારોની સીઝન પહેલા પીળી ધાતુની કિંમતોમાં કરેક્શનથી ગોલ્ડ ઇટીએફમાં રોકાણનો પ્રવાહ વધ્યો છે.

એક નજર આજના સોનાના ભાવ ઉપર

MCX GOLD    47500.00 +1.00 (0.00%) –  11:00 વાગે

ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999         49058 RAJKOT 999                   49077 (સોર્સ : આરવ બુલિયન)

દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI                 48920 MUMBAI                  47480 DELHI                      50850 KOLKATA                49600 (સોર્સ : ગુડરિટર્ન્સ)

દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE           48600 HYDRABAD          48600 PUNE                      48880 JAYPUR                 48630 PATNA                  48880 NAGPUR               47480 (સોર્સ : ગુડરિટર્ન્સ)

વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI               43681 AMERICA        42970 AUSTRALIA     42779 CHINA               42948 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)

આ પણ વાંચો :  Stock Update : શેરબજારના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? જાણો અહેવાલ દ્વારા

આ પણ વાંચો : Gita Gopinath એ IMF ને અલવિદા કહ્યું, જાણો ભારતીય મહિલાની IMF ની ચીફ ઇકોનોમિસ્ટ સુધીની સફર વિશે વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">