Stock Update : શેરબજારના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? જાણો અહેવાલ દ્વારા

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, ઑટો, મેટલ અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો છે.

Stock Update : શેરબજારના પ્રારંભિક કારોબારમાં ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો? જાણો અહેવાલ  દ્વારા
symbolic Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 21, 2021 | 9:52 AM

એશિયન બજારોમાં તેજી વચ્ચે ભારતીય શેરબજારમાં આજે તેજી સાથે વેપાર શરૂ થયો હતો. પ્રારંભિક વેપારમાં સેન્સેક્સ અને નિફ્ટી આજે રિકવરીના સંકેતો દર્શાવે છે. સેન્સેક્સ 61500 ને પાર કરી ગયો છે અને નિફ્ટી 18300 કરતા ઉપર છે. આજે બેન્કિંગ શેરોમાં ખરીદીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને IRCTC એ પણ તેજી પકડી છે.

અગાઉના સત્રમાં રિલાયન્સ ઉપરાંત મેટલ અને આઇટી શેરો જેવા હેવીવેઇટ શેરોમાં નપ્રોફિટ બુકીંગથી બજાર પર દબાણ સર્જાયું હતું જેના કારણે બેન્ચમાર્ક ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ થયો હતો. ટ્રેડિંગ સેશન દરમિયાન ફોકસ રિલાયન્સ, વોડાફોન આઈડિયા, એરટેલ, આઈઆરસીટીસી, એલઆઈસી હાઉસિંગ ફાઈનાન્સ, ઈન્ડિયા માર્ટ, ટ્રાઈડન્ટ અને ટાટા મોટર્સ પર રહ્યું છે. આજે ગુરુવારે, અઠવાડિયાના ચોથા દિવસે, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. બે દિવસ બાદ ગઈકાલે ભાવ વધ્યા હતા અને હવે સતત બીજા દિવસે તેલ કંપનીઓએ કિંમત વધારી છે.

સ્મૉલકેપ શેરોમાં અને મિડકેપ શેરોમાં ખરીદારીનું વલણ જોવા મળી રહ્યુ છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 0.50 ટકાની મજબૂતી સાથે દેખાઈ રહી છે જ્યારે બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 0.71 ટકા વધીને કારોબાર થઈ રહ્યો છે. બેન્ક નિફ્ટી 0.54 ટકા વધારાની સાથે 39,729.90 ના સ્તર પર કારોબાર કરી રહ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

ઑટો, એફએમસીજી, આઈટી, ફાઈનાન્શિયલ સર્વિસ, પ્રાઈવેટ બેન્ક, ફાર્મા, પીએસયુ બેન્ક, રિયલ્ટી, હેલ્થકેર, ઑટો, મેટલ અને ઑયલ એન્ડ ગેસ સેક્ટરના શેર્સમાં વધારાની સ્થિતિ જોવા મળી રહી છે જ્યારે કંઝ્યુમર ડ્યુરેબલ્સ શેરોમાં ઘટાડો દેખાયો છે.

પ્રારંભિક કારોબારમાં શેરબજારની તેજી વચ્ચે ક્યાં શેરમાં વધારો અને ક્યાં શેરમાં ઘટાડો નોંધાયો એ ઉપર કરીએ એક નજર

લાર્જકેપ વધારો : ઓએનજીસી, આઈઓસી, ટાટા મોટર્સ, સન ફાર્મા, પાવર ગ્રિડ, બીપીસીએલ અને હિંડાલ્કો ઘટાડો : ટેક મહિન્દ્રા, ટીસીએસ, ભારતી એરટેલ, બ્રિટાનિયા, ટાઈટન, અદાણી પોર્ટ્સ, બજાજ ઑટો અને હિરોમોટોકૉર્પ

મિડકેપ વધારો : આઈઆરસીટીસી, અદાણી પાવર, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, યુનિયન બેન્ક અને ભારત ફોર્જ ઘટાડો : એલએન્ડટી ફાઈનાન્સ, વોલ્ટાસ, જુબિલન્ટ ફૂડ્ઝ, સુપ્રિમ ઈન્ડસ્ટ્રીઝ અને ઑયલ ઈન્ડિયા

સ્મોલકેપ વધારો : આઈઆરબી ઈન્ફ્રા, શૉપર્સ સ્ટૉપ, આઈએસએલ, ટિપ્સ ઈન્ડસ્ટ્રીઝ અને ડીબી રિયલ્ટી ઘટાડો : શ્રીરામ સિટી, બોરોસિલ, નેલ્કો, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ અને સુપ્રિમ પેટ્રો

આ પણ વાંચો :  Share Market : શેરબજારમાં પ્રારંભિક તેજી દેખાઈ, Sensex 61621 સુધી ઉપલા સ્તરે જોવા મળ્યો

આ પણ વાંચો : Gita Gopinath એ IMF ને અલવિદા કહ્યું, જાણો ભારતીય મહિલાની IMF ની ચીફ ઇકોનોમિસ્ટ સુધીની સફર વિશે વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">