Gold Price Today : રૂપિયો નબળો પડતા સોનાના ભાવ વધ્યા , જાણો આજે કેટલું મોંઘુ થયું સોનું
HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, "કોમેક્સ સોનાના મજબૂત ભાવ અને રૂપિયામાં નબળાઈને કારણે દિલ્હીમાં 24 કેરેટનું સ્પોટ ગોલ્ડ રૂ 82 વધ્યું છે.
Gold Price Today :મજબૂત વૈશ્વિક સંકેતો અને રૂપિયામાં નબળાઈના કારણે આજે સ્થાનિક બજારમાં સોનું મોંઘુ થયું હતું. દિલ્હી બુલિયન માર્કેટમાં સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 82 રૂપિયા વધી હતી જયારે આ સમયગાળા દરમિયાન ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો હતો. એક કિલો ચાંદીની કિંમત 62,000 રૂપિયા પ્રતિ કિલોથી નીચે આવી ગઈ છે. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, યુએસ ડોલર સામે રૂપિયામાં નબળાઈ અને મજબૂત વૈશ્વિક વલણોને કારણે સોનામાં તેજી જોવા મળી છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સ્થિતિ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોનાના ભાવમાં ઉછાળો આવ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં વધારા સાથે તે 1,790 ડોલર પ્રતિ ઔંસ પર વેપાર કરી રહ્યું છે. બીજી તરફ ચાંદી આંતરરાષ્ટ્રીય સ્તરે ઘટીને 23.66 ડોલર પ્રતિ ઔંસ થઈ છે.
સોનું મોંઘુ કેમ થયું? HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (કોમોડિટીઝ) તપન પટેલે જણાવ્યું હતું કે, “કોમેક્સ સોનાના મજબૂત ભાવ અને રૂપિયામાં નબળાઈને કારણે દિલ્હીમાં 24 કેરેટનું સ્પોટ ગોલ્ડ રૂ 82 વધ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, ડોલરની મજબૂતી હોવા છતાં સોનાના ભાવ અગાઉના ઘટાડાને અટકાવતા ઊંચી ટ્રેડિંગ રેન્જ સુધી પહોંચી ગયા હતા. સોમવારે અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો 18 પૈસા ઘટીને 73.68 પર બંધ થયો હતો.
એક નજર આજના સોનાના ભાવ ઉપર
MCX GOLD 46823.00 +17.00 (0.04%) – 18:18 વાગે
ગુજરાતમાં 10 ગ્રામ સોનાના ભાવ આ મુજબ છે AHMEDABAD 999 48444 RAJKOT 999 48465 (સોર્સ : આરવ બુલિયન)
દેશના ચાર મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે CHENNAI 48390 MUMBAI 47010 DELHI 50340 KOLKATA 49250 (સોર્સ : ગુડરિટર્ન્સ)
દેશના અન્ય મહાનગરોમાં 10 ગ્રામ સોનુ આ ભાવે ટ્રેડ થઇ રહ્યું છે BANGLORE 47990 HYDRABAD 47990 PUNE 48410 JAYPUR 48300 PATNA 48410 NAGPUR 47010 (સોર્સ : ગુડરિટર્ન્સ)
વિશ્વના દેશોમાં સોનાના ભાવ ઉપર કરો એક નજર DUBAI 43219 AMERICA 42427 AUSTRALIA 42390 CHINA 42414 (સોર્સ : ગોલ્ડપ્રાઇસઇન્ડિયા)
Digital Gold ના વાર્ષિક વેચાણમાં ઘટાડાના મળી રહ્યા છે સંકેત સ્ટોક બ્રોકર્સ(Stock Broker)પાસેથી ડિજિટલ ગોલ્ડ(Digital Gold) ખરીદવા પર મેર્કેટ રેગ્યુલેટર સેબી(SEBI) દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધને કારણે નાણાકીય વર્ષ 22 માં ડિજિટલ ગોલ્ડના વેચાણમાં 5% નો ઘટાડો જોવા મળી શકે છે. આ અંકુશ 10 સપ્ટેમ્બરથી અમલમાં છે. સ્ટોક બ્રોકર ડિજિટલ ગોલ્ડ બિઝનેસમાં લગભગ 8-9% હિસ્સો ધરાવે છે અને નાણાકીય વર્ષ 22 માં ડિજિટલ ગોલ્ડ બિઝનેસ 5% ઘટે તેવી શક્યતા છે તેમ એક મીડિયાએ સેફગોલ્ડના મેનેજિંગ ડિરેક્ટર ગૌરવ માથુરના નિવેદન સાથે ટાંક્યું હતું. સેફગોલ્ડ બજારમાં ત્રણ ડિજિટલ ગોલ્ડ પ્લેયર્સ પૈકી એક છે. MMTC PAMP અને Augmont અન્ય બે છે.
આ પણ વાંચો : Digital Gold તેની ચમક ગુમાવી રહ્યું છે ? વાર્ષિક વેચાણમાં ઘટાડાના મળી રહ્યા છે સંકેત
આ પણ વાંચો : SBI pension seva: SBI એ શરૂ કરી PensionSeva વેબસાઇટ , પેન્શનરો માટે એક ક્લિક પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે , જાણો વિગતવાર