SBI pension seva: SBI એ શરૂ કરી PensionSeva વેબસાઇટ , પેન્શનરો માટે એક ક્લિક પર ઘણી સુવિધાઓ ઉપલબ્ધ થશે , જાણો વિગતવાર
આ અંતર્ગત બેંક પેન્શન સંબંધિત કામને વધુ સરળ બનાવશે. જેમાં ગ્રાહકોને પેન્શન સંબંધિત તમામ પ્રકારની સેવાઓ મળશે. આ વેબસાઈટ પર તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે.
SBI pension seva: SBI એ તેના વરિષ્ઠ નાગરિક(senior citizen) ગ્રાહકો માટે ખાસ ઓફર જાહેર કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) એ ખાસ કરીને પેન્શનરો માટે અપગ્રેડ વેબસાઇટ https://www.pensionseva.sbi/ ની સેવા શરૂ કરી છે. આ અંતર્ગત બેંક પેન્શન સંબંધિત કામને વધુ સરળ બનાવશે. જેમાં ગ્રાહકોને પેન્શન સંબંધિત તમામ પ્રકારની સેવાઓ મળશે. આ વેબસાઈટ પર તમારે રજીસ્ટ્રેશન કરાવવું પડશે. તે પછી તમારે તેમાં લોગ ઇન કરી તમે વેબસાઇટનો ઉપયોગ કરી શકો છો.
આ મહત્વની સુવિધાઓ ઉપલબ્ધ થશે 1. SBI ના ટ્વીટ મુજબ તમે વેબસાઈટ પર એરિયર્સ કેલ્ક્યુલેશન શીટ ડાઉનલોડ કરી શકો છો. 2. તમે તેમાં પેન્શન સ્લિપ અથવા ફોર્મ -16 ડાઉનલોડ કરી શકો છો. 3. તમારા પેન્શનની વિગતોની માહિતી પણ જોઈ શકો છો. 4. જો તમે રોકાણ કર્યું છે તો તમે તે પણ જોઈ શકો છો. 5. લાઇફ સર્ટિફિકેટની સ્થિતિ જોઈ શકો છો. 6. તમે બેંકમાં થયેલા ટ્રાન્ઝેક્શનની વિગતો જોઈ શકો છો. એકંદરે, પેન્શન સંબંધિત કામ ખૂબ જ સરળ બનશે.
Good news for all Pensioners! We have revamped our PensionSeva website for you to manage all your pension related services with ease.
Click here: https://t.co/pM0XAgtzuc#PensionSeva #Pension #SBI pic.twitter.com/xioULTSMKC
— State Bank of India (@TheOfficialSBI) September 11, 2021
આ વિશેષ લાભ મળશે 1. આ વેબસાઈટ પર રજીસ્ટ્રેશન કર્યા પછી તમને ઘણા લાભો મળશે. 2. તમને પેન્શન ચુકવણીની વિગતોના મોબાઇલ ફોન પર એલર્ટ મળશે. 3. જીવન પ્રમાણપત્રની સુવિધા ઉપલબ્ધ રહેશે. 4. પેન્શન સ્લિપ ઈ-મેલ દ્વારા પ્રાપ્ત થશે. 5. તમે કોઈપણ SBI શાખામાં તમારું જીવન પ્રમાણપત્ર જમા કરી શકશો.
આ નંબરો ઉપયોગી થશે જો તમને આ વેબસાઇટ પર કોઈ સમસ્યા આવે તો તમે બેંકનો સંપર્ક કરી શકો છો. જો તમને લોગીન કરવામાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે, તો તમે ‘એરર સ્ક્રીન શોટ’ સાથે support.pensionseva@sbi.co.in પર ઇમેઇલ કરી શકો છો. આ સાથે, તમે 8008202020 નંબર પર UNHAPPY SMS કરી શકો છો. આ ઉપરાંત, તમે ગ્રાહક સંભાળ નંબર – 18004253800/1800112211 અથવા 08026599990 પર પણ સંપર્ક કરી શકો છો.
આ પણ વાંચો : Multibagger Stock 2021 : આ શેરે રોકાણકારોને કરોડપતિ બનાવ્યા, 1 લાખ રૂપિયાના 8 કરોડ બન્યા , જાણો સ્ટોક વિશે વિગતવાર