Yummy Recipes : ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી Multigrain Handvo

હાંડવો બનાવવો ઘણો જ સરળ અને ઝડપી છે. ચોક્કસ રીતની મદદથી આપ કોઈ પણ સમયે સ્વાદિષ્ટ હાંડવો બનાવી શકો છો.

Yummy Recipes : ઘરે બનાવો સ્વાદિષ્ટ અને હેલ્ધી Multigrain Handvo
હાંડવો
Follow Us:
Bhavyata Gadkari
| Edited By: | Updated on: Apr 30, 2021 | 4:59 PM

આજે આપણે વધુ એક ગુજરાતી ડીશ શીખીશું જેને ગુજરાતની સૌથી પોપ્યુલર એવી ડીશ માનવામાં આવે છે અને લગભગ તમામ ગુજરાતીઓ દ્વારા પસંદ કરવામાં આવે છે તે છે મલ્ટી ગ્રેઇન હાંડવો (Multigrain Handvo). આ હાંડવો ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ છે પરંતુ બનાવવામાં પડતી મુશ્કેલીઓને કારણે ઘર પર ઓછો બનાવવામાં આવે છે. આજે આપણે આ હાંડવાને કઈ રીતે વધુ સરળ અને ઝડપી બનાવી શકાય તે શીખીશું. હાંડવો બનાવવો ઘણો જ સરળ અને ઝડપી છે. ચોક્કસ રીતની મદદથી આપ કોઈ પણ સમયે સ્વાદિષ્ટ હાંડવો બનાવી શકો છો.

હાંડવો બનાવવા માટેની આવશ્યક સામગ્રીઓ:

મુખ્ય સામગ્રી:

2 કપ ચોખા

પાકિસ્તાનમાં કામ કરતી હતી ક્રિકેટરની આ સુંદર પત્ની, હવે IPLમાં મળી નોકરી
અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર

1 કપ મિક્ષ દાળ (પંચરત્ન દાળ)

૩ ચમચી દહીં(curd).

અન્ય સામગ્રીઓ:

૨ ચમચી આદું-લસણ-મરચાંની પેસ્ટ (ginger-chili-garlic paste).

૨ ચમચી ગોળ (jaggery).

૧ ચમચી અજમો (ajwain).

૧/૨ ચમચી હળદર પાવડર (turmeric powder).

૧ ચમચી રાઈ (mustard seeds).

૧ ચમચી તલ (sesame seeds).

નમક સ્વાદ અનુસાર (salt).

૩ ચમચી કોથમીર (coriander leaves).

૨ ચમચી તેલ (oil).

હાંડવો બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ ચોખા અને મિક્ષ (પંચરત્ન) દાળને 4 થી 5 કલાક પલાળો અને બાદમાં તેને મિક્ષરમાં નાખીને તેનું ખિરુ બનાવી લો

આ ખિરાને મિક્ષરમાંથી બાઉલમાં લઇ તેમાં દહીં ઉમેરી સરખી રીતે મિક્ષ કરી, ૧-૨ કલાકનો રેસ્ટ આપી દો. ૧-૨ કલાક પછી તેમાં નમક, ગોળ, હળદર પાવડર, આદું-લસણ-મરચાંની પેસ્ટ, કોથમીર અને અજમો નાંખી મિક્ષ કરી લો.

હવે નોન સ્ટીક કઢાઇને (સાદી પણ ચાલશે) ગેસ પર ગરમ કરો, ગરમ થઇ જાય ત્યારે તેમાં 3 ચમચી તેલ નાંખી તેને પણ ગરમ થવા દો. હવે તેમાં રાઈ અને તલ નાંખી તેને ફૂટવા દો. તે ફૂટવા લાગે કે તરતજ બેટરને તેમાં રેડી દો.

ધ્યાન રાખો કે હાંડવો એક ઇંચ લાંબો અને પિઝ્ઝા જેટલો ઘટ્ટ બને. હવે તેને ઢાંકી દઈ, મધ્યમ ધીમા તાપમાન પર પકાઓ. ૧૦ મિનીટ બાદ તેના પર તલ છાંટી, ૧ ચમચી તેલ નાંખી તેને ફેરવી દો.

૧૦ મિનીટ બાદ ગેસ બંધ કરી તેને સર્વિંગ પ્લેટમાં લઇ સર્વ કરો.

તમે હાંડવાની અંદર દૂધીને પણ છીણીને નાખી શકો છો તેનાથી હાંડવાના સ્વાદમાં વધારો થશે.

Latest News Updates

ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">