Kiwi Banana Shake : આજે જ ઘરો બનાવો કિવી અને બનાના શેક રેસિપી
કિવી એક હેલ્ધી ફળ છે. તમે તેનું અનેક રીતે સેવન કરી શકો છો. ચાલો જાણીએ કે, તેમાંથી તમે કેવી રીતે સ્વાદિષ્ટ શેક બનાવી શકો છો.
Kiwi Banana Shake :કિવી એક સુપર હેલ્ધી ફળ છે. સ્વાસ્થ્ય (Health)માટે ખૂબ ફાયદાકારક છે. તેમાં વિટામિન અને મિનરલ્સ હોય છે. તેથી જ તેને પોષક તત્વોનું પાવરહાઉસ કહેવામાં આવે છે.
તમે આ ફળ (Fruit)નું ઘણી રીતે સેવન કરી શકો છો. આ સાથે તમે એક સ્વાદિષ્ટ શેક પણ બનાવી શકો છો અને તેને તમારા આહારમાં સામેલ કરી શકો છો. તમે કેળા (Banana) અને કિવી (Kiwi)નો ઉપયોગ કરીને આ શેક બનાવી શકો છો. કિવી અને બનાના શેકનો સ્વાદ ખૂબ જ સારો છે. અમે તમને જણાવી શું કે તમે ઘરે કેવી રીતે તૈયાર કરી શકો છો.
કિવી અને બનાના શેકની સામગ્રી
- ઠંડુ દૂધ – 4 કપ
- કેળા – 2
- દાડમના દાણા – 1/4 કપ
- કિવી – 2
- મધ – 2 ચમચી
- બરફ – 4 ક્યબ્સ
સ્ટેમપ-1
કેળા અને કિવિફ્રૂટની છાલ કાઢી નાંખો. આ ટુકડાઓને સ્મૂધી મેકરમાં નાંખો.
સ્ટેપ – 2
અડધું ઠંડુ દૂધ ઉમેરો અને મિક્સ કરો. મધ અને વધેલુંમદૂધ ઉમેરો અને ફરીથી મિશ્ર કરો.
સ્ટેપ – 3
બરફ ઉમેરો અને ક્રશ થાય ત્યાં સુધી મિક્સ કરો.
સ્ટેપ – 4
એક ગ્લાસમાં દાડમના દાણા નાંખો અને તેમાં તૈયાર થયેલું મિશ્રણ ઉમરો અને ઠંડુ પીરસો.
કિવીના ફાયદા
તેમાં વિટામિન (Vitamin)સી ભરપૂર માત્રામાં જોવા મળે છે. આ સિવાય વિટામિન ઇ, વિટામિન કે, પોટેશિયમ, ફોલેટ, ફાઇબર, સોડિયમ, કોપર અને એન્ટીઓક્સીડેન્ટ્સ મળી આવે છે.
આ ફળ રોગપ્રતિકારક શક્તિ (immunity)વધારવામાં મદદ કરે છે. આ સાથે તે હાર્ટ એટેક અને બ્રેન સ્ટ્રોક જેવા ભયંકર રોગો સામે રક્ષણ આપી શકે છે. આને કારણે બ્લડ સુગર અને ઇન્સ્યુલિનનું પ્રમાણ સંતુલિત રહે છે. આવી સ્થિતિમાં ડાયાબિટીસના દર્દીઓ માટે આ ફળ ખૂબ જ ફાયદાકારક છે.
કિવી (Kiwi) આંખોની રોશની વધારે છે અને આંખોને લગતી અન્ય સમસ્યાઓને દૂર કરવામાં પણ મદદ કરે છે. તે અસ્થમા અને શ્વાસની તકલીફ માટે ફાયદાકારક છે. તે પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. તે કબજિયાત દૂર કરવામાં મદદ કરે છે. કિવીના સેવનથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. આ સિવાય આ ફળ બ્લડ પ્રેશર (Blood pressure) ઘટાડે છે. હાઇ બીપીના દર્દીઓ માટે કિવી ખૂબ ફાયદાકારક છે.
કેળાના ફાયદા
કેળા(Banana) સૌથી પૌષ્ટિક ફળોમાંથી એક છે જેને તમે તમારા આહારમાં સમાવી શકો છો. તે પોટેશિયમ અને ફાઇબરથી ભરપુર છે. આ ફળ (Fruit)માં એન્ટીઓક્સીડેન્ટ, વિટામિન બી 6, વિટામિન સી હોય છે. આ તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો :Hariyali Teej Special Recipes : હરિયાળી ત્રીજના પ્રસંગે આ 2 વાનગીઓને બનાવો, મહેમાનને પીરસો