“Squid Game” Dalgona Candy : તમે પણ રમી શકો છો આ પ્રખ્યાત ગેમ, ઘરે આ રીતે બનાવો ડાલ્ગોના કેન્ડી

|

Oct 22, 2021 | 3:51 PM

આ કેન્ડી સાઉથ કોરિયાનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે અને સ્ક્વીડ ગેમ દ્વારા હવે તેને દુનિયાભરમાં ઓળખ મળી ગઇ છે. સોશિયલ મીડિયામાં ચારે તરફ ડાલ્ગોના કેન્ડી ચેલેન્જ ચાલી રહ્યુ છે.

Squid Game Dalgona Candy : તમે પણ રમી શકો છો આ પ્રખ્યાત ગેમ, ઘરે આ રીતે બનાવો ડાલ્ગોના કેન્ડી
How to make "Squid Game" Dalgona Candy ?

Follow us on

નેટફ્લિક્સ (Netflix) પર આવેલી સ્ક્વીડ ગેમ (Squid Game) સીરિઝે લોકોને જકડી રાખ્યા છે. આ સાથે જ સાઉથ કોરિયન સીરિઝે અનેક રેકોર્ડ તોડી નાંખ્યા છે. સોશિયલ મીડિયા પર ચારે તરફ આ જ શોની ચર્ચા થઇ રહી છે અને સાથે જ ટ્રેન્ડ કરી રહી છે એક કેન્ડી. શોના બીજા એપિસોડમાં સ્પર્ધકો ડાલ્ગોના કેન્ડીમાંથી વિવિધ આકૃતિઓને કાપવા માટે સ્ટ્રગલ કરતા જોવા મળે છે. તેવામાં હવે આ ગેમ અને કેન્ડી ખૂબ જ લોકપ્રિય બની રહી છે.

તમને જણાવી દઇએ કે આ કેન્ડી સાઉથ કોરિયાનું એક પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે અને સ્ક્વીડ ગેમ દ્વારા હવે તેને દુનિયાભરમાં ઓળખ મળી ગઇ છે. સોશિયલ મીડિયામાં ચારે તરફ ડાલ્ગોના કેન્ડી ચેલેન્જ ચાલી રહ્યુ છે. આ કેન્ડી ઘરે બનાવવી ખૂબ જ સહેલી છે અને તેના માટે વધારે સામગ્રીની જરૂર પણ નથી.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સામગ્રી

2 ચમચી સાકર

એક ચપટી બેકિંગ સોડા

બટર પેપર

શેપ કટર (કુકી કટર)

બનાવવાની રીત

1. નોન સ્ટીક પેન અથવા તો ચમચામાં 2 ચમચી સાકરને ગરમ કરવા મુકો અને તેને સતત હલાવતા રહો જ્યાં સુધી સાકર પીગળી ન જાય.

2. સાકર પીગળી જાય અને તેનો કલર હળવો કથ્થઇ થાય એટલે તરત ગેસ પરથી હટાવીને તેમાં એક ચમચી બેકિંગ સોડા નાંખો.

3. સોડા નાખ્યા બાદ તેને બરાબર મિક્ષ કરો. હવે તેનો કલર ડાલ્ગોના કોફી જેવો (હળવો બ્રાઉન) થઇ જશે.

4. હવે આ ચાસણીને બટર પેપર રાઉન્ડ શેપમાં મુકો અને ઉપર બીજુ બટર પેપર મુકીને તેના પર ભાર આપો.

5. તેની જાડાઇ એક કુકી જેવી થઇ જાય એટલે તેના પર શેપ કટર (કુકી કટર) મુકીને મન ગમતો શેપ આપો.

6. બસ હવે તમારી કુકી હની કોમ્બ ચેલેન્જ માટે તૈયાર છે.

આ પણ વાંચો –

વાલીઓ માટે ચિંતાજનક બાબત, ફોન ચાર્જમાં મુકી બાળક કરી રહ્યો હતો ઓનલાઈન ક્લાસ, ફોન બ્લાસ્ટ થતા થયું મોત

આ પણ વાંચો –

Aryan Khan Drugs Case : અનન્યા પાંડે આર્યન ખાન માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવા સંમત થઈ હતી, ચેટમાં થયો ખુલાસો

આ પણ વાંચો –

Video : લગ્ન પછીની વિધિ દરમિયાન વરરાજાએ કંઈક આવુ કર્યુ, દુલ્હનની મદદ કરતા આ દુલ્હાને જોઈને તમને પણ હસવુ આવશે

Next Article