Aryan Khan Drugs Case : અનન્યા પાંડે આર્યન ખાન માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવા સંમત થઈ હતી, ચેટમાં થયો ખુલાસો
એનસીબીએ ગઈકાલે અનન્યાને પૂછપરછ માટે સમન્સ જાહેર કર્યું હતું. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી, જ્યાં અધિકારીઓએ લગભગ ચાર કલાક સુધી તેની પૂછપરછ કરી હતી.
Aryan Khan Drugs Case : હવે શાહરૂખ ખાન (Shah Rukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan) સાથે સંબંધિત ડ્રગ કેસ(Drugs Case)માં અનન્યા પાંડે (Ananya Panday) નું નામ પણ સામેલ કરવામાં આવ્યું છે.
ચંકી પાંડેની પુત્રી અને અભિનેત્રી અનન્યા પાંડેની આજે એટલે કે શુક્રવારે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ફરી પૂછપરછ કરશે. જોકે અનન્યાને પૂછપરછ માટે 11 વાગ્યે NCB ઓફિસ પહોંચવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ અનન્યા (Ananya Panday) હજુ સુધી ઓફિસ પહોંચી નથી. દરમિયાન, એક મોટો સમાચાર બહાર આવ્યા છે કે, અનન્યા પાંડે અને આર્યન ખાનની ચેટ પરથી જાણવા મળ્યું છે કે, બંને વચ્ચે ડ્રગ્સ વિશે વાતચીત થઈ હતી.
એક અહેવાલ મુજબ અનન્યા પાંડેએ આર્યનને ડ્રગ્સની વ્યવસ્થા કરવાનું કહ્યું છે. એનસીબીના સૂત્રોને ટાંકીને રિપોર્ટમાં આ દાવો અનન્યા પાંડેની (Ananya Panday) ચેટ દ્વારા કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, એનસીબીના અધિકારીઓએ અનન્યાને તેની ચેટ બતાવી હતી, જે તેણીએ આર્યન ખાન સાથે કરી હતી. આ ચેટમાં આર્યન અનન્યાને ડ્રગ્સની વ્યવસ્થા કરવા માટે કહી રહ્યો હતો. આ ચેટ પર અનન્યાનો જવાબ હતો કે હું તે કરીશ.
આર્યન માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવા માટે અનન્યા સામે પુરાવા મળ્યા નથી
રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો છે કે અનન્યાએ આર્યન માટે ડ્રગ્સની વ્યવસ્થા કરી હોવાના કોઈ પુરાવા મળ્યા નથી. જ્યારે એનસીબીના અધિકારીઓએ અનન્યાને આ બાબતે પૂછપરછ કરી ત્યારે તેઓએ કહ્યું કે તે માત્ર આર્યન સાથે મજાક કરી રહી છે. NCBએ પણ દાવો કર્યો છે કે, અનન્યા અને આર્યન સતત તેમની ચેટમાં ડ્રગ્સ વિશે વાત કરતા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર રિપોર્ટમાં એવો દાવો પણ કરવામાં આવ્યો હતો કે પૂછપરછ દરમિયાન અનન્યા પાંડેએ કોઈ પણ પ્રકારના ડ્રગ્સ (Drugs) લેવાનો ઈનકાર કર્યો છે.
તમને જણાવી દઈએ કે ગઈકાલે NCB ની એક ટીમે અનન્યા પાંડેના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડા બાદ અનન્યાને પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી. અનન્યા તેના પિતા ચંકી પાંડે સાથે એનસીબી ઓફિસ પહોંચી હતી, જ્યાં અધિકારીઓએ લગભગ ચાર કલાક સુધી તેની પૂછપરછ કરી હતી. આ દરમિયાન, એનસીબીએ અનન્યાનું લેપટોપ અને ફોન પણ જપ્ત કર્યો હતો, પરંતુ આ જપ્તી અંગે તેના તરફથી કોઈ પુષ્ટિ મળી નથી.
શનાયા કપૂરનું નામ પણ આ કેસમાં આવ્યું
અનન્યા પાંડે પછી હવે તેની મિત્ર અને અભિનેતા સંજય કપૂરના પુત્રી શનાયા કપૂરનું નામ પણ આ કેસમાં સામે આવી રહ્યું છે. કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે NCB શનાયા કપૂરને બોલાવવાની તૈયારી કરી રહ્યું છે, કારણ કે શનાયા, આર્યન અને અનન્યા ખૂબ સારા મિત્રો છે. ત્રણેયને ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે. હમણાં સુધી, એનસીબી તરફથી કોઈ પુષ્ટિ મળી નથી કે શનાયા કપૂર આ બાબતમાં કોઈ સંડોવણી ધરાવે છે કે નહીં.