AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Yami Gautam IPSના રોલમાં અનુભવી રહી છે ગૌરવ, ‘દસવી’ના સેટ પરથી શેર કર્યો લુક

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ આજકાલ ઈન્ડસ્ટ્રીની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે, હાલમાં તેમની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. સૈફ અલી, અર્જુન કપૂર અને જેક્લીન ફર્નાન્ડિઝની સાથે તે ટૂંક સમયમાં 'ભૂત પોલીસ'માં જોવા મળશે.

Yami Gautam IPSના રોલમાં અનુભવી રહી છે ગૌરવ, 'દસવી'ના સેટ પરથી શેર કર્યો લુક
Yami Gautam (File Image)
Hiren Buddhdev
| Edited By: | Updated on: Feb 26, 2021 | 8:06 PM
Share

બોલિવૂડની સુંદર અભિનેત્રી યામી ગૌતમ આજકાલ ઈન્ડસ્ટ્રીની સૌથી વ્યસ્ત અભિનેત્રીઓમાંની એક બની ગઈ છે, હાલમાં તેમની પાસે ઘણા પ્રોજેક્ટ્સ છે. સૈફ અલી, અર્જુન કપૂર અને જેક્લીન ફર્નાન્ડિઝની સાથે તે ટૂંક સમયમાં ‘ભૂત પોલીસ’માં જોવા મળશે. આ સાથે તે ફિલ્મ ‘દસવી’માં જોવા મળશે, જેમાં અભિષેક બચ્ચન તેની સાથે જોવા મળશે. ફિલ્મમાં તે એક પોલીસ અધિકારીની ભૂમિકામાં નજરે પડનાર છે, જેના માટે તે ખૂબ ઉત્સાહિત છે. તાજેતરમાં જ તેણે ‘દસવી’ના સેટ પરથી પોતાનો લુક શેર કર્યો છે.

યામી ગૌતમ સોશિયલ મીડિયા પર સક્રિય રહે છે. તે હંમેશાં તેમના ચાહકો માટે પોસ્ટ્સ શેર કરે છે. તાજેતરમાં જ તેમણે તેમની આગામી ફિલ્મ ‘દસવી’નો લુક શેર કર્યો છે. તેમણે લખ્યું- જ્યોતિ દેસવાલની ભૂમિકા નિભાવતો દસવીના સેટ પર મારો પહેલો દિવસ. આઈપીએસ અધિકારીની ભૂમિકા નિભાવવા માટે હું ખૂબ જ ગૌરવ અને સન્માન અનુભવું છું.

ફિલ્મમાંથી યામી ગૌતમ ઉપરાંત અભિષેક બચ્ચનનો લૂક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. દસવીમાં યામી નિમરત કૌર પણ એક મહત્વપૂર્ણ પાત્ર ભજવતી જોવા મળશે. તુષાર જસોલા આ ફિલ્મ દ્વારા દિગ્દર્શક પદની શરૂઆત કરી રહ્યા છે. યામી ગૌતમ અને અભિષેક બચ્ચનની આ ફિલ્મ વિશે વાત કરતા આ ફિલ્મ સમાજમાં શિક્ષણની વાત કરે છે. દિનેશ વિજાનની મૈડોક ફિલ્મ્સ અને જિયો સ્ટુડિયો દ્વારા આ ફિલ્મનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

યામીએ તાજેતરના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેના હાથમાં 4 મોટા પ્રોજેક્ટ તૈયાર છે. આમાં તે ખૂબ જ વ્યસ્ત બનવા જઈ રહી છે અને તેની ફિલ્મી કરિયર ઘણી ઉંચાઈ પર જવા માટે તૈયાર છે. વર્કફ્રન્ટ વિશે વાત કરવામાં આવે તો યામી ગૌતમ ભૂત પોલીસમાં પોલીસ કોપની ભૂમિકા નિભાવી રહી છે. આ સાથે તે ‘A Wednesday’ની સિક્વલ ‘A Thursday’માં પણ જોવા મળશે. આ ફિલ્મમાં અભિનેત્રી એક શિક્ષકની ભૂમિકામાં જોવા મળશે. એક ઈન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રીએ કહ્યું કે તે આ આગામી ફિલ્મને તેના જીવનની શ્રેષ્ઠ સ્ક્રીપ્ટ માને છે.

આ પણ વાંચો: પોતાના જુના ફોટા જોઈને ડરી જાય છે પરિણીતી ચોપરા, જાણો શું છે કારણ

ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
ગુજરાત પર માવઠાનો ખતરો, 22 થી 27 જાન્યુઆરી વચ્ચે કમોસમી વરસાદની શક્યતા
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
શનિની સાડાસાતી વચ્ચે સુવર્ણ સમય!, આ 3 રાશિઓ માટે બનશે અદભૂત ગ્રહયોગ
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
બાકી વેરાની કામગીરીને લઇને વેપારીઓએ કર્યો વિરોધ - જુઓ Video
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
લો બોલો, પ્રાંતિજના કતપુર ટોલ પ્લાઝા પર ઈન્કમ ટેક્સ ત્રાટક્યું
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
ઉત્તરાયણમાં દારૂની મહેફિલ પર પોલીસની કડક કાર્યવાહી - જુઓ Video
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
AMCની મોટી કાર્યવાહી, મુસ્તફા માણેકચંદના બંગલાનું ડિમોલિશન હાથ ધર્યું
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
Breaking News : પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા સામે કોણે કરી ફરિયાદ
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
કચ્છ સરહદે ભારતીય કોસ્ટગાર્ડનું સફળ ઓપરેશન, 9 પાકિસ્તાની ઝડપાયા
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
અંકલેશ્વરમાં હેરોઇનના નશાની આંતરરાષ્ટ્રીય કડી તૂટી
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
ઈરાનમાં સરકાર વિરોધીઓની હત્યા અને ફાંસીની કાર્યવાહી બંધ થઈ
g clip-path="url(#clip0_868_265)">