Gujarati NewsEntertainmentWorld famous singer Selena Gomez is seen in a new hairstyle, people are loving her new look
વિશ્વ પ્રસિદ્ધ સિંગર સેલીના ગોમેઝ જોવા મળી ન્યુ હેર સ્ટાઇલમાં, લોકો થઈ રહ્યા છે ફીદા
સેલીના ગોમેઝ એ વિશ્વની આજે સૌથી લોકપ્રિય સિંગર અને અભિનેત્રીમાંની એક ગણાય છે. સેલીના ગોમેઝ હવે 'ઓન્લી મર્ડર્સ ઇન ધ બિલ્ડીંગ'ની સિઝન 2માં 'મેપલ'ના પાત્રમાં જોવા મળશે.
‘પોપ સુપરસ્ટાર’ (Pop Superstar) તરીકે જાણીતી અભિનેત્રી અને સિંગર સેલીના ગોમેઝ (Selena Gomez) હંમેશા સમાચારોમાં છવાયેલી જોવા મળે છે. સેલીનાની સમગ્ર વિશ્વમાં ખુબ જ મોટી ફેન ફોલોવિંગ જોવા મળે છે. સેલીના ગોમેઝ એ અત્યારે ઇન્સ્ટાગ્રામ પર સૌથી વધુ ફોલોવર્સ ધરાવતી એકમાત્ર ફિમેલ આર્ટિસ્ટ છે. અત્યારે તેણીના ઇન્સ્ટાગ્રામ (Instagram) પર 30 કરોડથી પણ વધુ ફોલોવર્સ જોવા મળે છે. સેલીના ગોમેઝ એ ફેશન ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ માન- સન્માન ધરાવે છે. સેલીના તેની યુનિક ફેશન સ્ટાઈલ અને નવા નવા અખતરા કરવા માટે જાણીતી છે. સેલીના ગોમેઝની નવી હેરસ્ટાઇલ પર લોકો ખૂબ જ ફીદા થઈ રહ્યા છે.
સેલીના ગોમેઝ હવે એક ‘બેંગ્સ ગર્લ’ છે, આવું તેની નવી હેરસ્ટાઇલ જોયા પછી લોકો કહી રહયા છે. સેલીના ગોમેઝની આ નવી હેરસ્ટાઇલ જોઈને લોકો ‘બેંગ્સ કટ’ કરવા માટે ફરીથી પ્રેરિત થઈ રહ્યા છે. તાજેતરમાં આ OG ડિઝની ડાર્લિંગે ઇન્સ્ટાગ્રામ પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી, જેમાં તેણીએ પોતાના ન્યુ બેંગ્સ કટ ખૂબ સારી રીતે દર્શાવ્યા છે. આ તસવીર જોયા બાદ લોકો ફરીથી હેર કટ કરવા માટે મજબૂર બન્યા હોય, તેવું ક્મેન્ટ સેકશનથી જણાઈ રહ્યું છે.
તાજેતરમાં ક્રિટિકસ ચોઈસ એવોર્ડ્સમાં સેલીના ગોમેઝે તેનો વર્ષ 2022નો બીજો પબ્લિક અપિરિયન્સ આપ્યો હતો. આ શાનદાર લૂક જોયા બાદ લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. સેલીના ગોમેઝે આ લૂક માટે રેડ ગાઉનની સાથે સ્લીક બેક પોનિટેઇલ કેરી કરી હતી. આ લૂક જોયા બાદ લોકો ક્મેંન્ટ સેક્શનમાં જઈને રેડ હાર્ટ ઇમોજીઝ્નો ઢગલો કરી રહ્યા છે. આ રિસેંટ લૂક બાદ સેલીના ફરી એકવાર તેની ન્યુ હેરસ્ટાઇલ સાથે આજે જોવા મળી હતી. સેલીનાના ફેન્સ તેના આ નવા લૂકને પણ એટલો જ પ્રેમ આપી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેલીના ગોમેઝ છેલ્લા અમુક વર્ષોમાં ભાગ્યે જ રેડ કાર્પેટ પર જોવા મળી હતી. અત્યારે તેણીના વફાદાર ચાહકો તેને ‘ગ્રેમીઝ 2022’માં જોવા માટે ખૂબ જ ઉત્સુક છે. જો કે, સેલીના આ એવોર્ડ નાઇટમાં જોવા મળશે કે નહીં તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટીકરણ આપ્યું નથી.
સેલીનાએ તાજેતરમાં તેના ટીકટોક એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જે ખૂબ વાઇરલ થઈ રહ્યો છે. આ વિડિયોમાં તેણીએ મજાક કરતાં કહ્યું છે કે, શા માટે તેણી છેલ્લા ઘણા વર્ષોથી સિંગલ જ છે? સેલીના વર્ષ 2018માં જસ્ટિન બીબર સાથેના તેના દુઃખદ બ્રેકઅપ પછી અન્ય કોઈપણ સ્ટારને ડેટ કરી રહી નથી.