AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

બિગ બોસ 17માં શું ખરેખર ઓરી ‘વાઇલ્ડ કાર્ડ’ તરીકે કરશે એન્ટ્રી ? જાણો અહીં

સોશિયલ મીડિયા પર અનેક સેલિબ્રિટી સાથે ફોટોમાં જોવા મળતો ઓરી હાલ ખુબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલ ઓરી હવે કલર્સ ટીવીના રિયાલિટી શો 'બિગ બોસ 17'માં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરવા જઈ રહ્યો હોવાની ભારે ચર્ચા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઓરી અવાત્રામણીનું નામ પણ 'વાઇલ્ડ કાર્ડ' એન્ટ્રીમાં સામેલ છે

બિગ બોસ 17માં શું ખરેખર ઓરી 'વાઇલ્ડ કાર્ડ' તરીકે કરશે એન્ટ્રી ? જાણો અહીં
Orry in Bigg Boss 17
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 23, 2023 | 12:00 PM
Share

બિગ બોસ 17 તેના દર્શકોનું મનોરંજન કરવામાં કોઈ કસર છોડી રહ્યું નથી. શોનો દરેક એપિસોડની ભારે ચર્ચા થતી રહે છે. આ શો વિવાદો અને મનોરંજનથી ભરેલો છે. આ અઠવાડિયા એલિમીનેશન બાદ હવે શોમાં નિર્માતાઓએ ઘરમાં વાઇલ્ડકાર્ડ એન્ટ્રીની યોજના બનાવી છે અને આ વાઈલ્ડકાર્ડ એન્ટ્રી તરીકે જાહ્નવી અને સારાનો ફ્રેન્ડ ઓરીના નામની ચર્ચા ચાલી રહી છે.

ઓરી આવશે બિગબોસમાં  ?

સોશિયલ મીડિયા પર અનેક સેલિબ્રિટી સાથે ફોટોમાં જોવા મળતો ઓરી હાલ ખુબ જ ટ્રેન્ડ થઈ રહ્યો છે. લેટેસ્ટ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહેલ ઓરી હવે કલર્સ ટીવીના રિયાલિટી શો ‘બિગ બોસ 17’માં વાઈલ્ડ કાર્ડ તરીકે એન્ટ્રી કરવા જઈ રહ્યો હોવાની ભારે ચર્ચા છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, ઓરી અવાત્રામણીનું નામ પણ ‘વાઇલ્ડ કાર્ડ’ એન્ટ્રીમાં સામેલ છે જે બિગ બોસના ઘરમાં હકાલપટ્ટી બાદ ટૂંક સમયમાં નવા ક્નટેસ્ટન્ટની એન્ટ્રી થતી જોવા મળશે. ત્યારે શું ખરેખર ઓરી બિગબોસમાં એન્ટ્રી કરવા જઈ રહ્યો છે જાણો અહીં.

જો સૂત્રોનું માનીએ તો, ઓરી અવાત્રામણી ચોક્કસપણે બિગ બોસમાં જોડાશે, પરંતુ ‘વાઇલ્ડ કાર્ડ’ તરીકે નહીં પરંતુ શોમાં વિશેષ અતિથિ તરીકે. ઓરી આગામી ‘વીકેન્ડ કા વાર’માં સલમાન ખાન સાથે સ્ક્રીન શેર કરી શકે છે. આ સમય દરમિયાન, થોડા સમય માટે, તે બિગ બોસના ઘરની અંદર પણ જઈ શકે છે અને ઘરના સભ્યો સાથે કેટલાક મનોરંજક પડકારો અને રમતો પણ રમી શકે છે. ઈન્ટરનેટ પર ધૂમ મચાવનાર ઓરી હવે ટીવી પર ડેબ્યૂ કરતો જોવા મળી શકે છે.

View this post on Instagram

A post shared by Orhan Awatramani (@orry1)

બિગબોસ 17 ટીઆરપી મામલે સૌથી ઉપર

‘બિગ બોસ 17’ની સીઝનને શરૂઆતથી જ દર્શકોનો ઘણો પ્રેમ મળી રહ્યો છે. સલમાન ખાનના આ શોની ટીઆરપીએ પ્રખ્યાત ટીવીની વહુ અનુપમાને પણ માત આપી દીધી છે. હાલમાં બિગ બોસની ટીઆરપી 2ની આસપાસ છે. સામાન્ય રીતે, વર્લ્ડ કપ અને આઈપીએલ જેવી ક્રિકેટ ટુર્નામેન્ટ દરમિયાન, જ્યાં તમામ શોની ટીઆરપી ઘટી જાય છે, સલમાન ખાનના બિગ બોસ તેના રેટિંગને જાળવી રાખવામાં સફળ રહ્યા છે. હવે મેકર્સનું એક જ ધ્યેય છે, બિગ બોસને નંબર વન શો બનાવવો અને તેથી આવનારા થોડા એપિસોડમાં બિગ બોસના ઘરમાં ઘણા પ્રખ્યાત ચહેરાઓ જોવા મળી શકે છે.

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">