શું હવે ડિસેમ્બરમાં નહીં થાય કેટરિના અને વિક્કી કૌશલના લગ્ન ? કેટરીનાએ કહી દીધું કંઈક આવું

Katrina Kaif and Vicky Kaushal Wedding: કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નના સમાચાર સામે આવ્યા હતા. હવે કેટરીનાએ આ સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે.

શું હવે ડિસેમ્બરમાં નહીં થાય કેટરિના અને વિક્કી કૌશલના લગ્ન ? કેટરીનાએ કહી દીધું કંઈક આવું
Katrina Kaif and Vicky Kaushal Wedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 28, 2021 | 6:39 AM

બૉલીવુડ એક્ટ્રેસ  કેટરિના કૈફ (Katrina Kaif) અને વિક્કી કૌશલ (Vicky Kaushal)નું પ્રેમપ્રકરણ હવે જગજાહેર થઇ ગયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બંને સ્ટાર એક બીજાને ડેટ સિક્રેટલી ડેટ કરી રહ્યા છે. તો ઘણા રિપોર્ટમાં એ પણ વાત સામે આવી છે કે, કેટરીના કૈફ અને વિક્કીની રોકા સેરેમની અને સગાઈ થઇ ચુકી છે.

આ તમામ અહેવાલને કેટરિના અને વિકી કૌશલે ફગાવી દીધા હતા, ત્યારે હવે આ બંને સ્ટાર્સ વિશે વધુ એક અફવા ઝડપથી ફેલાઈ રહી છે. વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન અંગેના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ કપલ ડિસેમ્બરમાં સાત ફેરા લઈ શકે છે. હવે કેટરીના કૈફે આ અહેવાલો પર પોતાનું મૌન તોડ્યું છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેટરીના કૈફે આ તમામ અહેવાલો ફગાવી દીધા છે. જ્યારે એક્ટ્રેસને લગ્ન વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, છેલ્લા 15 વર્ષથી આ પૂછવામાં આવે છે. એક ઈન્ટરવ્યુમાં કેટરીનાએ સ્પષ્ટપણે કહ્યું હતું કે આ માત્ર અફવાઓ છે જે સમયાંતરે ફેલાવવામાં આવે છે. વિકી કૌશલે પણ ભૂતકાળમાં તેના અને કેટરીના વિશે ફેલાતી અફવાઓ પર એમ કહીને અંત લાવી દીધો હતો કે તે શૂટિંગમાં એટલો વ્યસ્ત છે કે તેની પાસે આ બધી બાબતો પર પ્રતિક્રિયા આપવાનો સમય નથી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

કેટરીના અને વિકી કૌશલ તાજેતરમાં મેનેજર રેશ્મા શેટ્ટીની ઓફિસની બહાર જોવા મળ્યા હતા. કેટરીના કૈફ હાલ તેની આગામી ફિલ્મ સૂર્યવંશીના પ્રમોશનમાં વ્યસ્ત છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, કેટરીના કૈફ અને વિકી કૌશલ નવેમ્બર અથવા ડિસેમ્બરમાં લગ્ન કરી શકે છે. ડિઝાઇનર સબ્યસાચી આ કપલના વેડિંગ આઉટફિટ તૈયાર કરી રહ્યા છે. અભિનેત્રી આ ખાસ અવસર પર સિલ્કનો લહેંગા પહેરવાની છે. આ પહેલા કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેએ સગાઈ કરી લીધી છે. તેના પર વિકીએ કહ્યું હતું કે, ‘જેવો યોગ્ય સમય આવશે, હું તરત જ સગાઈ કરી લઈશ.’

વિકી કૌશલના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તાજેતરમાં જ ફિલ્મ સરદાર ઉધમ સિંહમાં જોવા મળ્યો હતો. એમેઝોન પ્રાઇમ વિડિયોમાં રિલીઝ થયેલી આ ફિલ્મને ખૂબ જ સારા રિવ્યુ મળી રહ્યા છે. વિકી હવે ભૂતપૂર્વ ફિલ્ડ માર્શલ સેમ માણેકશાની બાયોપિક સેમ બહાદુરમાં જોવા મળશે. કેટરીના કૈફ ટૂંક સમયમાં ફિલ્મ સૂર્યવંશીમાં જોવા મળશે.

આ પણ વાંચો  : તાલિબાન માટે માથાનો દુખાવો બની ગયું વિરોધી જૂથ IS-Daesh, આગામી 6 મહિનામાં અમેરિકા પર કરી શકે છે હુમલો !

આ પણ વાંચો  : પહેલો ડોઝ લીધેલા 11 કરોડ લોકોએ નથી લીધો બીજો ડોઝ, આરોગ્યપ્રધાન માંડવીયાએ ડોર-ટુ-ડોર અભિયાનના નિર્દેશ આપ્યા

g clip-path="url(#clip0_868_265)">