તાલિબાન માટે માથાનો દુખાવો બની ગયું વિરોધી જૂથ IS-Daesh, આગામી 6 મહિનામાં અમેરિકા પર કરી શકે છે હુમલો !
Afghanistan: અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદથી તાલિબાન માટે માથાનો દુખાવો બનેલ વિરોધી જૂથ IS-Daesh હવે અમેરિકા માટે પણ ખતરો બની ગયો છે.
Afghanistan: અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યા બાદથી તાલિબાન માટે માથાનો દુખાવો બનેલ વિરોધી જૂથ IS-Daesh હવે અમેરિકા માટે પણ ખતરો બની ગયો છે. પેન્ટાગોનમાં યુએસ ડિફેન્સ સેક્રેટરી કોલિન કાહલે આશંકા વ્યક્ત કરી છે કે, 6 મહિનામાં Daesh જૂથ અમેરિકા પર હુમલો કરી શકે છે. કોલિને ધ્યાન દોર્યું કે, અફઘાનિસ્તાન હજુ પણ અમેરિકી સુરક્ષા માટે ગંભીર ચિંતા પેદા કરી રહ્યું છે. તાલિબાન સાથે ચાલી રહેલા Daesh અને IS-ખોરાસાન યુદ્ધ બાદ અમેરિકા માટે ખતરો વધી ગયો છે.
યુએસ સેનેટની આર્મ્ડ સર્વિસીસ કમિટીની સામે કાહલે કહ્યું કે, ISIS અફઘાનિસ્તાનમાં સત્તાપલટો થયા બાદથી સતત તાલિબાનીઓ પર હુમલા કરી રહ્યું છે અને ભૂતકાળમાં ISIS તાલિબાન માટે સૌથી મોટો ખતરો બનીને સામે આવ્યો છે. સૌથી વધુ હુમલા જલાલાબાદમાં થયા છે. તેથી, ઓગસ્ટમાં યુએસ સૈનિકોની પીછેહઠ પછી તાલિબાન પાસે ઇસ્લામિક સ્ટેટ સામે લડવાની ક્ષમતા છે કે, કેમ તે હજુ સ્પષ્ટ નથી.
તે જ સમયે એક-બે વર્ષમાં અલકાયદા અફઘાનિસ્તાન બહાર અમેરિકા માટે ફરી એક મોટો ખતરો બની જશે. કાહલે જણાવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં યુએસએ તાલિબાન તેમજ ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવા આતંકવાદી જૂથો સામે લડ્યા છે. ISIS પાસે હજારો લડવૈયાઓની કેડર છે. અમેરિકાએ આવા જૂથોથી સતર્ક રહેવાની જરૂર છે.
તાલિબાને પણ Daesh વિશે મોટી વાત કહી
અમેરિકી અધિકારીના જણાવ્યા અનુસાર અફઘાનિસ્તાનમાં અલકાયદા અને ઈસ્લામિક સ્ટેટ જેવા જૂથોને ઓળખવા અને તેમની સામે લડવું અમેરિકી સૈનિકો વિના મુશ્કેલ હશે. જોકે આ જૂથો પર ડ્રોન દ્વારા હુમલો કરી શકાય છે. આ પહેલા તાલિબાનના પ્રવક્તા અને સૂચના મંત્રી ઝબીઉલ્લા મુજાહિદે પણ Daesh વિશે મોટી વાત કરી હતી. ઝબીઉલ્લા મુજાહિદે કહ્યું હતું કે, Daesh જૂથ તાલિબાન માટે માથાનો દુખાવો બની ગયું છે અને ટૂંક સમયમાં તેનો ખાત્મો થઈ જશે.
તાલિબાનોએ અફઘાનિસ્તાન પર કબજો કરી લીધો છે, પરંતુ દેશની સ્થિતિ હવે ખૂબ જ ખરાબ છે. લોકો ભૂખમરાથી પીડાઈ રહ્યા છે. તો ત્યાં રોજના હુમલામાં સેંકડો લોકોએ જીવ ગુમાવ્યા છે. સામાન્ય અફઘાનીઓમાં ભયનું વાતાવરણ છે, જ્યારે આર્થિક દુર્દશાની સાથે તાલિબાન માટે દાએશ અને ખોરાસાન જેવા જૂથો સાથે લડવું એક મોટો પડકાર બની ગયો છે.
આ પણ વાંચો: CAT Admit Card 2021: આજથી CAT એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો, IIM અમદાવાદ આ સમયે લિંક એક્ટિવેટ કરશે