AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

તો આ કારણે નવાઝુદ્દીન સિદ્દીકી પરિવાર સાથે જઈ રહ્યા છે દુબઈ, જાણો કેમ બાળકો રહેશે ત્યાં જ?

નવાઝુદ્દીન સિદ્દીકીનો પરિવાર દુબઈ જઈ રહ્યો છે. આ બાબતે નવાઝુદ્દીનની પત્ની આલિયાએ તાજેતરમાં જ ખુલાસો કર્યો છે કે તે ખૂબ જ જલ્દી બાળકોના અભ્યાસ માટે દુબઈ જઈ રહ્યા છે.

તો આ કારણે નવાઝુદ્દીન સિદ્દીકી પરિવાર સાથે જઈ રહ્યા છે દુબઈ, જાણો કેમ બાળકો રહેશે ત્યાં જ?
Wife Aaliya revealed that why Nawazuddin Siddiqui entire family is now going to Dubai
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 03, 2021 | 11:52 PM
Share

બોલીવુડના પ્રખ્યાત અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકી (Nawazuddin Siddiqui) પોતાના પરિવાર સાથે દુબઈ જવાની તૈયારી કરી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી નવાઝુદ્દીન અને તેની પત્ની આલિયાના ખરાબ સંબંધોના સમાચારો સામે આવી રહ્યા હતા. જે બાદ હવે બંને વચ્ચે બધુ ઠીક જણાઈ રહ્યું છે. અહેવાલ અનુસાર, નવાઝુદ્દીન હવે તેના આખા પરિવારને વેકેશન પર લઈ જઈ રહ્યા છે. જ્યાં તે તેમની સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરવા માંગે છે. પરિવાર સાથે આવ્યા બાદ, આ પ્રથમ વખત હશે જ્યારે નવાઝ સાથે પ્રવાસે જઈ રહ્યા છે.

બાળકોના અભ્યાસમાં પડી રહી છે તકલીફ

અહેવાલ અનુસાર નવાઝુદ્દીન સિદ્દીકીની પત્ની આલિયાએ કહ્યું છે કે, તે સાચું છે કે અમે દુબઈ જઈ રહ્યા છીએ, દુબઈ ગયા પછી, અમારા બંને બાળકો શોરા અને યાની ત્યાં જ રહેશે અને તેમનો અભ્યાસ પૂરો કરશે. ભારતમાં આ દિવસોમાં ઓનલાઈન અભ્યાસ થઈ રહ્યો છે, જ્યાં અમને લાગે છે કે આવનારા કેટલાક વર્ષો સુધી આવું જ રહેશે. જેના કારણે અમે અમારા બાળકોને દુબઈની શાળામાં દાખલ કરાવ્યા છે. કારણ કે ઓનલાઈન અભ્યાસ દરમિયાન વાતાવરણ યોગ્ય નથી અને બાળકો યોગ્ય રીતે અભ્યાસ કરી શકતા નથી, વર્ગખંડનું શિક્ષણ અલગ છે. અમે બહુ જલ્દી દુબઈ જવા માટે ટિકિટ કરાવીશું.

નવાઝુદ્દીન સિદ્દીકી થોડા દિવસોમાં આલિયા અને બાળકોને છોડીને લંડન જવા રવાના થશે, સમાચાર છે કે અભિનેતા અહીં તેમની આગામી ફિલ્મ હીરોપંતી 2 (Heropanti 2) નું શૂટિંગ શરૂ કરશે. આ ફિલ્મમાં અભિનેતા ટાઇગર શ્રોફ અને તારા સુતરિયા સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ દિવસોમાં નવાઝ પરિવાર સાથે ખૂબ જ ખુશ છે. નવાઝ અને તેની પત્ની તેમજ બંને બાળકો કસારામાં નવાઝના ફાર્મહાઉસમાં છે.

તમને જણાવી દઈએ કે, સંજય દત્ત પણ થોડા મહિના પહેલા પોતાના આખા પરિવાર સાથે દુબઈ શિફ્ટ થઈ ગયો છે. જ્યાંથી પોતાની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતો રહે છે. આ સાથે, કલાકારો કામ હોવા પર જ મુંબઈ આવે છે, અને કામ પૂરું થયા પછી તરત જ દુબઈ પરત જતા રહે છે. શરૂઆતથી જ દુબઈ બોલિવૂડ સ્ટાર્સની પહેલી પસંદ રહ્યું છે. જેના કારણે હવે નવાઝ પોતાના પરિવારને પણ ત્યાં શિફ્ટ કરી રહ્યા છે.

આ પણ વાંચો: OTT નો અક્ષય કુમાર બનવા જઈ રહ્યો છે અધ્યયન સુમન! આશ્રમના પાત્ર બાદ મળ્યા 14 મોટા પ્રોજેક્ટ

આ પણ વાંચો: Money Heist Season 5: શું નૈરોબી આ સિઝનમાં પરત ફરશે? મેકર્સે કેવી રીતે જીવિત કરશે આ મરેલા પાત્રને?

g clip-path="url(#clip0_868_265)">