AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Heist Season 5: શું નૈરોબી આ સિઝનમાં પરત ફરશે? મેકર્સે કેવી રીતે જીવિત કરશે આ મરેલા પાત્રને?

'મની હાઇસ્ટ' નવી સીઝન સાથે ફેન્સના દિલ જીતવા તૈયાર છે. 'મની હાઇસ્ટના સીઝન 5' નું ટ્રેલર 2 ઓગસ્ટે રિલીઝ થશે. આ વખતે ચાહકોને આમાં એક ખાસ સરપ્રાઈઝ જોવા મળી શકે છે.

Money Heist Season 5: શું નૈરોબી આ સિઝનમાં પરત ફરશે? મેકર્સે કેવી રીતે જીવિત કરશે આ મરેલા પાત્રને?
Will Nairobi return in the Money Heist Season 5?
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 10:03 AM
Share

Money Heist Season 5: નેટફ્લિક્સની (Netflix) ખૂબ જ પ્રખ્યાત સ્પેનિશ વેબ સિરીઝ મની હાઇસ્ટ ભારતમાં પણ ખુબ પસંદ કરવામાં આવી છે. અત્યાર સુધી, આ સિરીઝની ચાર સીઝન ચાહકો સમક્ષ રજૂ કરવામાં આવી છે અને હવે ચાહકો પાંચમી સિઝનની રાહ જોઈ રહ્યા છે, જે ટૂંક સમયમાં આવી રહી છે. આ સિઝન છેલ્લી હશે કે નહીં, હજી કશું કહી શકાય તેમ નથી. પણ હા, આ વેબ સિરીઝને દરેક વખતની જેમ ખાસ બનાવવાની તૈયારીઓ થઇ ચૂકી છે.

મની હાઇસ્ટ સિઝન 5 (Money Heist Season 5) માં, દરેકને જાણવું છે કે પ્રોફેસર (Professor) તેની ટીમને પોલીસથી બચાવી શકે છે કે નહીં? તાજેતરમાં જ આ સિરીઝના રિલીઝ થયેલા ટીઝરમાંથી સ્પષ્ટ છે કે પ્રોફેસર માટે આ સિઝન સરળ નહીં રહે. તે જ સમયે, છેલ્લી સીઝનના અંત સાથે, ચાહકોને હતું કે આગામી સિઝનમાં નૈરોબી (Nairobi) નહીં હોય. પરંતુ એવું નથી, મેકર્સે આ સિઝનમાં પણ ખાસ રીતે તેની એન્ટ્રી કરાવશે.

સિઝન 5 માં નૈરોબી પરત આવશે?

હા, આલ્બા ફ્લોરેસ દ્વારા બનાવાયેલી આ સિરીઝની સિઝન 4 માં નૈરોબીનું મૃત્યુ થાય છે. પોલીસ તેને બંદી બનાવે છે અને ટીમ તેને મુક્ત કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ અંતે નૈરોબીને માથામાં ગોળી વાગી જાય છે.

જો કે, સિઝન ચારમાં, એવું લાગતું હતું કે નૈરોબીનું પાત્ર હવે સમાપ્ત થઈ ગયું છે. પરંતુ તમને જણાવી દઈએ કે તે પાંચમી સીઝનમાં પણ જોવા મળશે. આવી સ્થિતિમાં, હવે ફેન્સના મનમાં પ્રશ્ન થશે કે કેવી રીતે? ચાલો તમને જણાવી દઈએ કે કેટલાક અહેવાલો અનુસાર, આ પાંચમી સિઝનમાં, તે પ્રથમ સિઝનના ફ્લેશબેકમાં દેખાશે. જો કે, તે હજી સ્પષ્ટ નથી કે તેની ભૂમિકા ખરેખર ફ્લેશબેકમાં હશે કે પછી નિર્માતાઓ કોઈ ટ્વિસ્ટ લાવીને નૈરોબીને જીવંત બતાવશે.

‘મની હાઇસ્ટ’ સિઝન 5 થી શું અપેક્ષા રાખવી?

સિઝન 5 માં તે જાહેર થશે કે પ્રોફેસર મરી જશે કે જીવશે. હવે મની હાઇસ્ટના 5 માં એપિસોડમાં પ્રોફેસર અને તેની ટીમ શું કરે છે તે જોવાનું રહેશે પાંચમી સિઝનનું ટ્રેલર આજે (2 ઓગસ્ટે) રિલીઝ થવા જઈ રહ્યું છે. નોંધપાત્ર બાબત એ છે કે આ સિરીઝમાં દેખાતા તમામ પાત્રોને વિશ્વભરના મોટા શહેરોના નામ આપવામાં આવ્યા હતા. તેમાં ટોક્યો, બર્લિન, મોસ્કો, નૈરોબી, રિયો, ડેનવર અને હેલસિંકીનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો: Indian Idol 12: કુમાર સાનુની વાતોમાં ફસાયા પવનદીપ રાજન, અરુણિતા વિશે બોલી ગયા આ વાત

આ પણ વાંચો: Viral: કપિલ શર્મા અને ભારતીનું “બચપન કા પ્યાર” સોંગ સાંભળીને ભાગી ગઈ ફેન, જુઓ Video

જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
જામા મસ્જિદમાં પૂજાનો વીડિયો થયો વાયરલ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
TV9નાં મંચ પર સુધાંશુ ત્રિવેદી સાથે સનાતન સંવાદ
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
ફ્લાઇટ કેન્સલ… દિલ ધડકન તેજ! અને પછી આવી રાહતની સવાર
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
અજાણ્યા સ્ત્રોતથી પૈસા મળી શકે છે, નાના બાળકો તમને વ્યસ્ત રાખશે
"ક્લબિંગ પણ કરે છે અને ભજન પણ ગાય છે": RSS પ્રચાર પ્રમુખ સુનિલ આંબેકર
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વ્યાજખોર ચિરાગ ગોટી સામે સુરતમાં નોંધાઈ વધુ એક પોલીસ ફરિયાદ
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
વડવાળા મંદિરના વિકાસ માટે હર્ષ સંઘવીએ કરી ₹2 કરોડની ગ્રાન્ટની જાહેરાત
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોરારીબાપુએ તલગાજરડા થી સાળંગપુરના નવા રૂટની ST બસનો કરાવ્યો પ્રારંભ
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
મોદીના ભગીરથ પાટીલ, પાણી, અને પડકારની વાતો જાણો
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
g clip-path="url(#clip0_868_265)">