AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પંચાયત વેબ સિરીઝનું ફૂલેરા ગામ હકીકતમાં ક્યાં આવેલું છે અને આ ગામનું અસલી નામ શું છે ?

પંચાયત વેબ સિરીઝની 2 સિઝનને શાનદાર સફળતા મળ્યા બાદ હવે ત્રીજી સિઝન રીલીઝ થઈ છે. જેના કારણે તે હાલ ચર્ચામાં છે. પંચાયતના આ પાર્ટને પણ લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, પંચાયત વેબ સિરીઝનું ફૂલેરા ગામ હકીકતમાં ક્યાં આવેલું છે અને આ ગામનું અસલી નામ શું છે.

પંચાયત વેબ સિરીઝનું ફૂલેરા ગામ હકીકતમાં ક્યાં આવેલું છે અને આ ગામનું અસલી નામ શું છે ?
Panchayat Web SeriesImage Credit source: X
| Updated on: May 29, 2024 | 12:52 PM
Share

ઓટીટી પર ઓછા બજેટમાં અને ઓછી સ્ટાર કાસ્ટ સાથે બનેલી વેબ સિરીઝ પણ લોકોને એટલી ગમે છે કે તેની ચારેબાજુ ચર્ચા થાય છે, તેમાંથી એક છે પંચાયત. હાલમાં પંચાયતની ત્રીજી સિઝન રીલીઝ થઈ છે. જેના કારણે તે હાલ ચર્ચામાં છે. ત્યારે શું તમે જાણો છો કે પંચાયતનું ફૂલેરા ગામ યુપીનું નહીં, પરંતુ મધ્યપ્રદેશનું ગામ છે. વેબ સિરીઝનું શૂટિંગ મધ્યપ્રદેશના આ ગામમાં થયું હતું. ખાસ વાત એ છે કે એક સીએમનું પણ આ ગામ સાથે ખાસ કનેક્શન છે.

આ ગામમાં પંચાયતનું શૂટિંગ થયું હતું

યુપીના બલિયામાં સ્થિત ફુલેરાને ભલે પંચાયત વેબ સિરીઝનો આધાર બનાવવામાં આવ્યો હોય, પરંતુ હકીકતમાં આ વેબ સિરીઝનું શૂટિંગ મધ્યપ્રદેશના મહોડિયા ગામમાં કરવામાં આવ્યું છે. આ ગામમાં બે મહિનામાં સમગ્ર પંચાયત વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું હતું, જેને લોકોનો ઘણો પ્રેમ મળ્યો હતો. જો કે પંચાયત વેબ સિરીઝમાં ઉલ્લેખિત ફૂલેરા ગામ પણ રાજસ્થાનમાં છે, પરંતુ આ વેબ સિરીઝનું શૂટિંગ ન તો રાજસ્થાનમાં થયું છે કે ન તો ઉત્તર પ્રદેશમાં.

સીએમ શિવરાજસિંહ સાથે ખાસ કનેક્શન

તમને જણાવી દઈએ કે ઓનસ્ક્રીન ગ્રામ પંચાયત ‘ફૂલેરા’ મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના ગામ પાસે છે. આ વેબ સિરીઝનો સેટ શિવરાજ સિંહ ચૌહાણના પૈતૃક ગામથી થોડાક કિલોમીટરના અંતરે આવેલા મહોડિયા ગામમાં તૈયાર કરવામાં આવ્યો હતો. સીએમ શિવરાજનું પૈતૃક ગામ જૈતાગાંવ છે. માડમ અને જૈતાગાંવ બંને સિહોર જિલ્લામાં આવે છે અને બંને ગામોની લોકસભા બેઠક વિદિશા છે, જ્યાંથી શિવરાજ સિંહ ચૌહાણ આ લોકસભા ચૂંટણીમાં સાંસદની ચૂંટણી લડી રહ્યા છે.

પૂર્વ સરપંચના ઘરે શૂટિંગ થયું હતું

પંચાયત વેબ સિરીઝને ઘણી સફળતા મળી, જેના પછી આ ત્રીજો ભાગ બનાવવામાં આવ્યો છે. પંચાયતના આ ભાગને પણ લોકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. આ ગામમાં પૂર્વ સરપંચનું ઘર, પંચાયત ભવન અને ગામની પાણીની ટાંકી જેવી જગ્યાઓ પર વેબ સિરીઝના દ્રશ્યો શૂટ કરવામાં આવ્યા છે. તેના શૂટિંગમાં ગામના લોકો પણ મદદ માટે આગળ આવે છે, જ્યારે હવે આ વેબ સિરીઝને કારણે મહોડિયા પણ ખૂબ જ લોકપ્રિય બની ગયું છે, જેને જોવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">