AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anushka Sharma એ જ્યારે આપ્યું હતું Aamir Khan ની આ બ્લોકબસ્ટર ફિલ્મ માટે ઓડિશન, જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 30, 2021 | 3:38 PM
Share

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અનુષ્કાના ફેન પેજ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અનુષ્કાના વીડિયોમાં મુન્નાભાઈ એમબીબીએસનો એક મોનોલોગ એટલે કે એકલ સંવાદ બોલતી જોવા મળે છે. તેની લાઇન બોલતી વખતે અનુષ્કા ભાવુક થઈ જાય છે અને તેમની આંખોમાં આંસુ વહેવા લાગે છે.

અનુષ્કા શર્મા બોલિવૂડમાં લાંબુ અને સફળ અંતર કાપ્યું છે. વર્ષ 2008 માં આવેલી ફિલ્મ રબ ને બના દી જોડીથી અનુષ્કાએ શાહરૂખ ખાન સાથે મુખ્ય અભિનેત્રી તરીકે તેમની ફિલ્મ ઇનિંગ્સની શરૂઆત કરી હતી, પરંતુ શું તમે જાણો છો કે અનુષ્કાએ આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ માટે પણ ઓડિશન આપ્યું હતું. અનુષ્કાનો આ વર્ષો જુનો વીડિયો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અનુષ્કાના ફેન પેજ દ્વારા પર શેર કરવામાં આવ્યો છે. અનુષ્કાના વીડિયોમાં મુન્નાભાઈ એમબીબીએસનું એક મોનોલોગ એટલે કે એકલ સંવાદ બોલતી જોવા મળે છે. તેની લાઇન બોલતી વખતે અનુષ્કા ભાવુક થઈ જાય છે અને તેમની આંખોમાંથી આંસુ નીકળવાં લાગે છે.

તમને જણાવી દઈએ કે, 3 ઇડિઅટ્સ 2009 માં રિલીઝ થઈ હતી અને તે હિન્દી સિનેમાની સૌથી સફળ ફિલ્મોમાંની એક છે. આમિર ખાન સાથે આ ફિલ્મમાં શરમન જોશી અને આર માધવને મુખ્ય પાત્ર ભજવ્યાં હતાં, જ્યારે મહિલા લીડમાં કરીના કપૂર ખાન હતી.

 

 

 

View this post on Instagram

 

A post shared by nushkie♡ (@anushka.loops)

 

રસપ્રદ વાત એ છે કે, આ ફિલ્મમાં બમન ઈરાનીએ કોલેજ ઓફ એન્જિનિયરિંગના ડીન અને કરીનાના પિતાની ભૂમિકા ભજવી હતી, જે મુન્નાભાઇ એમબીબીએસમાં મેડિકલ કોલેજના ડીનનાં પાત્રમાં જોવા મળ્યા હતા. બંને ફિલ્મોનું નિર્દેશન રાજકુમાર ઈરાનીએ કર્યું હતું અને હિન્દી સિનેમાની લોકપ્રિય ફિલ્મોમાં શામેલ છે. 3 ઇડિઅટ્સમાં તો અનુષ્કા ચૂકી ગઈ, પરંતુ પીકે માં તેમને રાજકુમાર અને આમિર ખાન સાથે કામ કરવાની તક મળી.

પી.કે. માં, આમિર એક એલિયનની ભૂમિકા ભજવી રહ્યા હતા, જ્યારે અનુષ્કા એક પત્રકારની ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં તેમની જોડી સુશાંત સિંહ રાજપૂતની સાથે હતી.

અનુષ્કા બોલિવૂડની સફળ અભિનેત્રીઓમાંની એક છે. અભિનય ઉપરાંત, અનુષ્કાએ ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ પોતાની ઓળખ મજબૂત કરી છે અને સતત ગુણવત્તાવાળી ફિલ્મો બનાવી રહી છે. હાલમાં તે નિર્માતા તરીકે વધુ સક્રિય છે. તેમની ફિલ્મ બુલબુલ ગયા વર્ષે નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. તે જ સમયે, એમેઝોન પ્રાઇમ વીડિયો પર વેબ સિરીઝ પાતાલલોક આવી હતી.

આ બંને પ્રોજેક્ટ ખુબ સમાચારમાં હતા. હવે અનુષ્કાની બીજી વેબ સિરીઝ માઈ નેટફ્લિક્સ પર આવવા જઇ રહી છે. અભિનેત્રી તરીકે અનુષ્કાની છેલ્લી સ્ક્રીન રજૂઆત 2018 ની ફિલ્મ ઝીરોમાં છે, જેમાં શાહરૂખ ખાને મુખ્ય ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હતી.

 

આ પણ વાંચો :- Priyanka Chopra એ કરી મદદની અપીલ, કહ્યું – ‘ કોરોનાથી મારા દેશમાં લોકો મરી રહ્યા છે, તમારી જરૂરત છે’

આ પણ વાંચો :- ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે … નો તે માસૂમ બાળક થઈ ગયો છે એટલો મોટો, જુઓ ન જોયેલા ફોટા

g clip-path="url(#clip0_868_265)">