Priyanka Chopra એ કરી મદદની અપીલ, કહ્યું – ‘ કોરોનાથી મારા દેશમાં લોકો મરી રહ્યા છે, તમારી જરૂરત છે’

કોવિડ 19 ને કારણે દેશમાં આરોગ્ય સેવાઓ ખરાબ હાલતમાં છે. કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં પથારી, ઓક્સિજન અને દવાઓની તીવ્ર તંગીથી પીડાઈ રહ્યા છે.

Hiren Buddhdev
| Edited By: | Updated on: Apr 29, 2021 | 7:31 PM

કોવિડ 19 ને કારણે દેશમાં આરોગ્ય સેવાઓ ખરાબ હાલતમાં છે. કોરોના સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં પથારી, ઓક્સિજન અને દવાઓની તીવ્ર તંગીથી પીડાઈ રહ્યા છે. આ મુશ્કેલ સમયમાં, વિશ્વના ઘણા દેશોએ મદદ માટે હાથ લંબાવ્યો છે. દરમિયાન, પ્રિયંકા ચોપરાએ તમામ લોકોને રાહત માટે આગળ આવવાની અપીલ કરી છે. તે આ દિવસોમાં લંડનમાં છે. તેમણે તેમનો એક વીડિયો પોસ્ટ કર્યો છે, જેના દ્વારા તેમણે આ સંદેશ આપ્યો છે.

‘ભારત મારું ઘર છે’

પ્રિયંકાએ લખ્યું છે કે ‘ભારત મારું ઘર છે, જે કોવિડથી ખરાબ રીતે પ્રભાવિત થયું છે. બધાની મદદની જરૂરત છે. રેકોર્ડ સંખ્યામાં લોકો મરી રહ્યા છે. દરેક જગ્યાએ રોગ છે અને તે મોટા પાયે ફેલાય રહ્યો છે. ‘

પ્રિયંકાએ જણાવ્યું કે તે પોતે પણ આર્થિક મદદ માટે પ્રયાસ કરી રહી છે. તેમણે વધુમાં લખ્યું છે કે ‘નિક અને હું પહેલેથી જ મદદ કરી રહ્યા છીએ અને યોગદાન ચાલુ રાખ્યું છે. આપણે બધાએ જોયું છે કે આ વાયરસ ક્યાં સુધી ફેલાયો છે. આપણા વચ્ચે એક મહાસાગરથી કોઈ ફર્ક નથી પડતો. જ્યા સુધી દરેક સુરક્ષિત નથી થઈ જતા, ત્યાં સુધી કોઈ પણ સુરક્ષિત નથી. આટલા બધા લોકોની મદદ કરવા માટે, આટલા લોકોને મદદ કરતા જોવુ ખુબજ ખુશીની વાત છે. આપણે આ વાયરસને હરાવો જરૂરી છે, અને આવુ કરવા માટે આપણા બધાની આવશ્યકતા છે . મારો દિલથી, આભાર. ‘

બધાને કરી મદદ માટે અપીલ

વીડિયોમાં પ્રિયંકા કહે છે, ‘આખરે અત્યારે આટલી જરૂરત કેમ છે? હું જણાવું છું તમને, હોસ્પિટલોમાં કોઈ જગ્યા નથી. એમ્બ્યુલન્સ વ્યસ્ત છે. ઓક્સિજનની તીવ્ર અછત છે. સ્મશાનગૃહમાં ભારે ભીડ છે. ભારત મારું ઘર છે અને લોકો ત્યાં મરી રહ્યા છે. એક વૈશ્વિક સમુદાય તરીકે આપણે આગળ આવવું જોઈએ. હું જણાવું છું કે આપણે શા માટે એકબીજાની ચિંતા કરવી જોઈએ. જ્યા સુધી દરેક સુરક્ષીત નથી થતા, ત્યાં સુધી કોઈ સુરક્ષિત નથી. તો આગળ આવો અને આ રોગચાળા દરમિયાન મદદ કરો. ‘

આ પણ વાંચો :- Irrfan Khan death anniversary: ‘જ્યારે જીવન તમારા હાથમાં લીંબુ પકડાવે છે, ઇરફાન ખાનનો આ સંદેશ સાંભળીને આજે પણ ભાવુક થઈ જાય છે ચાહકો

આ પણ વાંચો :- Sonu Soodએ લોન્ચ કરી ‘ફ્રી કોવિડ હેલ્પ’, ઘરે બેસીને કોરોના ટેસ્ટથી લઈને ડોકટરોની મેળવી શકાશે સલાહ

Follow Us:
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">