અક્ષય-અજયથી પાછળ રહી જવાના ડરથી પરેશાન શાહરુખ ખાન, આ વિડીયો જોઈને તમે પણ રહી જશો હેરાન

અભિનેતા શાહરૂખ ખાને તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો બાદ SRK ના OTT આગમનની અટકળો શરુ થઇ ગઈ છે.

અક્ષય-અજયથી પાછળ રહી જવાના ડરથી પરેશાન શાહરુખ ખાન, આ વિડીયો જોઈને તમે પણ રહી જશો હેરાન
Will Shah Rukh Khan make his OTT debut soon Hints given by Karan Johar

શાહરૂખ ખાને તાજેતરમાં એક વિડીયોમાં જોવા મળ્યો છે. તેમાં જોવા મળી રહ્યું છે કે અન્ય અભિનેતાઓના કારણે SRK ટેન્શનમાં આવી ગયો છે.

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાને (Shah Rukh Khan) તાજેતરમાં જ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે. આ વિડીયો બાદ SRK ના OTT આગમનની અટકળો શરુ થઇ ગઈ છે. આ વિડીયો રમુજી છે. પરંતુ વિડીયો બાદ ફેન્સમાં ખળભળાટ ફેલાઈ ગયો છે. તેમાં સુપરસ્ટાર શાહરૂખ ખાન તેની બાલ્કનીમાં ઉભા છે અને નીચે ઉભેલા ફેન્સને જોયા પછી સિગ્નેચર સ્ટાઇલમાં હાથ હલાવે છે. આ સાથે જ શાહરૂખ તેમની બાજુમાં ઉભેલા રાજેશ જૈસ પણ ઉભા છે.

રાજેશ બાદશાહ ખાનના મનમાં શંકા ઉભી કરે છે કે શું આ ફેન્સ મેશા આ પ્રકારના રહેશે? કારણ કે હવે મોટાભાગના સ્ટાર્સ ઓટીટી તરફ વળી રહ્યા છે. જ્યાં અક્ષય કુમાર, અજય દેવગન સહિત અનેક સ્ટાર્સ છે. તેના પર શાહરુખ ખાન પૂછે છે કે શું ત્યાં કોઈ છે જે OTT પર નથી. આના પર રાજેશ જેસ કહે છે કે હા, તમે.

શાહરૂખ ખાને સોશિયલ મીડિયા પર આ વીડિયો શેર કર્યો કે તરત જ તેના નજીકના મિત્ર કરણ જોહરે તેને રિટ્વિટ કરીને કહ્યું કે, ‘ક્યારેય વિચાર્યું નહોતું કે બોલિવૂડના બાદશાહને પણ FOMO (ફીયર ઓફ મિસિંગ આઉટ) એટલે કે ગુમ થવાનો ભય હશે. હવે એવું લાગે છે કે મેં બધું જોઈ લીધું છે. કરણ જોહરની આ ટિપ્પણી પર શાહરૂખ ખાન જવાબ પણ આપે છે. જવાબથી અટકળો શરુ થઇ છે. જી હા અને આ જવાબ છે ‘પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત’. રસપ્રદ વાત એ છે કે, ફિલ્મ સ્ટારના આ વિડીયોના અંતે ખબર પડે છે કે આ ડિઝની પ્લસ હોટ સ્ટારની એડ છે.

ડિઝનીની આ એડ પર અંતમાં લખ્યું છે, ‘યહાં સબ હૈ શિવાયે શાહરૂખ કે …’ તમે શાહરૂખ ખાનનો આ ફની વીડિયો અહીં જોઈ શકો છો.

જાહેર છે કે જે રીતે શાહરુખન લઈને આ એડ બનાવવામાં આવી છે. એના પરથી લાગે છે કે શાહરૂખ જલ્દી જ OTT પર આવશે. એમાં પણ ખાસ તે ડિઝની પ્લસ હોટ સ્ટાર સાથે પોતાના OTT કારકિર્દીનું ડેબ્યું કરશે તેવું લાગી રહ્યું છે. જે રીતે હોટ સ્ટાર પ્રોમોશન કરી રહ્યું છે કે અહિયાં શાહરૂખ સિવાય બધું જ છે. એના પરથી લાગે છે કે ટૂંક સમયમાં આ જ પ્રમોશનના ભાગ રૂપે શાહરૂખને OTT પર રજુ કરશે. અને પછી કદાચ એવી એડ પણ બનાવે કે અહીંયા હવે શાહરૂખ પણ છે. આ પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે શાહરૂખને હવે અન્ય અભિનેતાઓથી ડર લાગવા માંડ્યો છે.

શાહરૂખ ખાન આ ફિલ્મોમાં વ્યસ્ત

તમને જણાવી દઈએ કે ફિલ્મ સ્ટારે હજુ સુધી તેની આગામી ફિલ્મની જાહેરાત કરી નથી. પરંતુ મીડિયા અહેવાલો અનુસાર, ફિલ્મ સ્ટાર શાહરૂખ ખાન આ દિવસોમાં યશ રાજ બેનર હેઠળ બની રહેલી ફિલ્મ પઠાણમાં વ્યસ્ત છે. આ સિવાય તે તમિલ ફિલ્મ ડિરેક્ટર એટલીની ફિલ્મ પણ કરી રહ્યા છે આ ફિલ્મોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે.

 

આ પણ વાંચો: વર્ષો બાદ શાનદાર કલાકાર એકસાથે: આ ફિલ્મમાં જોવા મળશે અમિતાભ બચ્ચન, ડેની, બમણ ઈરાની અને અનુપમ ખેર

આ પણ વાંચો: Ganpati Visarjan : શિલ્પા શેટ્ટીના ઘરે થયું દોઢ દિવસના ગણપતિ બાપ્પાનું વિસર્જન, જુઓ તસ્વીરો

Click on your DTH Provider to Add TV9 Gujarati