આ વીકએન્ડ પર રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો, જાણો કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે

આ અઠવાડિયે ઘણી રસપ્રદ વેબ સિરીઝ ઓટીટી (OTT platform) પર સ્ટ્રીમ થશે. અમે તમને આ અઠવાડીયે રીલિઝ થવા જઈ રહેલ વેબ સિરીઝ વિશે જણાવી રહ્યા છીએ, જે ઓટીટી પર આવવા જઈ રહી છે.

આ વીકએન્ડ પર રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો, જાણો કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે
Aditya Roy Kapoor - Ranveer Singh - Anil Kapoor, Yami Gautam
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 16, 2023 | 11:00 PM

ફેબ્રુઆરીનું ત્રીજું અઠવાડિયું OTT પર વિવિધ મૂવીઝ અને વેબ સિરીઝથી ધૂમ મચાવવા તૈયાર છે. જ્યારે રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝની બોલિવૂડ ફિલ્મ સર્કસ બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ, તે આ અઠવાડિયાના અંતમાં ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં છે. બીજી બાજુ લોસ્ટ અને ધ રોમેન્ટિક્સ જેવી ફિલ્મો પણ ઓનલાઈન ધૂમ મચાવી રહી છે. નવી વેબ સિરીઝ વિશે વાત કરીએ તો, અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર સ્ટારર મચ અવેટેડ ધ નાઈટ મેનેજર અને કદ્રમા બિગ બેટ 2 ઓટીટી પર પ્રીમિયર થઈ રહી છે.

ધ નાઈટ મેનેજર

અનિલ કપૂર અને આદિત્ય રોય કપૂર ધ નાઈટ મેનેજરમાં જોવા મળશે. આ સિવાય શોભિતા ધુલીપાલા, તિલોત્તમા શોમ, સસ્વત ચેટર્જી અને રવિ બહેલ પણ છે. જાસૂસ-થ્રિલર સિરીઝ એ જ્હોન લે કેરેની નવલકથા ધ નાઈટ મેનેજરનું હિન્દી વર્ઝન છે.

આજનું રાશિફળ તારીખ : 26-01-2025
26 જાન્યુઆરી પહેલા સૈનિકો વચ્ચે પહોંચી ગયો એમએસ ધોની
આ મહિલા ખેલાડીએ એક જ ટુર્નામેન્ટમાં IPL જેટલી ઈનામી રકમ જીતી
Beautiful IAS : છેલ્લી ટ્રાયલમાં IAS બનેલી પ્રિયંકા ગોયલ છે રૂપ સુંદરી
Jioનો સસ્તો રિચાર્જ પ્લાન ! રોજ મળશે 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ, કિંમત માત્ર આટલી
ભારતીયોને વિદેશમાં સરળતાથી મળશે PR, આ 5 દેશ સરળતાથી આપે છે ગ્રીન કાર્ડ

ઓટીટી પ્લેટફોર્મ: ડિઝની પ્લસ હોટસ્ટાર રિલીઝ ડેટ – 17 ફેબ્રુઆરી ડાયરેક્ટર: સંદીપ મોદી, પ્રિયંકા ઘોષ ભાષા: હિન્દી

સર્કસ

રણવીર સિંહ, પૂજા હેગડે અને જેકલીન ફર્નાન્ડીઝની બોલિવૂડ ફિલ્મ સર્કસ જે બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હતી, તે આ વીકએન્ડ ઓટીટી પર રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મ કોમેડી-ડ્રામા છે જેમાં સિંઘ ડબલ રોલમાં છે. તેમાં વરુણ શર્મા, અશ્વિની કાલસેકર, સુલભા આર્ય, વ્રજેશ હિરજી, અનિલ ચરણજીત, વિજય પાટકર, સિદ્ધાર્થ જાધવ અને ટીકુ તલસાનિયા પણ છે.

ઓટીટી પ્લેટફોર્મ: નેટફ્લિક્સ રિલીઝ ડેટ – 17 ફેબ્રુઆરી ડાયરેક્ટર: રોહિત શેટ્ટી ભાષા: હિન્દી

ધ રોમેન્ટિક

ધ રોમેન્ટિક્સમાં ત્રણેય ખાન, સલીમ ખાન, રણબીર કપૂર, અમિતાભ બચ્ચન, રણવીર સિંહ, રાની મુખર્જી, ઋતિક રોશન, અનુષ્કા શર્મા અને અન્યો યશ ચોપરાના વારસા અને બોલિવૂડમાં રોમેન્ટિક ફિલ્મો બનાવવા વિશે વાત કરે છે. કેમેરા અને મીડિયાથી દૂર રહેવા માટે જાણીતા, યશ રાજ ફિલ્મ્સના વડા આદિત્ય ચોપરાએ પણ ‘ધ રોમેન્ટિક્સ’ માટે તેમનો પ્રથમ ઓન-કેમેરા ઈન્ટરવ્યુ રેકોર્ડ કર્યો હતો.

ઓટીટી પ્લેટફોર્મ: નેટફ્લિક્સ રિલીઝ ડેટ – ફેબ્રુઆરી 14 ડાયરેક્ટર: સ્મૃતિ મુન્દ્રા ભાષા: હિન્દી

ધ જમ્પ ઈન ધ બોક્સ

ઓટીટી પ્લેટફોર્મ: ડિઝની પ્લસ હોટસ્ટાર રિલીઝ ડેટ – 17 ફેબ્રુઆરી ભાષા: કોરિયન, અંગ્રેજી ડબ

માઈનસ વન: ધ ન્યૂ ચેપ્ટર

ઓટીટી પ્લેટફોર્મ: લાયન્સગેટ પ્લે રિલીઝ ડેટ – ફેબ્રુઆરી 14 ડાયરેક્ટર: સિદ્ધાંત માથુર અને શુભમ યોગી ભાષા: હિન્દી

બગદાદ સેન્ટ્રલ

ઓટીટી પ્લેટફોર્મ: લાયન્સગેટ પ્લે રિલીઝ ડેટ – 17 ફેબ્રુઆરી ડાયરેક્ટર: બેન એ. વિલિયમ્સ ભાષા: અંગ્રેજી

ધ વોલ્ફ પ્રિન્સેસ

ઓટીટી પ્લેટફોર્મ: MX પ્લેયર રિલીઝ ડેટ – ફેબ્રુઆરી 18 ડાયરેક્ટર: ડેની કો ભાષા: હિન્દી

આ પણ વાંચો : The Family Man Season 3: મનોજ બાજપેયી આ હોળી પર આપી શકે છે ફેન્સને સરપ્રાઈઝ, જુઓ Video

લોસ્ટ

યામી ગૌતમ ફિલ્મ લોસ્ટમાં જોવા મળશે. આ ફિલ્મમાં પંકજ કપૂર, નીલ ભૂપાલમ અને પિયા બાજપાઈ પણ છે. યામી ફિલ્મના શૂટિંગ દરમિયાન તે વાસ્તવિક જીવનના ક્રાઈમ રિપોર્ટરોને મળી હતી.

ઓટીટી પ્લેટફોર્મ : જી5 રિલીઝ ડેટ – 16 ફેબ્રુઆરી ડાયરેક્ટર: અનિરુદ્ધ રોય ચૌધરી ભાષા: હિન્દી

g clip-path="url(#clip0_868_265)">