The Family Man Season 3: મનોજ બાજપેયી આ હોળી પર આપી શકે છે ફેન્સને સરપ્રાઈઝ, જુઓ Video

The Family Man Season 3: મનોજ બાજપેયીની (Manoj Bajpayee) અપકમિંગ વેબ સિરીઝ ધ ફેમિલી મેન સીઝન 3ને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. આ પહેલા આવેલી બે સિઝનોએ જોરદાર ધૂમ મચાવી હતી.

The Family Man Season 3: મનોજ બાજપેયી આ હોળી પર આપી શકે છે ફેન્સને સરપ્રાઈઝ, જુઓ Video
Manoj BajpayeeImage Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2023 | 8:50 PM

મનોજ બાજપેયી હંમેશા તેની એક્ટિંગને કારણે ચર્ચામાં રહે છે. હાલમાં એક્ટર તેની અપકમિંગ વેબ સિરીઝ ‘ધ ફેમિલી મેન સિઝન 3’ને લઈને વ્યસ્ત છે. દર્શકોમાં સિરીઝને લઈને જબરદસ્ત ક્રેઝ જોવા મળી રહ્યો છે. વર્ષ 2019માં આવેલી ધ ફેમિલી મેનની પહેલી સીઝને લોકોમાં અદભૂત ક્રેઝ ઉભો કર્યો હતો. આ પછી ફેન્સ ફરી એકવાર મનોજની એક્ટિંગ પર ફિદા થઈ ગયા. સીઝન 2 પછી મનોજના ફેન્સ તેને સીઝન 3 વિશે પૂછતા જોવા મળે છે. પરંતુ હવે ફેન્સની રાહનો અંત આવ્યો છે. તમને જણાવી દઈએ કે સીઝન 3 ક્યારે સ્ટ્રીમ થશે?

તમને જણાવી દઈએ કે હાલમાં જ મનોજ બાજપેયીએ પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પર પોતાની આવનારી મચ અવેટેડ વેબ સિરીઝ વિશે જાણકારી શેયર કરી છે. તેને એક વીડિયો શેયર કર્યો છે, જેમાં તે સીરિઝ વિશે વાત કરતો જોવા મળી રહ્યો છે. તેને કહ્યું કે તેની ફિલ્મ આ હોળી પર જ સ્ટ્રીમ થશે. વીડિયોમાં તે કહેતો જોવા મળી રહ્યો છે કે આ હોળી હું પોતાની ફેમિલીને લઈને આવી રહ્યો છું. સ્ટે ટ્યૂન્ડ. આ સાથે તેને કેપ્શનમાં એવું પણ લખ્યું છે કે હું ફેમિલી સાથે આવું છું… સ્વાગત નહીં કરો અમારું…?

ક્રિકેટર સિરાજ અને વાયરલ ગર્લના Photo નું સત્ય આવ્યું સામે, જુઓ
Headache : રોજ માથાનો દુખાવો થાય છે? આ રોગનું હોય શકે લક્ષણ
Fenugreek Seeds : પેટની ચરબીને 20 દિવસમાં ઓગાળી દેશે આ દાણા, દરરોજ સવારે આ રીતે કરો સેવન
અઢી વર્ષની પીડા.. ધોની સાથે પોપ્યુલર થયેલી યુવતીએ કર્યો દર્દનાક ખુલાસો
Car price : અત્યારે ડિમાન્ડમાં છે આ કાર, 1 ફેબ્રુઆરીથી થશે મોંઘી
Kiss કરતી વખતે આંખો બંધ થઈ જવા પાછળ 5 કારણો

અહીં જુઓ વીડિયો

સેલેબ્સ અને ફેન્સમાં જબરદસ્ત એક્સાઈટમેન્ટ

હવે આ વીડિયો સામે આવ્યા બાદ ફેન્સ સતત પોતાના રિએક્શન આપી રહ્યા છે. પરંતુ મનોજ બાજપેયીએ સિરીઝનું નામ નથી લીધું, પરંતુ તેને ક્લિયર હિન્ટ આપી છે. હવે ફેન્સની એક્સાઈટમેન્ટનો અંદાજ લગાવવો ઘણો મુશ્કેલ બની રહ્યો છે. ફેન્સ સિવાય તમામ સેલેબ્સ પણ મનોજના આ વીડિયો પર પોતાનું રિએક્શન આપી રહ્યા છે. તમે લોકોની કોમેન્ટ્સ પરથી અંદાજ લગાવી શકો છો કે તેઓ આ સીરિઝની કેટલી હદ સુધી રાહ જોઈ રહ્યા હતા.

આ પણ વાંચો : ‘વધ’થી લઈને ‘જહાનાબાદ’ સુધી, OTT પર આજે રિલીઝ થઈ રહી છે આ ફિલ્મો અને વેબસિરીઝ

હોળી પર મનોજ તેના ફેન્સને આપશે સરપ્રાઈઝ!

ધ ફેમિલી મેન વેબ સિરીઝમાં મનોજ બાજપેયીની ધમાકેદાર એક્ટિંગે ફરી એકવાર ફેન્સનું દિલ જીતી લીધું હતું. હવે લોકો આ થ્રિલર સિરીઝની સીઝન 3ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે હજુ સુધી આ વિશે કોઈ ઓફિશિયલ એનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું નથી. પરંતુ મનોજ બાજપેયીના આ વીડિયોએ લોકોના અંદાજને અમુક અંશે ક્લિયર કરી દીધું છે. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે શું આ હોળી પર મનોજ બાજપેયી તેમના ફેન્સને સરપ્રાઈઝ આપે છે?

g clip-path="url(#clip0_868_265)">