આ દિવસે OTT પર રિલીઝ થશે ‘ઊંચાઈ’, નવા વર્ષ પર થશે વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર

ઉંચાઈને (Uunchai) બોક્સ ઓફિસ પર સારા રિવ્યૂ મળ્યા છે. હવે આ ફિલ્મ ઓટીટી પર પણ ધૂમ મચાવવા માટે તૈયાર છે. તમે જાન્યુઆરીમાં આ દિવસે આ ફિલ્મ ઓટીટી પર જોઈ શકશો.

આ દિવસે OTT પર રિલીઝ થશે 'ઊંચાઈ', નવા વર્ષ પર થશે વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 30, 2022 | 10:21 PM

અમિતાભ બચ્ચનની મલ્ટી સ્ટારર ફિલ્મ ‘ઊંચાઈ’ હવે ઓટીટી પર રિલીઝ થવા જઈ રહી છે. નવા વર્ષ પર વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ ZEE 5 વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર લોન્ચ કરવા માટે તૈયાર છે. નવા વર્ષની શરૂઆતમાં ઊંચાઈ તેના ઓટીટી લવર્સ માટે સ્ટ્રીમ કરવામાં આવશે. મહાવીર જૈન ફિલ્મ્સ અને બાઉન્ડલેસ મીડિયાના સહયોગથી રાજશ્રી પ્રોડક્શન દ્વારા નિર્મિત ઊંચાઈ, સૂરજ આર બડજાત્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા સૂરજ બડજાત્યા ફરી એકવાર નિર્દેશનમાં પરત ફર્યા છે. હવે જાણો આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે?

ફિલ્મને મળ્યો સારો રિસ્પોન્સ

મિત્રતાનું ઉદાહરણ આપતી અનોખી સ્ટોરી સાથે ઉંચાઈ દર્શકોના દિલને સ્પર્શી જવામાં સફળ રહી હતી. થિયેટરોમાં આ ફિલ્મ 11 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ઓછી સ્ક્રીન્સ હોવા છતાં ફિલ્મને દર્શકોનો સારો રિસ્પોન્સ મળ્યો. આજે પણ ઊંચાઈ દેશભરના 141 થિયેટરોમાં પ્રદર્શિત થઈ રહી છે.

આ દિવસે થશે સ્ટ્રીમ

હવે ફિલ્મ ઊંચાઈનું 6 જાન્યુઆરી 2023ના રોજ વર્લ્ડ ડિજિટલ પ્રીમિયર થવા જઈ રહ્યું છે. તે Zee5 પર સ્ટ્રીમ થશે. ફિલ્મની સ્ટોરીમાં અમિત (અમિતાભ બચ્ચન), જાવેદ (બોમન ઈરાની) અને ઓમ (અનુપમ ખેર) ત્રણ વડીલ મિત્રો આસપાસ ફરે છે જેઓ તેમના દિવંગત મિત્ર ભૂપેન (ડેની ડેન્ઝોંગપા)ની ઈચ્છા પૂરી કરવા એવરેસ્ટ બેઝ કેમ્પ સુધી જવાનો ઈરાદો ધરાવે છે. તેમની સફર ઊંચાઈ પર ચઢવાની સાથે શરૂ થાય છે. જે પછી શબીના એટલે કે નીના ગુપ્તા જે આ ફિલ્મમાં બોમન ઈરાનીની પત્નીનો રોલ કરી રહી છે, તેની સાથે મુલાકાત થાય છે.

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

વ્યક્તિગત અને ભાવનાત્મક સ્ટોરી છે ઊંચાઈ

આ સફરમાં તે શબીના, જાવેદની પત્ની (નીના ગુપ્તા), માલા, ભૂપેનનો લાંબા સમયથી ખોવાયેલો પ્રેમ (સારિકા) અને તેની ટૂર ગાઈડ શ્રદ્ધા (પરિણીતિ ચોપરા)ને મળે છે. તે તેની ઉંમરના આ તબક્કે આવા ટ્રેકિંગમાં સફળ થાય છે કે નહીં તે એક વ્યક્તિગત, ભાવનાત્મક અને આધ્યાત્મિક સ્ટોરી છે ઊંચાઈ. જો તમે સંબંધોનું મહત્વ, મિત્રતાનું સમર્પણ, જીવનની કેટલીક પાયાની જાણકારી મનોરંજનના રૂપમાં સમજવા માંગતા હોવ તો એકવાર ફિલ્મ જોવી જોઈએ. એવો દાવો કરવામાં આવે છે કે લાંબી હોવા છતાં પણ આ ફિલ્મ તમને જરાય નિરાશ નહીં કરે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">