AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સોનાક્ષી સિન્હાની ‘દહાડ’, દેશની પહેલી વેબ સિરીઝનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સ્ક્રિનિંગ

બોલિવૂડની એક્ટ્રેસ સોનાક્ષી સિન્હાની (Sonakshi Sinha) વેબ સિરીઝને સ્ટ્રીમિંગ પહેલા જ સફળતા મળી છે. આ વેબ સિરીઝનું બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં સ્ક્રિનિંગ થશે. બર્લિન ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં આમ કરનારી આ દેશની પહેલી વેબ સિરીઝ બનશે. ઝોયા અખ્તરે આ સારા સમાચાર શેયર કર્યા છે.

સોનાક્ષી સિન્હાની 'દહાડ', દેશની પહેલી વેબ સિરીઝનું બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે સ્ક્રિનિંગ
Sonakshi SinhaImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 7:58 PM
Share

Sonakshi Sinha Upcoming Web Series: ફિલ્મોમાં સોનાક્ષી સિન્હાએ નામ કમાવ્યું છે, હવે એક્ટ્રેસ ઓટીટી પ્લેટફોર્મ પર ધૂમ મચાવશે. સોનાક્ષીની નવી વેબ સીરિઝ દહાડ હજુ સુધી ઓનલાઈન પ્લેટફોર્મ પર સ્ટ્રીમ કરવામાં આવી નથી અને તેને ખૂબ જ સફળતા મળી છે. સોનાક્ષી અને વિજય વર્માની આ વેબ સિરીઝ સ્ટ્રીમ પહેલા જ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પોતાની જગ્યા બનાવી ચુકી છે. તેનું સ્ક્રીનિંગ ફેબ્રુઆરી મહિનામાં બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં થશે. આ ખુશખબર આ વેબ સિરીઝના કો-પ્રોડ્યુસર ઝોયા અખ્તરે શેયર કર્યા છે.

ઝોયા અખ્તરે શેયર કરી માહિતી

ઝોયા અખ્તરે ઈન્સ્ટાગ્રામ પર વેબ સિરીઝના કેટલાક સીન શેયર કરતા ફેન્સ સાથે આ ખુશખબર શેયર કરી છે. તેને લખ્યું- ‘#Berlinale મેં દહાડ. બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રીમિયર થનારી પહેલી ભારતીય વેબ સિરીઝ. ઝોયાએ આ પોસ્ટ શેયર કર્યા પછી ફેન્સ તરફથી તેને અભિનંદન મળી રહ્યા છે. પ્રોડ્યુસરને બોલીવૂડ એક્ટર અનિલ કપૂર, હોમી અદજાનિયા, શ્વેતા બચ્ચન નંદા, સિકંદર ખેર અને હુમા કુરેશી તરફથી અભિનંદન મળી રહ્યા છે. ઘણી શાનદાર ફિલ્મો બનાવનાર ઝોયા અખ્તર માટે આ કોઈ અચિવમેન્ટથી ઓછું નથી.

View this post on Instagram

A post shared by Zoya Akhtar (@zoieakhtar)

બતાવવામાં આવશે વેબ સિરીઝના માત્ર 2 પાર્ટ

દહાડની વાત કરીએ તો ફેબ્રુઆરી 2023માં આ સિરીઝ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવશે. આ વેબ સિરીઝના 8 પાર્ટ છે પરંતુ ફેસ્ટિવલમાં માત્ર 2 પાર્ટ જ બતાવવામાં આવશે. આ વેબ સિરીઝમાં સોનાક્ષી સિન્હા અને વિજય વર્મા લીડ રોલમાં જોવા મળશે. આ સિવાય ગુલશન દેવૈયા અને સોહુમ શાહ પણ આ વેબ સિરીઝનો જોવા મળશે. આ વેબ સિરીઝને રિતેશ સિધવાની, ઝોયા અખ્તર, રીમા કાગતી અને ફરહાન અખ્તરે સંયુક્ત રીતે પ્રોડ્યુસ કરી રહ્યા છે.

આ પણ વાંચો: મુશ્કેલીમાં મુકાઈ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન, એવું તો શું થયું કે કોર્ટએ જાહેર કરી નોટિસ

અન્ય વધુ એક ફિલ્મમાં જોવા મળશે સોનાક્ષી

22 ફેબ્રુઆરી 2023ના રોજ બર્લિન ફિલ્મ ફેસ્ટિવલમાં વેબ સિરીઝ બતાવવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે બર્લિનેલમાં આ વેબ સિરીઝ કેટલું કમાલ કરી શકે છે. સોનાક્ષી સિન્હાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો એક્ટ્રેસ પાસે હાલમાં કાકુડા નામની એક ફિલ્મ છે. આ ફિલ્મમાં તે રિતેશ દેશમુખની અપોઝિટ જોવા મળશે. આ સિવાય ફિલ્મમાં સાકિબ સલીમ પણ મહત્વના રોલમાં જોવા મળશે.

અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
g clip-path="url(#clip0_868_265)">