AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

મુશ્કેલીમાં મુકાઈ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન, એવું તો શું થયું કે કોર્ટએ જાહેર કરી નોટિસ

ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન મુશ્કેલીમાં મુકાઈ છે. તે મુશ્કેલીનું કારણ છે કે નાશિકના સિન્નર ગામના તહસીલદારે તેમને જમીન કરના કેસમાં નોટિસ ફટકારી છે.

મુશ્કેલીમાં મુકાઈ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન, એવું તો શું થયું કે કોર્ટએ જાહેર કરી નોટિસ
Actress Aishwarya Rai Bachchan got into trouble
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 17, 2023 | 3:31 PM
Share

મેગાસ્ટાર અમિતાભ બચ્ચનની પુત્રવધૂ અને અભિનેતા અભિષેક બચ્ચનની પત્ની અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન હંમેશા લાઈમલાઈટમાં રહે છે. ઘણીવાર કોઈને કોઈ હેડલાઈન્સ તેના નામે ચાલતી જ હોય છે. પરંતુ હાલમાં અભિનેત્રી કોર્ટની નોટિસને લઈને ચર્ચામાં છે. વાસ્તવમાં ઐશ્વર્યા રાયને બાકી ટેક્સ જમા ન કરવા બદલ નોટિસ આપવામાં આવી છે. અહેવાલો અનુસાર, ઐશ્વર્યા રાયની જમીન પર બાકી ટેક્સને ધ્યાનમાં રાખીને, નાસિકના તસલીદારે અભિનેત્રી વિરુદ્ધ નોટિસ મોકલી છે.

આ પણ વાંચો:Bigg Boss 16 : ટીના-શાલીન અને સુમ્બુલ-સૌંદર્યામાંથી એક થશે શોમાંથી OUT, બિગ બોસમાં આવ્યો ટ્વિસ્ટ

શું છે સમગ્ર મામલો ?

ફિલ્મ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન મુશ્કેલીમાં મુકાઈ છે. તે મુશ્કેલીનું કારણ છે કે નાશિકના સિન્નર ગામના તહસીલદારે તેમને જમીન કરના કેસમાં નોટિસ ફટકારી છે. નાસિકના આ ગામમાં ઐશ્વર્યા રાય બચ્ચનની એક હેક્ટર જમીન છે. આ જમીનનો ઉપયોગ પવનચક્કી માટે થાય છે. આ જમીન પર છેલ્લા એક વર્ષથી 22,000 હજાર રૂપિયાનો પ્રોપર્ટી ટેક્સ બાકી છે, જેના માટે અભિનેત્રીને નોટિસ મોકલવામાં આવી છે. આ રકમ ચૂકવવા માટે તેમને માર્ચના અંત સુધીનો સમય આપવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ, નાસિક તહસીલદાર તરફથી અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચનને નોટિસ મોકલવામાં આવી છે. હકીકતમાં, નાસિકના સિન્નરના અવડી વિસ્તારમાં ઐશ્વર્યાની પવનચક્કી માટે જમીન છે. આ જમીન માટે એક વર્ષનો ટેક્સ બાકી છે. આ ટેક્સ રૂ 21,960 છે. જેને ધ્યાનમાં રાખીને નોટિસ જારી કરવામાં આવી છે. કહેવામાં આવી રહ્યું છે કે આ પહાડી વિસ્તારમાં ઐશ્વર્યા રાયની લગભગ 1 હેક્ટર જમીન છે. આવી સ્થિતિમાં, અભિનેત્રી તરફથી છેલ્લા એક વર્ષથી બાકી લેણાંને લઈને કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જેના કારણે હવે મહેસૂલ વિભાગે આ કડક પગલું ભરવું પડ્યું છે.

અભિનેત્રીની બેક ટુ બેક બે ફિલ્મો આવી રહી છે

આ વર્ષ ઐશ્વર્યા માટે ખૂબ જ ખાસ છે. તેની ફિલ્મ પીએસ 2 રિલીઝ થવાની છે. મોટા બજેટની આ ફિલ્મમાં અભિનેત્રીના રહસ્યમય પાત્રનો ખુલાસો થશે. જેને લઈને ચાહકોમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. પહેલા ભાગમાં ઐશ્વર્યાનો રોલ ફેન્સને પસંદ આવ્યો હતો. પરંતુ તેની ભૂમિકાની લંબાઈ બહુ મોટી ન હતી. પરંતુ ફિલ્મના બીજા ભાગમાં તેને વધારી દેવામાં આવ્યો છે અને તેનો ડબલ રોલ જોવા મળી શકે છે. હાલમાં, તે આ ફિલ્મનો માત્ર એક ભાગ છે અને તેના આગામી પ્રોજેક્ટ્સ વિશે કોઈ વિગતો નથી.

g clip-path="url(#clip0_868_265)">