Bigg Boss OTT 2 નો ફર્સ્ટ લુક આઉટ ! વાયરલ થયો ઈનસાઈડ ફોટો, આ વર્ષની થીમ શું હશે?
Bigg Boss OTT 2 House Theme: સલમાન ખાનનો (Salman Khan) શો બિગ બોસ ઓટીટી આ વખતે ખૂબ જ ગ્રાન્ડ થવા જઈ રહ્યો છે. આ શોને લઈને નવા અપડેટ્સ સામે આવી રહ્યા છે.

Bigg Boss OTT 2 House Theme: બિગ બોસ ઓટીટીની (Bigg Boss OTT 2) નવી સિઝન ટૂંક સમયમાં જ એન્ટરટેઈન કરશે. બિગ બોસ શોને લઈને ફેન્સ ખૂબ જ એક્સાઈટેડ છે. સલમાન ખાન (Salman Khan) પહેલીવાર બિગ બોસ ઓટીટી સિઝનને હોસ્ટ કરશે. શોના મેકર્સ શોને લઈને નવા નવા અપડેટ ફેન્સ સાથે શેર કરે છે. હાલમાં જ મેકર્સે શોના સ્પર્ધક વિશે હિન્ટ આપી હતી. હાલમાં ઘરની અંદરની ઝલક જોવા મળી છે.
બિગ બોસ ઓટીટી 2 ના ઘરનો ઈનસાઈડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વખતે ઘરની ડિઝાઈન એકદમ ઈન્ટરેસ્ટિંગ અને સુંદર છે. પહેલી ઝલક જોયા બાદ સ્પષ્ટ છે કે આ વખતે ઘર ખૂબ જ સુંદર બનવાનું છે. જિયો સિનેમાના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી ઘરની પહેલી ઝલક શેર કરતા લખ્યું છે કે સ્પર્ધકની પહેલી ઝલકએ તમારું દિલ જીતી લીધું હશે. કારણ કે આ વખતે જનતા જ અસલી બોસ છે. આ છે બિગ બોસ ઓટીટી 2ના ઘરની પહેલી ઝલક.
View this post on Instagram
કેવી છે ઘરની પહેલી ઝલક?
મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોમાં દિવાલ પર મોટી આંખની ડિઝાઈન બનાવવામાં આવી છે. તેમજ તેને ખૂબ જ કલરફુલ રાખવામાં આવી છે. મેટાલિક સિલ્વરનો ટચ પણ આપવામાં આવ્યો છે. આ સાથે તેને રસોડામાં ઉપયોગમાં લેવાતા વાસણોથી શણગારવામાં આવે છે. ફોટોમાં એક ટેબલ અને બે નાની ખુરશીઓ રાખવામાં આવી છે. ફોટો જોઈને લાગે છે કે આ વખતની થીમ કિચન સાથે રિલેટેડ હોઈ શકે છે. કારણ કે દર વખતે મોટાભાગના ઝઘડા રસોડામાં જ થાય છે. તે જોવું રસપ્રદ રહેશે આ વખતે શોની થીમ શું હશે.
તમને જણાવી દઈએ કે બિગ બોસ ઓટીટી સિઝન 2 જિયો સિનેમા પર 17 જૂનથી રાત્રે 9 વાગ્યે સ્ટ્રીમ કરવામાં આવશે. આ વખતે શોમાં અવિનાશ સચદેવ, આકાંક્ષા પુરી, આલિયા સિદ્દીકી, બેબિકા, ફલક નાઝ, જિયા શંકર, મનીષા રાની, પલક પુરસવાની જેવા મોટા સ્ટાર્સ જોવાના છે.
એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો