Koffee With Karan: આ 2 બોલિવૂડ સ્ટાર્સને ક્યારેય શોમાં નહીં બોલાવે કરણ જોહર, નામ કહેવામાં પણ ડરતો હતો કરણ

TV9 GUJARATI

|

Updated on: Aug 25, 2022 | 7:59 PM

કરણ જોહરે (Karan Johar) હાલના એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો છે કે તે કોફી વિથ કરણમાં કયા 2 સેલિબ્રિટી સ્ટાર્સને આમંત્રિત કરી શકશે નહીં. આ સ્ટાર્સના નામ જાણીને તમે પણ હેરાન જશો.

Koffee With Karan: આ 2 બોલિવૂડ સ્ટાર્સને ક્યારેય શોમાં નહીં બોલાવે કરણ જોહર, નામ કહેવામાં પણ ડરતો હતો કરણ
Karan Johar
Image Credit source: Instagram

Follow us on

લાંબા સમય પછી બોલિવૂડ ફિલ્મમેકર કરણ જોહર (Karan Johar) તેના રિયાલિટી શો ‘કોફી વિથ કરણ 7’ (Koffee With Karan) સાથે મનોરંજનની દુનિયામાં પરત ફર્યો છે. હાલમાં ‘કોફી વિથ કરણ 7’ હોટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહી છે. કરણ જોહરનો રિયાલિટી શો પહેલા એપિસોડથી જ વિવાદમાં છે. કરણ જોહર શોમાં આવનાર દરેક સ્ટારને ઘણા પર્સનલ સવાલ પૂછતો જોવા મળે છે. ક્યારેક કરણ સ્ટાર્સ સાથે તેની લવ લાઈફ વિશે વાત કરે છે તો ક્યારેક તે સેક્સ સિક્રેટ્સ સાથે જોડાયેલા સવાલો પણ પૂછે છે. આવી પરિસ્થિતિમાં સ્ટાર્સ પણ કરણ જોહરના સવાલોના જવાબો અચકાયા વગર આપે છે.

કરણ જોહરના અતરંગી સવાલોને કારણે આ શો ઘણી વખત વિવાદોમાં ફસાઈ ચૂક્યો છે. આ દરમિયાન કરણ જોહરે ‘કોફી વિથ કરણ 7’ને લઈને મોટું નિવેદન આપ્યું છે. કરણ જોહરે ખુલાસો કર્યો કે કયા 2 સ્ટાર્સ ક્યારેય ‘કોફી વિથ કરણ 7’નો ભાગ બની શકશે નહીં. તમને જાણીને નવાઈ લાગશે કે આ બંને સ્ટાર્સ કરણ જોહરના નજીકના માનવામાં આવે છે. તે પછી પણ કરણ જોહર આ બંને સ્ટાર્સને પોતાના શોમાં બોલાવવા માંગતો નથી.

રેખાની પર્સનલ લાઈફ છુપાવવા માંગે છે કરણ જોહર

ન્યૂઝ પેપર ધ હિન્દુ સાથે વાત કરતાં કરણ જોહરે કહ્યું, ‘હું રેખા અને આદિત્ય ચોપરાને ‘કોફી વિથ કરણ’ પર આવવા માટે ક્યારેય પણ આમંત્રિત કરી શકીશ નહીં. થોડા વર્ષો પહેલા મેં મારા શો માટે રેખા મેડમ સાથે વાત કરી હતી. હું રેખા મેડમને ‘કોફી વિથ કરણ’ પર આવવા માટે મનાવી શક્યો નહીં. મને લાગે છે કે રેખાજીનો ભૂતકાળ એક શાનદાર મિસ્ટ્રી છે. લોકો તેના વિશે ન જાણતા હોય તો જ તે સારું.

આદિત્ય ચોપરાથી ડરે છે કરણ જોહર?

આગળ કરણ જોહરે કહ્યું, ‘હું મારા મેન્ટોર આદિત્ય ચોપરાને પણ શોમાં લાવી શક્યો નથી. આદિત્ય ચોપરાને શોમાં આવવા માટે મનાવવા ખૂબ જ ચેલેન્જિંગ છે. મારામાં આદિત્ય ચોપરા સાથે વાત કરવાની હિંમત નથી. હું એટલો હિંમતવાન નથી.’ વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રા થોડા સમય પહેલા ‘કોફી વિથ કરણ 7’માં પહોંચ્યા હતા. આ દરમિયાન કરણ જોહરે વિકી કૌશલ અને સિદ્ધાર્થ મલ્હોત્રાને એક્સપોઝ કર્યા હતા. હવે કોફી વિથ કરણના આગલા એપિસોડમાં શાહિદ કપૂર અને કિયારા અડવાણી આવશે.

Latest News Updates

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati