નેટફ્લિક્સ અને એમેઝોનને ટક્કર આપવા આવી રહ્યા છે મુકેશ અંબાણી? જાણો તમામ વિગતો

Jio Studios: નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમ વીડિયો જેવા વિદેશી ઓટીટી પ્લેટફોર્મને આવનારા દિવસોમાં જિયો સ્ટુડિયો (Jio Studios) તરફથી સખત સ્પર્ધાનો સામનો કરવો પડે તેવી અપેક્ષા છે. જિયો સ્ટુડિયોએ એક સાથે 100 ફિલ્મો અને વેબ સિરીઝની જાહેરાત કરી છે.

નેટફ્લિક્સ અને એમેઝોનને ટક્કર આપવા આવી રહ્યા છે મુકેશ અંબાણી? જાણો તમામ વિગતો
Jio Studios
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 10:25 PM

Jio Studios Announcement: જિયોની સિમ ક્રાંતિ યાદ છે? દેશભરમાં મોબાઈલ સિમ મફત આપવામાં આવી રહ્યા હતા. મહિનાઓ સુધી લોકો ફ્રી કોલિંગ કરતા અને ઈન્ટરનેટનો ઉપયોગ કરતા. આની અસર એવી હતી કે થોડા જ સમયમાં જિયો સૌથી આગળ પહોંચી ગયું. બાકીની ટેલિકોમ કંપનીઓ માટે તે મુશ્કેલી બની ગઈ હતી. હવે એન્ટરટેઈનમેન્ટની દુનિયામાં પણ કંઈક આવું જ થઈ શકે છે. જિયો સ્ટુડિયોએ 100 પ્રોજેક્ટ્સની જાહેરાત સાથે તેની શરૂઆત કરી છે .

બુધવારે, જિયો સ્ટુડિયોએ જાહેરાત કરી કે તે આવનારા દિવસોમાં 100 ફિલ્મો અને વેબ સિરીઝ લઈને આવી રહ્યું છે. ઘણી સિરીઝ અને ફિલ્મોની ઝલક પણ બતાવવામાં આવી હતી. આમાં ઘણી એવી ફિલ્મો છે, જેની સિક્વલની જાહેરાત કરવામાં આવી હતી. મોટી સ્ટારકાસ્ટ અને ધમાકેદાર ફિલ્મો અને વેબ સિરીઝની લાઈનઅપને કારણે દરેકનું ધ્યાન હવે આ જાહેરાત પર છે. આ સિવાય રીઝનલ ભાષાઓમાં પણ કન્ટેન્ટ આપવાનું વચન આપવામાં આવ્યું છે.

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

આ ઓટીટી પ્લેટફોર્મને આપશે ટક્કર

આ બાબતોને જોઈને સ્પષ્ટ થાય છે કે જિયો સ્ટુડિયો હવે ઓટીટીની દુનિયામાં સ્થાનિક બજારને કબજે કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અત્યાર સુધી માત્ર નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ વીડીયો, હોટસ્ટાર અને જી5 જેવા ઓટીટી પ્લેટફોર્મ જ ભારતમાં લોકપ્રિય છે. જિયો સ્ટુડિયો આ પ્લેટફોર્મ્સ સાથે સીધી સ્પર્ધા કરવાની પ્રક્રિયામાં છે.

સૂત્રોના જણાવ્યા મુજબ જિયો સ્ટુડિયો તેના ઓટીટી જિયો પ્લેટફોર્મ દ્વારા મફત અથવા ખૂબ સસ્તા દરે કન્ટેન્ટ આપશે. અત્યારે આ પ્લેટફોર્મ જિયો યુઝર્સ માટે ફ્રી છે. તેમાં હજુ ઘણી ફિલ્મો છે. પરંતુ ઓટીટીના મોટા ખેલાડીઓ પાસે ટક્કર આપવા માટે કન્ટેન્ટ હજુ નથી. આવામાં આ મોટી જાહેરાત ચોક્કસપણે તમામ મોટા ઓટીટી માટે જોખમ છે. સૂત્રનું એમ પણ કહેવું છે કે આવનારા દિવસોમાં નવી ઓટીટી એપ પણ લોન્ચ કરવામાં આવી શકે છે.

તમામ દર્શકો સુધી પહોંચવાનો પ્રયાસ

નેટફ્લિક્સ અને એમેઝોન જેવા પ્લેટફોર્મ હજુ સુધી નબળા આર્થિક બેકગ્રાઉન્ડવાળા દર્શકો સુધી પહોંચી શક્યું નથી. તેનું કારણ તેમના સબ્સ્ક્રિપ્શનની કિંમત છે અને લોકો પ્લેટફોર્મ વિશે જાણતા નથી. પરંતુ જિયો સ્ટુડિયોમાં આ સમસ્યા નથી. જિયો એપ દરેક ફોનમાં ઉપલબ્ધ છે જેમાં જિયોનું સિમ છે. આવામાં જિયો પાસે દર્શકોના એક મોટા વર્ગ સુધી સરળતાથી પહોંચવાની તાકાત છે.

આ પણ વાંચો : Viral Video: સાડી પહેરીને આ એક્ટ્રેસે પૂલમાં કર્યું જોરદાર સ્વિમિંગ, ફેન્સે કહ્યું- તમે મરમેઈડ જેવા લાગો છો, જુઓ વીડિયો

પહેલી એપમાં જ 100 પ્રોજેક્ટ્સની જાહેરાત કરીને જિયોએ બતાવ્યું છે કે તે ઓટીટી માર્કેટમાં એક મોટી ગેમ રમવા જઈ રહ્યું છે. પરંતુ દર્શકો માટે સારા સમાચાર એ છે કે તેમની સામે નવી સિરીઝ અને ફિલ્મોની મોટી લાઈનઅપ આવવાની છે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">