AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: સાડી પહેરીને આ એક્ટ્રેસે પૂલમાં કર્યું જોરદાર સ્વિમિંગ, ફેન્સે કહ્યું- તમે મરમેઈડ જેવા લાગો છો, જુઓ વીડિયો

તાપસી પન્નુ (Taapsee Pannu) સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. સ્વિમિંગ કરતી વખતે તાપસીએ સ્વિમસૂટ નહીં પણ સાડી પહેરી છે. તાપસીના આ વીડિયો પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Viral Video: સાડી પહેરીને આ એક્ટ્રેસે પૂલમાં કર્યું જોરદાર સ્વિમિંગ, ફેન્સે કહ્યું- તમે મરમેઈડ જેવા લાગો છો, જુઓ વીડિયો
Taapsee Pannu
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 13, 2023 | 7:52 PM
Share

તાપસી પન્નુએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેયર કર્યો, જેમાં તે સ્વિમિંગ પૂલમાં સ્વિમિંગ કરતી જોવા મળી રહી છે. ખાસ વાત એ છે કે સ્વિમિંગ કરતી વખતે તાપસીએ સ્વિમસૂટ નહીં પણ સાડી પહેરી છે, જેને તેણે મરૂન બ્લાઉઝ સાથે કૈરી કરી છે. પોપ્યુલર વીડિયોમાં તાપસી મરમેઈડની જેમ સુંદર રીતે સ્વિમિંગ કરતી જોવા મળે છે. અચાનક તાપસી કેમેરાની સામે સ્ટાઈલિશ અંદાજમાં પોઝ આપે છે, આ દરમિયાન તેના પગ પર બનાવેલું ટેટૂ જોવા મળે છે, જે ખૂબ જ એલિગેન્ટ લાગે છે.

અહીં જુઓ વીડિયો

View this post on Instagram

A post shared by Taapsee Pannu (@taapsee)

ફેન્સ આપી રહ્યા છે પ્રતિક્રિયા

તાપસીના આ વીડિયો પર યુઝર્સ જોરદાર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક ફેને કોમેન્ટ સેક્શનમાં લખ્યું છે કે ‘તાપસી મેમ તમે મરમેઈડ જેવા દેખાઈ રહ્યા છો.’ અન્ય એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘આખરે કોઈએ કર્યું તો ખરા, પહેલીવાર કોઈ સ્વિમસૂટની જગ્યાએ સાડીમાં સ્વિમિંગ કરી રહ્યું છે.’

અન્ય એક ફેને કોમેન્ટ કરતાં લખ્યું છે કે ‘તમારી અપકમિંગ ફિલ્મ ફિર આયી હસીન દિલરૂબા ક્યારે રિલીઝ થશે?’ ફેન્સ આ વીડિયો પરથી એવું અનુમાન લગાવી રહ્યા છે કે આ વીડિયો ફિર આયી હસીન દિલરૂબાનો બીટીએસ વીડિયો છે. આ ફિલ્મમાં તેની સાથે વિક્રાંત મેસી જોવા મળશે.

તાપસી પન્નુએ કર્યું ડોલ્ફિન સ્ટ્રોક સ્ટાઈલ સ્વિમિંગ

સ્પ્રિન્ટ ફ્રીસ્ટાઇલ દોડતી વખતે સ્વિમર હંમેશા ઝડપી ટર્નઓવર જાળવી રાખવા માંગે છે. પરંતુ તે રેસના અંત તરફ મુશ્કેલ બની શકે છે. 50 વર્ષથી ઓછી વયની રેસમાં પણ સ્વિમર ઘણી વખત તેનો ખ્યાલ રાખ્યા વિના તેમના ટર્નઓવરને ધીમું કરે છે. આ ટર્નઓવરને ધીમું કરવા અને તેમને તેમની ઝડપ વધારવાથી રોકવા માટે, સ્વિમરે તેમની રેસના અંતે ડોલ્ફિન-કિક ફ્રી સ્ટાઈલનો સમાવેશ કરવાનું શરૂ કર્યું છે.

ફ્રી સ્ટાઈલ આર્મ્સ અને ડોલ્ફિન કિકનો ઉપયોગ કરવાથી સ્વિમરને ફ્રીસ્ટાઈલ કિકના ઉપયોગ કરતાં વધુ ઝડપથી સ્વિમ કરી શકે છે. સ્વિમર્સ આ બધા સમયે કરતા નથી તેનું કારણ એ છે કે તેને જાળવી રાખવું ખૂબ મુશ્કેલ હોઈ શકે છે. આ ટેકનિકને જાળવવામાં એક મુશ્કેલી એ છે કે તે કરતી વખતે સ્વિમર શ્વાસ લઈ શકતા નથી અથવા તેમની લય તૂટી જાય છે. ફેલ્પ્સ તેની 100 ફ્રી સ્ટાઈલના છેલ્લા 10 મીટરમાં આ ટેકનિકનો ઉપયોગ કરવા માટે જાણીતો છે.

આ પણ વાંચો : અચાનક મુંબઈ મેટ્રોમાં પહોંચી હેમા માલિની, આજુબાજુ એકઠી થઈ ગઈ ભીડ, જુઓ ડ્રીમ ગર્લ’નો Viral Video

તાપસીની અપકમિંગ ફિલ્મ

તાપસીના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં ‘ફિર આઈ હસીન દિલરૂબા’માં જોવા મળશે. આ સિવાય 2023માં તેની ફિલ્મ ડેયર એન્ડ લવલી, વો લડકી હૈ કહાં અને શાહરૂખ ખાન સાથે ડંકીમાં જોવા મળશે.

મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતી સિનેમાટેલિવિઝનબોલિવૂડમૂવી રિવ્યુવેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">