ઈરફાન ખાનના પુત્ર બાબિલની ડેબ્યૂ ફિલ્મ ‘Qala’ને મળી રિલીઝ ડેટ, આ દિવસે થશે સ્ટ્રીમ
બાબિલ ખાન (Babil Khan), તૃપ્તિ અને સ્વાસ્તિક સિવાય ફિલ્મ 'Qala'માં અમિત સિયાલ, નીર રાવ, અવિનાશ રાજ શર્મા, આશિષ સિંહ પણ પોતાનું પર્ફોર્મન્સ આપતા જોવા મળશે. ફિલ્મનું નવું પોસ્ટર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી.

ફિલ્મ બુલબુલની રાઈટર-ડાયરેક્ટર અન્વિતા દત્ત ફરી એકવાર નેટફ્લિક્સ પર ધમાલ મચાવવા જઈ રહી છે. ટૂંક સમયમાં તેની ફિલ્મ ‘Qala’ રિલીઝ થશે. Qala એક સાયકોલોજિકલ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં બાબિલ ખાન, સ્વાસ્તિકા મુખર્જી અને તૃપ્તિ ડિમરી જોવા મળશે. તૃપ્તિ ડિમરી આ પહેલા અન્વિતા દત્ત સાથે ફિલ્મ બુલબુલમાં કામ કરી ચૂકી છે. જ્યારે ઈરફાન ખાનના પુત્ર બાબિલ ખાનની આ ડેબ્યૂ ફિલ્મ છે. ફિલ્મનું નવું પોસ્ટર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું અને સાથે જ તેની રિલીઝ ડેટ પણ જાહેર કરવામાં આવી હતી, દર્શકો 1 ડિસેમ્બરથી ઓટીટી પ્લેટફોર્મ નેટફ્લિક્સ પર ફિલ્મ જોઈ શકશે.
ટૂંક સમયમાં રિલીઝ થનારી ફિલ્મમાં તૃપ્તિ એક ગાયિકાની ભૂમિકામાં છે, જ્યારે સ્વાસ્તિકા તેની માતાની ભૂમિકામાં છે. ટીઝરમાં ફિલ્મનો સેટ ભારતની આઝાદી પહેલાના વર્ષ 1930-40નો લાગે છે. એક યુવા ગાયિકા જેની આંખોમાં દર્દ છે, આ દર્દ તેને ગાયકીમાં ટોચ પર લઈ ગઈ છે. પરંતુ આ ફિલ્મ માત્ર તેની ગાયકીની આસપાસ નથી, પરંતુ આ ફિલ્મનો બીજો મહત્વનો ભાગ છે. તે અને તેની માતા (સ્વાસ્તિકા મુખર્જી) વચ્ચેનો સંબંધ હોય કે પછી તેનો ઉછેર, બધું અલગ રીતે થયું છે. આ કારણે તે ન્યુરોસિસનો શિકાર બની છે.
ફિલ્મમાં છે ઘણા પ્રખ્યાત ચહેરાઓ
બાબિલ ખાન, તૃપ્તિ અને સ્વાસ્તિકા સિવાય આ ફિલ્મમાં અમિત સિયાલ, નીર રાવ, અવિનાશ રાજ શર્મા, આશિષ સિંહ પણ પોતાનું પર્ફોમન્સ કરતા જોવા મળશે. આ પહેલા અમિત સિયાલે મહારાની અને જામતાડા ફિલ્મોમાં કામ કર્યું છે તો નીર રાવે શો ફીલ્સ લાઈક હોમમાં, અવિનાશ રાજ શર્મા ફિલ્મ 14 ફેરેમાં અને આશિષ સિંહ ગેહરાઈયાંમાં જોવા મળ્યા છે.
ટૂંક સમયમાં રિલીઝ થવાની છે ફિલ્મ
અન્વિતા દત્તે નેટફ્લિક્સ ફિલ્મ Qalaમાં રાઈટર અને ડાયરેક્ટર હોવાની સાથે-સાથે અમિતાભ ભટ્ટાચાર્ય, કૌસર મુનીર, સ્વાનંદ કિરકિરે અને વરુણ ગ્રોવર સાથે ગીતકારની ભૂમિકા પણ ભજવી છે. અમિત ત્રિવેદી તેના મ્યુઝિક કમ્પોઝર છે. સિનેમેટોગ્રાફીનું સમગ્ર કામ સિદ્ધાર્થ દીવાને પોતાના હાથમાં લીધું છે. Qala ક્લીન સ્લેટ ફિલ્મ્સનું પ્રોડક્શન છે. જેમાં કર્ણેશ શર્મા એકમાત્ર પ્રોડ્યુસર છે. અન્વિતા દત્તે એક ઈન્ટરવ્યુમાં આ ફિલ્મ વિશે જણાવ્યું હતું કે, “Qala માતા અને પુત્રીની વાર્તા છે, જેમાં બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે કેવી રીતે ખોટો ઉછેર કોઈને નુકસાન પહોંચાડે છે અને તેનું પરિણામ તે વ્યક્તિ જીવનભર ભોગવે છે.
કર્ણેશ અને મને બંનેને લાગ્યું કે આ એક મહત્વપૂર્ણ વાર્તા છે. અમે 1930ના દાયકાના અંતમાં સંગીતની દુનિયામાં આ ફિલ્મની વાર્તા બનાવી છે, ઈમોશન અને સસ્પેન્સથી ભરેલી વાર્તા ગમશે, નેટફ્લિક્સ સાથે આ મારું બીજું કામ છે, આ પહેલા પણ નેટફ્લિક્સ અમારું પાર્ટનર રહી ચૂક્યું છે, જે મારા માટે ગર્વની વાત છે. હું આશા રાખું કે અમારી મહેનત સફળ થશે.”