આ વીકએન્ડ પર રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો, જાણો કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે

Netflix થી Amazon prime સુધી, આ અઠવાડિયે ઘણી રસપ્રદ વેબ સિરીઝ સ્ટ્રીમિંગમાં છે. અમે તમને આ અઠવાડીયે રીલિઝ થવા જઈ રહેલ વેબ સિરીઝ વિશે જણાવી રહ્યા છીએ, જે ગણતંત્ર દિવસના અવસર પર OTT પર આવવા જઈ રહી છે.

આ વીકએન્ડ પર રિલીઝ થઈ રહી છે એકથી એક ધમાકેદાર વેબ સિરીઝ અને ફિલ્મો, જાણો કયા OTT પ્લેટફોર્મ પર જોઈ શકાશે
web series and movies releasing this weekend
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 2:49 PM

નવા વર્ષનો પહેલો મહિનો પૂરો થવા જઈ રહ્યો છે અને તેની સાથે છેલ્લા અઠવાડિયામાં ઘણી બધી વેબ સિરીઝ અને ફિલ્મો OTT પર રિલીઝ થવા જઈ રહી છે. Netflix થી Amazon prime સુધી, આ અઠવાડિયે ઘણી રસપ્રદ વેબ સિરીઝ સ્ટ્રીમિંગમાં છે. અમે તમને આ અઠવાડીયે રીલિઝ થવા જઈ રહેલ વેબ સિરીઝ અને ફિલ્મો વિશે જણાવી રહ્યા છીએ, જે ગણતંત્ર દિવસના અવસર પર OTT પર આવવા જઈ રહી છે.

એક એક્શન હીરો

આયુષ્માન ખુરાનાની આ ફિલ્મ નેટફ્લિક્સ પર 27 જાન્યુઆરીએ સ્ટ્રીમ થશે. મહત્વપૂર્ણ પાત્રનું નામ માનવ બતાવવામાં આવ્યું છે, જે 30 વર્ષનો યુવાન છે. તે પોતાની ફિલ્મના શૂટિંગ માટે હરિયાણા જાય છે. જ્યાં તે એન્કાઉન્ટરમાં એક છોકરાની હત્યાના કેસમાં ફસાઈ જાય છે. આ પછી તે ભાગવા માટે વિદેશ જાય છે. આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે જયદીપ અહલાવત પણ મુખ્ય ભૂમિકામાં છે.

અયાલી

અયાલી એ એક યુવતીની વાર્તા છે જે વીરપ્પન્નાઈ ગામમાં જાણ્યે-અજાણ્યે ભયંકર પ્રાચીન રિવાજો અને પરંપરાઓને પડકારે છે. જે મહિલાઓને ડૉક્ટર બનવાનું પોતાનું સપનું પૂરું કરવા માટે દમન કરે છે. તે 26 જાન્યુઆરીએ ZEE5 પર સ્ટ્રીમ થશે.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

બોડીઝ, બોડીઝ, બોડીઝ

આ ન્યૂયોર્ક સિટીના એક યુવકની વાર્તા છે જે ટ્રેકર જાદુગરોને પ્રપંચી જાદુઈ વસ્તુઓ વેચીને ઘણા પૈસા કમાય છે, પરંતુ તે શીખે છે કે જાદુ સાથે કામ કરવું જોખમી હોઈ શકે છે. આ વેબ સિરીઝ 25મીએ Netflix પર રિલીઝ થઈ છે.

18 પેજીસ

આ સિડ નામના છોકરાની વાર્તા છે, જે એક મધ્યમ વર્ગના ટેક એક્સપર્ટ છે અને અનુ નામની છોકરીના પ્રેમમાં પડે છે. જ્યારે તેને અનુનું સત્ય ખબર પડે છે ત્યારે તેનું દિલ તૂટી જાય છે અને ધીમે ધીમે નંદની નામની છોકરીના પ્રેમમાં પડે છે. ત્યારે તેના જીવનમાં વાસ્તવિક સાહસ શરૂ થાય છે. આ સાહસની સ્ટોરી છે તે 27 જાન્યુઆરીએ Netflix પર રિલીઝ થઈ રહી છે.

ડિયર ઈશ્ક

આ શો બે ખૂબ જ અલગ લોકોની વાર્તા કહે છે જે મુસાફરી દરમિયાન અજાણતા પ્રેમમાં પડી જાય છે. આ પછી બંને આ સફરમાં ઘણી યાદો બનાવે છે. જેઓ લવસ્ટોરી જોવાનું પસંદ કરે છે તેમના માટે શ્રેષ્ઠ છે. ડિયર ઈશ્ક 26 જાન્યુઆરીએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થઈ રહી છે.

જાબાંઝ હિન્દુસ્તાન કે

કાવ્યા અય્યર નામના IPS ઓફિસરની આ વાર્તા છે. જે પોતાના દેશને બચાવવા કંઈપણ કરી શકે છે. ત્યારે  તે તેના દેશને દુશ્મનોથી બચાવી શકે છે કે કેમ તે જોવા માટે આ વેબ સિરીઝ જોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.

g clip-path="url(#clip0_868_265)">