AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

પઠાણ ફિલ્મને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન, હવે પઠાણ ફિલ્મના વિરોધનો કોઈ અર્થ નથી કારણ કે…

પઠાણ (Pathaan) તાજેતરમાં ભારત સહિત વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને લગભગ 100 કરોડ રૂપિયાની ઓપનિંગ હાંસલ કરી છે.

પઠાણ ફિલ્મને લઈ મધ્યપ્રદેશના ગૃહમંત્રીએ આપ્યું મોટું નિવેદન, હવે પઠાણ ફિલ્મના વિરોધનો કોઈ અર્થ નથી કારણ કે...
Pathaan
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 26, 2023 | 12:57 PM
Share

ફિલ્મ પઠાણનું પહેલું ગીત ‘બેશરમ રંગ’ રિલીઝ થયું ત્યારે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ સૌથી પહેલો વિરોધ કર્યો હતો. ત્યારે તેમણે ગીતમાં કેસરી બિકીનીના ઉપયોગ સામે વાંધો ઉઠાવ્યો હતો. જોકે, ફિલ્મ રિલીઝ થયા બાદ તેણે કહ્યું છે કે હવે ફિલ્મનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી.

નરોત્તમ મિશ્રાએ બુધવારે કહ્યું હતું કે હવે પઠાણનો વિરોધ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે સેન્સર બોર્ડ પહેલેથી જ વિવાદાસ્પદ મુદ્દાઓ પર ધ્યાન આપી ચૂક્યું છે. ગયા મહિને તેમણે કહ્યું હતું કે જો વિવાદાસ્પદ બાબતોને દૂર કરવામાં નહીં આવે તો ફિલ્મ મધ્યપ્રદેશમાં રિલીઝ થશે કે નહીં તે અંગે વિચારવું પડશે.

મને હવે વિરોધ કરવાનો કોઈ અર્થ દેખાતો નથી: નરોત્તમ મિશ્રા

કેટલાક સંગઠનોએ બુધવારે પણ મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં ફિલ્મનો વિરોધ કર્યો, ઇન્દોર અને ભોપાલમાં કેટલાક સિનેમા હોલને સવારના શો રદ કરવાની ફરજ પડી. મધ્યપ્રદેશમાં ફિલ્મ પઠાણના વિરોધ અંગે પૂછવામાં આવ્યું ત્યારે નરોત્તમ મિશ્રાએ કહ્યું, હું માનું છું કે તેમાં (ફિલ્મ) તમામ સુધારા કરવામાં આવ્યા છે. સેન્સર બોર્ડે સુધારા કર્યા છે. વિવાદાસ્પદ શબ્દો દૂર કરવામાં આવ્યા છે, તેથી મને હવે વિરોધ કરવાનો કોઈ અર્થ દેખાતો નથી.

આ પણ વાંચો : Pathaan Movie security : પઠાણની રિલીઝ પર બબાલ થવાનો ‘ડર’, મુંબઈના તમામ થિયેટરોની બહાર પોલીસવાન હાજર

આ ફિલ્મે પહેલા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા

આ દરમિયાન નરોત્તમ મિશ્રાએ કહ્યું કે જે લોકો ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે તેમનું કાઉન્સેલિંગ કરવામાં આવશે. પઠાણ તાજેતરમાં ભારત સહિત વિશ્વભરમાં રિલીઝ થઈ છે. આ ફિલ્મે પહેલા દિવસે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે અને લગભગ 100 કરોડ રૂપિયાની ઓપનિંગ હાંસલ કરી છે.

પીએમ મોદીએ આપ્યું હતું આ નિવેદન

આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં બીજેપી સંમેલનને સંબોધિત કરતી વખતે, પાર્ટી કાર્યકર્તાઓને સલાહ આપી હતી કે તેઓ ફિલ્મો જેવા બિનજરૂરી મુદ્દાઓ પર બિનજરૂરી ટિપ્પણીઓ કરવાથી દૂર રહે. થોડા દિવસો પહેલા, જ્યારે વડાપ્રધાનની ટિપ્પણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે નરોત્તમ મિશ્રાએ કહ્યું હતું કે, કોઈનું નામ લેવામાં આવ્યું ન હતું, પરંતુ તેમનો (વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો) દરેક શબ્દ, વાક્ય અમારા માટે મુખ્ય છે અને તેથી જ બધા કાર્યકરોએ ત્યાંથી પ્રેરણા લીધી.

ઈનપુટ – PTI

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">