The Kashmir Files Box Office Collection : સિનેમાઘરો હાઉસફુલ, જાણો વિવેક અગ્નિહોત્રીની ફિલ્મે અત્યાર સુધીમાં કેટલા કરોડની કમાણી કરી
આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા કલાકારો છે. જો કે ફિલ્મમાં તમામ કલાકારોના વખાણ કરવામાં આવ્યા છે, પરંતુ જો કોઈની સૌથી વધુ વાત કરવામાં આવે છે તો તે અનુપમ ખેર છે.
The Kashmir Files BO Collection Day 3 : ફિલ્મ નિર્દેશક વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri)ની ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ‘ને દર્શકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ રિસ્પોન્સ જોઈને લાગે છે કે ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ (The Kashmir Files) બોક્સ ઓફિસ પર લાંબો સમય ચાલશે. ફિલ્મે ભલે પહેલા દિવસે બોક્સ ઓફિસ (The Kashmir Files Box Office Collection)પર સરેરાશ પ્રદર્શન કર્યું હોય, પરંતુ બીજા અને ત્રીજા દિવસે ફિલ્મની કમાણી બમ્પર રહી છે. ઓછા બજેટ અને ઓછા પ્રમોશન છતાં પણ દર્શકો ફિલ્મ જોવા માટે સિનેમાઘરોમાં એકઠા થયા છે. 11 માર્ચ એટલે કે શનિવારે રિલીઝ થનારી આ ફિલ્મને ત્રણ દિવસ થયા છે. તો ચાલો આજે તમને જણાવીએ કે આ ફિલ્મે ત્રણ દિવસમાં અત્યાર સુધી કેટલી કમાણી કરી છે.
ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઇલ્સ’એ ત્રણ દિવસમાં શાનદાર કમાણી કરી
‘ધ કાશ્મીર ફાઇલ્સ'(The Kashmir Files) એ તેના શરૂઆતના દિવસે 3.55 કરોડ રૂપિયાનો બોક્સ ઓફિસ બિઝનેસ કર્યો હતો. બીજા દિવસે ફિલ્મે 8.05 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે ત્રીજા દિવસે પણ વધુ શાનદાર પ્રદર્શન કર્યું. રિપોર્ટ અનુસાર, ફિલ્મે ત્રીજા દિવસે બોક્સ ઓફિસ પર લગભગ 14 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. અગાઉ આ ફિલ્મ લિમિટેડ સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી હતી, પરંતુ ફિલ્મને મળી રહેલા સારા રિસ્પોન્સને જોતા હવે ફિલ્મની સ્ક્રીન વધારી દેવામાં આવી છે. ત્રીજા દિવસે આ ફિલ્મ લગભગ 2 હજાર સ્ક્રીન્સ પર પ્રદર્શિત થઈ હતી.
અનુપમ ખેરે કર્યા વખાણ
તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીની આ ફિલ્મ 90ના દાયકામાં કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોના નરસંહાર અને ત્યાંથી તેમની હિજરત પર આધારિત છે. આ ફિલ્મ દ્વારા વિવેક અગ્નિહોત્રીએ કાશ્મીરી પંડિતોનું દર્દ બતાવવાનો પ્રયાસ કર્યો છે. આ ફિલ્મમાં અનુપમ ખેર, મિથુન ચક્રવર્તી, પલ્લવી જોશી અને દર્શન કુમાર જેવા કલાકારો છે. જો કે ફિલ્મમાં તમામ કલાકારોના વખાણ કરવામાં આવ્યા છે,
દરેક જગ્યાએ આ ફિલ્મની ચર્ચા છે. આ ફિલ્મને ગુજરાત અને હરિયાણામાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે. આ સિવાય વિવેક અગ્નિહોત્રીની ટીમ પણ તાજેતરમાં જ આ ફિલ્મ રિલીઝ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી હતી. પીએમ મોદીએ આ ફિલ્મના જોરદાર વખાણ કર્યા હતા.
આ પણ વાંચો : Farmer Protest: આજે મળશે યુનાઇટેડ કિસાન મોરચા, કહ્યું એમએસપી માટે સરકાર પર દબાણ બનાવવા માટે રોડમેપ તૈયાર કરશે