વિજય દેવેરાકોંડાએ ચપ્પલ પહેરીને ભોજપુરી અભિનેત્રી સાથે કર્યો ડાન્સ, તેની સાદગી જોઈ ફરી તેના ચાહકો થયા ખુશ

|

Aug 08, 2022 | 8:16 PM

હાલમાં અનન્યા પાંડે અને વિજય દેવેરાકોંડાની આ ફિલ્મ લાઈગરના નવા સોન્ગ આફતએ (Aafat) ધૂમ મચાવી છે. આ સોન્ગને લોકો ખૂબ પંસંદ કરી રહ્યા છે.

વિજય દેવેરાકોંડાએ ચપ્પલ પહેરીને ભોજપુરી અભિનેત્રી સાથે કર્યો ડાન્સ, તેની સાદગી જોઈ ફરી તેના ચાહકો થયા ખુશ
Vijay Deverakonda Dances With Bhojpuri Actress
Image Credit source: Instagram

Follow us on

દેશમાં દક્ષિણી ફિલ્મજગતના દમદાર સિતારોઓનો ક્રેઝ વધી રહ્યો છે. બાહુબલીના પ્રભાસ, કેજીએફના યશથી લઈને આરઆરઆરના બન્ને હીરોએ પણ પોતાના દમદાર અભિનય અને જોરદાર એકશન ફિલ્મો દ્વારા બોલિવૂડને ટક્કર આપી છે. હાલમાં દક્ષિણનો એક સુપરસ્ટાર ભારતમાં ભારે ચર્ચામાં છે. સુપરસ્ટાર વિજય દેવેરાકોંડા (Vijay Deverakonda) પોતાની આવનારી ફિલ્મ લાઈગરના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ લાઈગર ફિલ્મ દ્વારા દક્ષિણનો આ સુપરસ્ટાર બોલિવૂડમાં (Bollywood) ડેબ્યૂ કરશે. આ ફિલ્મ 25 ઓગસ્ટના રોજ રિલીઝ થશે. આ ફિલ્મમાં તેની સાથે બોલિવૂડની જાણીતી અભિનેત્રી અનન્યા પાંડે પણ જોવા મળશે. હાલમાં અનન્યા પાંડે અને વિજય દેવેરાકોંડાની આ ફિલ્મ લાઈગરના નવા સોન્ગ આફતએ (Aafat) ધૂમ મચાવી છે. આ સોન્ગને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

આ સોન્ગ રિલીઝ થતા જ સોશિયલ મીડિયા પર લોકોએ આ આફત સોન્ગ પર અનન્યા પાંડે અને વિજય દેવેરાકોંડા જેવા ડાન્સ સ્ટેપના વીડિયો ઉતારી રહ્યા છે. હાલમાં જ વિજય દેવેરાકોંડા અને ભોજપુરી સિંગર અને અભિનેત્રી શિલ્પી રાઘવાનીનો આ સોન્ગ પર કરેલો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં બન્ને સરસ રીતે ડાન્સ કરતા દેખાય રહ્યા છે. પણ આ વીડિયો વિજય દેવેરાકોંડાના એક કામને કારણે ચર્ચામાં આવ્યો છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

આ રહ્યો વિજય દેવેરાકોંડાના ડાન્સનો વાયરલ વીડિયો

ચપ્પલ પહેરીને ડાન્સ કરતા જોવા મળ્યો અભિનેતા

આ વીડિયોમાં વિજય દેવેરાકોંડા તેના હાવભાવ અને તેના જોરદાર ડાન્સની સાથે તેના ચપ્પલને કારણે ચર્ચામાં છે. આ વીડિયોમાં તે બૂટની જગ્યાએ ચપ્પલ પહેરીને ડાન્સ કરતા જોવા મળે છે. આ ફિલ્મમાં તે સામાન્ય માણસ જેવો રોલ કરી રહ્યો છે. કહેવાય રહ્યુ છે કે, ફિલ્મના રોલમાં જે સાદગી છે તે જ સાદગી તે પ્રમોશન દરમિયાન પણ ફોલો કરી રહ્યો છે. જણાવી દઈએ કે આ લાઈગર ફિલ્મને કરણ જોહરે પ્રોડયૂસ કરી છે. આ વીડિયોને લોકો ખૂબ પંસંદ કરી રહ્યા છે અને લોકો કોમેન્ટ બોક્સમાં પોતાના પ્રતિભાવ આપી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ ભોજપૂરી સિંગરે કેપ્શનમાં લખ્યુ છે કે, તમને મળીને ખુબ સારુ લાગ્યુ વિજય દેવેરાકોંડા.

Published On - 8:16 pm, Mon, 8 August 22

Next Article